વરસાદી મોસમમાં આ 5 વસ્તુઓને તમારા ભોજનમાં સમાવેશ કરવાથી રોગોનું જોખમ ઓછું રહેશે

Image Source

વરસાદની ઋતુમાં હંમેશાં વિવિધ પ્રકારની બીમારીઓ વણનોતર્યા મેહમાનની જેમ શરીરમાં પ્રવેશી જાય છે. પાણી અને હવાના માધ્યમથી જોખમી બેક્ટેરિયા શરીર સુધી પહોંચે છે અને ફ્લૂ જેવી ઘણી બીમારીઓથી આપણને ઘેરી લે છે. પરંતુ જો થોડી સાવધાની રાખવામાં આવે તો આ બીમારીઓથી બચી શકાય છે. જેમકે અત્યારે દુનિયાભરમાં કોરોના મહામારીની પણ લહેર વર્તાય રહી છે અને તેના જુદા જુદા પ્રકારોને લીધે ચિંતાઓ વધારે વધી રહી છે, આવી સ્થિતિમાં તે જરૂરી છે કે આપણે જે ખોરાક લઈએ છીએ, તે પોષણથી ભરપૂર હોય અને પ્રતિરક્ષા તંત્રને પણ મજબૂત બનાવે. વરસાદની ઋતુમાં બીમારીઓથી બચવા માટે તે જરૂરી છે કે તમે તમારા ભોજનની સંભાળ રાખો, તાજુ ખાઓ અને ફળ ખાઓ, બહારનું ભોજન ખાવાથી બચવું અને વાસી ભોજન તો બિલકુલ પણ ખાવું નહીં. ચાલો જાણીએ આ ઋતુમાં કઈ વસ્તુઓને તમારા આહારમાં સમાવેશ કરવો લાભદાયી છે.

Image Source

હળદર વાળું દૂધ:

વરસાદની ઋતુમાં હળદર વાળા દૂધનુ સેવન ફાયદાકારક બની શકે છે. તેમાં એન્ટી વાયરલ, એન્ટી ફંગલ, જીવાણુ વિરોધી, એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી ઇફ્લેમેંટરી ગુણ જોવા મળે છે, જે વાયરસના ચેપ સામે લડે છે અને જુદી જુદી બીમારીઓથી બચાવે છે. નિયમિતરૂપે તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓમાં રાહત મળી શકે છે.

Image Source

લીંબુ પાણી:

લીંબુના ઘણા ફાયદા છે. આયુર્વેદિક અને પારંપરિક ઔષધિઓમાં ઘણા પ્રકારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે વિટામીન-સીનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે અને મજબૂત કરે છે, જેનાથી વાયરસને બીમારીઓ સામે લડવામાં તાકાત મળે છે. નિયમિતરૂપે લીંબુ પાણી પીવાથી ઘણા રોગોમાં રાહત મળે છે.

Image Source

નટ્સ અને સુકામેવા:

નટ્સ અને સુકામેવા, જેમકે ખજૂર, બદામ, કાજુ અને અખરોટ જેવા ખાદ્ય પદાર્થ છે, તે દરેક ઋતુમાં ફાયદાકારક હોય છે, કેમકે તે જુદા જુદા પ્રકારના વિટામીન અને ખનીજોથી ભરપૂર હોય છે. નિયમિતરૂપે તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને બીમારીનું જોખમ ઓછું થાય છે.

Image Source

લસણ:

લસણમાં જોવા મળતા ઔષધીય ગુણોને કારણે તેને ‘પ્રાકૃતિક એન્ટિબાયોટિક’ કહેવામાં આવે છે. તે શરદી અને ઉધરસ માટે અસરકારક ઉપચાર છે અને સાથેજ તે રોગ પ્રતિરોધક ક્ષમતાને પણ વધારવામાં મદદ કરે છે. લસણમાં જોવા મળતા ગુણ શરીરની બીમારીઓ સામે લડવાની ક્ષમતાને મજબૂત કરે છે.

Image Source

આદુ:

આદુમાં પણ હળદર અને લસણ જેવા ઘણા ઔષધીય ગુણ જોવા મળે છે. તે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તેને વધારે શક્તિશાળી બનાવી દે છે, જેથી શરીર શરદી ઉધરસ જેવી વાયરસ બીમારીઓ સામે લડી શકે છે. તેનાથી હદયના સ્વાસ્થ્ય ને પ્રોત્સાહન મળે છે અને સાથેજ તે ડાયાબિટીસમાં પણ ફાયદાકારક હોય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment