તમારા ભોજનમાં આજે જ આ ૫ દાળનો સમાવેશ કરો અને જાણો તેના અનેક ફાયદાઓ

Image Source

જ્યારે જ્યારે ભારતીય ખોરાકની વાત આવે છે ત્યારે દાળ, ચોખા અને ઘઉં નું નામ જરૂર આવે છે. તેની અંદર ઘણા પ્રકારના પોષક તત્વ જોવા મળે છે જે શરીર માટે ફાયદાકારક છે. પરંતુ આજના સમયમાં લોકો ફાસ્ટ ફૂડ તરફ જઈ રહ્યા છે અને તેમના ભોજનથી દાળ, ઘઉં, ચોખા વગેરેને કાઢી રહ્યા છે. પરંતુ તેઓ નથી જાણતા કે તેમ કરવું યોગ્ય નથી. યુવાપેઢી અને બાળકોને સમજવું જોઈએ કે તેના સ્વાસ્થ્ય માટે દાળ કેટલી મહત્વપૂર્ણ છે. દાળમાં ઝિંક, મેગ્નેશિયમ, ફોલેટ, પ્રોટીન, વિટામિન, ખનીજ અને આયર્ન ભરપુર માત્રામાં જોવા મળે છે. સૌથી સારી વાત એ છે કે આગમાં રાંધ્યા પછી પણ તેના પૌષ્ટિક તત્વો સુરક્ષિત રહે છે, નાશ પામતા નથી. તેની અંદર ફાઇબર મળી આવે છે તે ન ફક્ત હૃદય માટે યોગ્ય હોય છે પરંતુ લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રાને પણ નિયંત્રિત રાખે છે. આજે અમે તમને કેટલીક એવી દાળો વિશે જણાવીશું, જેને તમે તમારા ભોજનમાં સમાવેશ કરીને સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી શકો છો. તેના માટે અમે શીલા સેહરાવત, ડાયેટિશિયન, હેડ ડાયેટિશિયન ડાયેટ ક્લિનિક, દિલ્હીથી પણ ઇનપુટ્સ માંગ્યા છે.  આ દાળો વિશે જાણીએ….

Image Source

૧. તુવેરની દાળ સ્વાસ્થ્ય માટે સારી છે:

તુવેર દાળની અંદર ભરપૂર માત્રામાં પોટૅશિયમ જોવા મળે છે. તેમજ તેમાં રહેલું પ્રોટીન સ્નાયુઓ, હાડકા, કોશિકાઓ અને પેશીનું નિર્માણ કરવામાં મદદ કરે છે. કેમકે તે ફોલીકનો પણ સ્ત્રોત છે તેવામાં તે લાલ રક્તકણોને વધારવામાં પણ મદદ કરે છે. તેમાં કેલરીની માત્રા ખૂબ ઓછી હોય છે. સાથે જ તેમાં ચરબી અને કોલેસ્ટ્રોલ પણ ઓછું જોવા મળે છે. તુવેરની દાળ ફાઈબરનો મુખ્ય સ્ત્રોત છે, જેનાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. તેના સેવનથી ન ફક્ત કબજિયાતની સમસ્યા દૂર થાય છે પરંતુ સોજા, ઝાડા વગેરે પણ દૂર થાય છે. અત્યાર સુધી તુવેરની દાળથી કોઈ નુકશાન જોવા નથી મળ્યા પરંતુ જે લોકોને તુવેરની દાળથી એલર્જી અનુભવાય છે તેઓ ડોક્ટરની સલાહ લઈને તેનું સેવન કરો. જે લોકોને હાઈ બીપી અથવા હદય સબંધિત સમસ્યા રહે છે તેઓ તેનું સેવન નિયમિત રૂપે કરી શકે છે. તેમજ તેની અંદર ફોલિક એસિડ જોવા મળે છે જે સ્ત્રીઓ ગર્ભવતી બનવાનું વિચારી રહી છે તેના માટે ફોલિક એસિડ જરૂરી તત્વો માંથી એક છે.

Image Source

૨. મગદાળના ફાયદા:

ભારતમાં આયુર્વેદિક ભોજનના રૂપે જોવા મળતી મગદાળ પોષક તત્વોથી ભરપૂર છે. જણાવી દઈએ કે તેની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ, તાંબા, જસત, વિટામિન બી, પ્રોટીન, ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમજ તેની અંદર જોવા મળતું કોપર વાળને મજબૂત બનાવે છે. મગદાળમાં ફાઇબર મળી આવે છે, જેની મદદથી પાચન ક્રિયામાં સુધારો થાય છે અને મેટાબોલિઝમના દરને વધારવામાં પણ મદદ કરે છે. જે લોકો હૃદયરોગથી પરેશાન રહે છે તેઓ મગદાળનું સેવન કરી શકે છે કેમકે તેમાં મેગ્નેશિયમ મળી આવે છે તેથી તે બીપીને પણ નિયંત્રિત રાખે છે. મગદાળની અંદર વિટામિન સી, વિટામિન બી પણ જોવા મળે છે જેનાથી આંખોનું સ્વાસ્થ્ય સારું રહે છે. જોકે તેની અંદર કેલ્શિયમ પણ હોય છે તેથી હાડકાંને મજબૂત બનાવે છે.

૩. ચણાની દાળનો ભોજનમાં સમાવેશ કરવો:

કાળા ચણા માંથી બનતી ચણાની દાળ દરેક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર, પ્રોટીન, વિટામીન અને ખનિજ જોવા મળે છે. તેનાથી ચરબીની માત્રા પણ ઓછી થાય છે. દ્રાવ્ય ફાઇબર કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ચણાની દાળ ખૂબ ઉપયોગી છે. તેમજ તેનું સેવન સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરને ઓછો કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે ચણાની દાળમાં પોટેશિયમ જોવા મળે છે જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદરૂપ છે. જે લોકો તેમનું વજન ઘટાડવા ઇચ્છે છે તેને જણાવી દઈએ કે તેની અંદર રહેલા ફાઇબર, પ્રોટીન તમારી મદદ કરી શકે છે. તેનું સેવન કર્યા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તમે વધારે ખોરાકથી પણ બચી શકો છો. તેમજ તેની અંદર જટિલ કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે જે વધારે શક્તિ પ્રદાન કરે છે. તેમાં દ્રાવ્ય ફાઇબર હોય છે જે પાચનક્રિયામા સુધારો કરી ઇર્ટેબલ આંતરડાં સિદ્રોમ અને વગેરે સમસ્યાઓ સામે લડવામાં મદદરૂપ છે.

Image Source

૪. અડદની દાળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક:

અડદ દાળમા ભરપૂર માત્રામાં પ્રોટીન, જુદા-જુદા પ્રકારના વિટામિન, ફાઈબર, એન્ટિઓક્સિડન્ટ અને જરૂરી ખનિજ જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ઉતમ હોય છે. આ બધા તત્વો સવસ્થ્યથી તેની સમસ્યાઓને દૂર રાખવામાં ફાયદાકારક છે. તેની અંદર જોવા મળતું ફાઇબર ન ફકત મળ ત્યાગમાં મદદ કરે છે પરંતુ પેરીસ્ટાલિસની ગતિને પણ ઉતેજીત કરે છે. એની અંદર કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ જોવા મળે છે જે હાડકાની સમસ્યાને ઘટાડવાની સાથે સાથે ઓસ્ટીયોપોરોસિસ, સંધિવા વગેરેને પણ ઘટાડે છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે કેમ કે તેની અંદર ફાઇબર હોય છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરવામા ખૂબ મદદરૂપ છે. પોટેશિયમ ધમનીઓના દબાણને ઘટાડવાની સાથે બ્લડ પ્રેશરને ઓછું કરે છે. મેગ્નેશિયમ રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે. જોકે, તેના કોઈ નુકશાન નથી પરંતુ તેનું સેવન કરવાથી યુરિક એસિડનું સ્તર વધવા લાગે છે તેવામાં જે લોકોને પિતની પથરી અથવા કિડનીની પથરી છે તે લોકોએ અડદ દાળનું સેવન કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Image Source

૫. મસૂર દાળનું સેવન કરો:

લાલ મસુર દાળની અંદર વિટામિન એ, વિટામિન કે, વિટામિન સી, વિટામિન બી વગેરે વિટામિન જોવા મળે છે. તેમજ તેની અંદર ફાઈબર ઉપરાંત, દ્રાવ્ય ફાઇબર અને અદ્રાવ્ય ફાઇબર બંને રહેલા છે. પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, તાંબુ વગેરે ખનીજથી ભરપૂર આ દાળમાં એન્ટીઓક્સિડીન જેવા એન્ટી ઓક્સિડન્ટ રહેલ છે. તેની અંદર મળી આવતું મેગ્નેશિયમ હદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. દ્રાવ્ય ફાઇબર કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ છે. તેનું સેવન કરવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. સાથેજ તે પાચન વિકાર વગેરેને દૂર કરવામાં પણ ખૂબ ઉપયોગી છે કેમકે તેમાં ચરબી ઓછી હોય છે અને વધારે માત્રામાં ફાઇબર હોય છે. એવામાં વજન ઓછું કરવામાં ખૂબ મદદ કરે છે. આમતો તેના સેવનથી કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી પરંતુ તેના વધુ સેવનથી કિડનીની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. તેથી તેના વધારે સેવનથી બચો.

નોંધ:

જે રીતે આપણે જીવનશૈલી જીવી રહ્યા છીએ એવામાં દાળોને આપણા ભોજનમાં સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. શંખપુર તરફ જતા યુવાનો એ સમજવું જોઈએ કે દાળોમાં રહેલા પોષક તત્વો તેમના સ્વાસ્થ્યને દરેક રીતે સ્વસ્થ રાખી શકે છે. ઉપર જણાવેલ દાળો ફક્ત તમારું સ્વાસ્થ્ય જ નહીં પરંતુ તમારા શરીરને પણ અનેક સમસ્યાઓથી દૂર રાખશે. તમે આસપાસના લોકોને પણ તેના સેવન માટે પ્રેરણા આપો.

શીલા સેહરાવત, ડાયેટિશિયન, હેડ ડાયેટિશિયન ડાયટ ક્લિનિક, દિલ્હી દ્વારા આપવામાં આવેલા ઇનપુટ્સ પર આ લેખ બનાવવામાં આવ્યો છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment