ન્યુ યર 2021ની સાલમાં આ મુજબના ફેશન ટ્રેન્ડ ધૂમ મચાવશે : સ્ટાઈલીશ દેખાવવા માટે આ મુજબની ફેશનને ફોલો કરો….

ચાલો જાણીએ 2021માં કઇ ફેશન સ્ટાઈલનું ચલણ સૌથી વધુ જોવા મળશે અને ક્યાં ટ્રેન્ડથી સ્ટાઈલીશ લૂક જોવા મળશે. ફેશનના શોખીન માટે આજનો આર્ટિકલ બહુ જ ઈન્ટરેસ્ટીંગ રહેશે તો છેલ્લે સુધી વાંચવાનું ભૂલતા નહીં.

સાલ 2020 કોરોનાના કારણે પરેશાનીથી ભરેલું છે પણ હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે નવું વર્ષ સારી રીતે પસાર કરવા માટે સૌ કોઈ ઉત્સુક છે. કોરોના કાળમાં લોકોને બહાર નીકળતા ડર લાગે છે અને હાથ મિલાવવાથી પણ લોકો દૂર ભાગે છે. ખરેખર 2020 આજીવન બધાને યાદ રહેશે.

હવે, અહીં વાત આપણે ફેશનની કરી રહ્યા હતા ત્યારે નવા વર્ષમાં નવા ટ્રેન્ડસ બહુ ચલણમાં આવવાના છે. ફેશન કોને પસંદ નથી! સૌ કોઈ સ્ટાઈલીશ દેખાવવા માટે મથતા રહે છે તો વાંચો આગળ એટલે નવા વર્ષમાં ફેશનની દુનિયા કેવી રહેશે એ પણ જાણી શકાય…

2021 માં ચલણમાં આવશે આ મુજબના ફેશન ટ્રેન્ડસ :

Image Source

ઓવરસાઈઝડ શોલ્ડરપેડ બોય જેકેટ્સ :

આ ફેશન સ્ટાઈલ 80 ના દશકથી માર્કેટમાં છે પરંતુ તેનો ટ્રેન્ડ હજુ પણ એવો જ છે. યંગ અને હોટ લૂક આપતી આ ફેશન ક્લાસિક ગર્લને વધુ પસંદ આવે છે. મોટા બ્લેઝરની સાથે લેધરનું શોર્ટ સ્કર્ટ, તો ક્યારેય પગમાં બુટ સાથે આ ફેશનને વધારે પસંદ કરવામાં આવે છે. દેખાવવામાં ભલે થોડું અજીબ લાગે પણ આ ફેશનને અમુક ગર્લ્સ ફેવરીટ લીસ્ટમાં રાખે છે. આ ફેશનને ફોલો કરવા માટે : જીન્સ સાથે  બોયનું જેકેટ પહેરો, જે ઓવરસાઈઝ હોવું જોઈએ. જુઓ તમે છવાય જશો…

Image Source

બ્લેક ફેસ માસ્ક :

કોરોના પછી માસ્ક તો જરૂરી બની ગયું એવી રીતે હવે માસ્ક ડેઈલી ફેશનમાં પણ નવા રંગરૂપમાં જોવા મળે છે. માસ્કમાં ફેશન આવી ગઈ છે કારણ કે કપડાને અનુરૂપ હવે માસ્ક પહેરવાની પ્રથા ચાલી રહી છે. એવામાં કોઇપણ કપડા સાથે બ્લેક કલરનું માસ્ક વધારે સારું લાગે છે. ફેશનની દુનિયામાં પણ બ્લેક માસ્ક બહુ આગળ નીકળી ગયું છે એટલે બ્લેક માસ્કને બધા માસ્ક કરતા વધારે પસંદ કરવામાં આવે છે. બોયઝ કરતા ગર્લ્સમાં બ્લેક માસ્ક વધારે ફેવરીટ બન્યું છે.

Image Source

હેડ સ્કાર્ફ :

પહેલા આ ફેશનને પાધડીના રૂપમાં ગણવામાં આવતી હવે તો આ ફેશનને અંગ્રેજી નામ મળી ગયું છે એટલે આ ફેશન પ્રચલિત બની છે. 2021 ની સાલમાં આફેશન વધારે ચાલશે કારણ કે ઠંડીની મૌસમ છે અને આમ પણ ગર્લ્સમાં જે ફેશન થોડો સમય ચાલે પછી એ કાયમ માટે રેગ્યુલર બની જતી હોય છે. 50 કે 60 ના દશકની આ ફેશન ફરી 2021માં ‘હેડ સ્કાર્ફ’ તરીકે બહુ ચાલવાની છે.

Image Source

પેસ્ટલ ટોન :

આ ફેશન આજકાલ સમય પર હાવી થઇ રહી છે. આઈસક્રીમના બધા ઠંડા કલર હવે ગરમીના દિવસોમાં કપડા માટે પણ બેસ્ટ છે. ઉનાળાની ગરમીમાં રાહત મેળવવા માટેની આ ફેશન બેસ્ટ છે. ગ્રીન, ક્રીમ, લવન્ડર જેવા કલર ઓવરસાઈઝડ કોટ કે જંપસુટ સાથે 2021 માં ફેશનેબલ દેખાવવા માટે આ ફેશન શૈલી બહુ જબરદસ્ત છે.

Image Source

યલો હેન્ડ બેગ :

ફેશનેબલ દેખાવવા માટે પ્રોફેશનલ લૂક આપે એવી એસીસરીઝ હોવી જરૂરી છે. કોઇપણ સીઝનમાં આકર્ષક દેખાઈ શકીએ છીએ જો આપણી પાસે ફેશન મુજબની અથવા ન્યુ ટ્રેન્ડની દેખાવડી આઈટમ ખંભે લટકતી હોય. એટલે કે અહીં વાત પર્સની ચાલી રહી છે. 2021ના ન્યુ યરમાં ફેશનની બાજી યલો પર્સ જીતી શકે છે. અને આપ પણ ફેશનેબલ તેમજ ટ્રેન્ડી દેખાવવા માટે યલો હેન્ડ બેગ ખરીદી શકો છો.

Image Source

લેન્થ બુટ :

જીન્સ સાથે  કે સ્કર્ટ સાથે કુલ દેખાવવા માટે ફૂલ લેન્થના બુટ પહેરો. તમને ક્લાસિક ફીલ આવશે અને અરીસામાં જોશો તો ખબર પડશે કે ફેશન કેવી લાગી રહી છે!! કોઇપણ ઉંચાઈની ગર્લ્સ લેન્થ બુટમાં સારી લાગે છે અને સ્કર્ટ સાથે બીગ લેન્થ બુટ આકર્ષક દેખાય છે. આ છે 2021 માં ન્યુ ફેશન ટ્રેન્ડ…

2021ના વર્ષની શરૂઆતથી જ છોકરીઓ આકર્ષક અને ફેશનેબલ દેખાવવા માટે અહીં જણાવેલ 6 ફેશનને પોતાના વીશલીસ્ટમાં એડ કરશે અને ફેશન ટ્રેન્ડ ફોલો કરશે…

આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અહીં અમે દરરોજ અવનવા આર્ટિકલ પોસ્ટ કરતા રહીએ છીએ.

#Author : Ravi Gohel

Leave a Comment