વર્ષ-2019માં આપણી વચ્ચેથી આ પ્રખ્યાત બોલિવૂડ અને રાજકારણની વ્યક્તિઓ વિદાય લઈ ગઈ

૨૦૧૯નું વર્ષ હવે પૂર્ણ થવાને આરે આવીને ઊભું છે. દરેક ચીજની શરૂઆત હોય છે, તેમ એનો અંત પણ હોય છે. જીવનનું પણ બિલકુલ એમ જ છે. જન્મ-મરણની ઘટમાળ વચ્ચે જે પાંગરે તેનું નામ જિંદગી. આ વર્ષે આપણી વચ્ચેથી, આપણા દેશમાંથી અમુક એવી વ્યક્તિઓ વિદાય લઈ ગઈ છે, જેણે અનેક લોકોના હ્રદયમાં સ્થાન જમાવ્યું હતું.

અહીઁ એ વિશે જ માહિતી આપવામાં આવી છે. નીચે આપેલ માહિતી એ ૧૦ વ્યક્તિ વિશે છે, જેમનું ૨૦૧૯માં નિધન થયું છે. અમુક સેલિબ્રિટી છે તો અમુક રાજકારણ સાથે સંકળાયેલ મહાનુભાવો છે. આવો જાણીએ : 

(1) રાજકુમાર બરજાત્યા —

ફિલ્મકાર સુરજમલ બરજાત્યાના પિતા તરીકે જ રાજકુમારની ઓળખ બને છે તેવું નથી. તેમની ખુદની પણ એક ઉચ્ચ ગજાના ફિલ્મકાર તરીકે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ હતી. હમ આપકે હૈ કોન?, હમ સાથ-સાથ હૈ, પ્રેમ રતન ધન પાયો અને વિવાહ જેવી ફિલ્મોનું નિર્માણ તેમણે પુત્ર સુરજમલ બરજાત્યા સાથે મળીને કર્યું હતું. ‘વિવાહ’ અને ‘હમ આપકે હૈ કોન?’ – આ બંને ફિલ્મોએ તો દર્શકોના મનમાં આજે પણ સજ્જડ પકડ જમાવી રાખી છે. ૨૧ ફેબ્રુઆરીના રોજ હાર્ટ એટેકના લીધે તેમનું નિધન થયું હતું. કહેવાય છે, કે રાજકુમાર સલમાન ખાનના અંગત સબંધી હતા. તેમની સ્મશાનયાત્રા વખતે સલમાન ખાન પણ રડી પડેલ.

(2) મનોહર પારિકર —

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ રક્ષામંત્રી રહી ચૂકલ મનોહર પારિકરનું ૧૭ માર્ચના રોજ નિધન થયું. તેઓ આંતરડાના કેન્સરથી પીડિત હતા. દેશના ટોચના પાવરફૂલ પોલિટિકલ પર્સન્સમાં ટોચનું સ્થાન ધરાવતા મનોહર પારિકરની સજ્જનતા, સાદાઈ, વિનમ્રતા, અડગતા અને કરૂણાસભર માનવતાએ લાખો લોકોના હ્રદયમાં સ્થાન મેળવ્યું હતું. હાઇલી એજ્યુકેટેડ પર્સન તરીકે મનોહર પારિકરની ગણતરી થતી. તેમના નિધનના સમાચારથી લાખો ભારતવાસીઓની આંખ ભીની થયેલી.

(3) શીલા દીક્ષિત —

લોકો શીલા દીક્ષિતને દિલ્હીની લાંબાગાળાની પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે યાદ રાખશે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. દેશભરમાં તેમની છબી ચર્ચાસ્પદ રહેલી. ૮૧ વર્ષની ઉંમરે હ્રદયરોગના હુમલાને કારણે ૨૦ જુલાઇના રોજ તેમણે પ્રાણ છોડ્યાં.

(4) વિદ્યા સિન્હા —

આ વર્ષે ૧૫મી ઓગસ્ટના દિવસે બોલિવૂડની નોંધપાત્ર એક્ટ્રેસ વિદ્યા સિન્હાનું અવસાન થયું. પતિ-પત્ની, છોટી સી બાત અને રજનીગંધા ફિલ્મોને તેમની કારકિર્દીની નોંધપાત્ર ફિલ્મો ગણવામાં આવે છે. એ પછી એમણે કેટલીક ટીવી સિરીયલોમાં પણ કામ કરેલું.

(5) સુષ્મા સ્વરાજ —

૬ ઓગસ્ટના દિવસે ભારત સરકાર દ્વારા કાશ્મીરને વિશેષાધિકારો આપતા આર્ટિકલ-૩૭૦ને હટાવવાનો અભૂતપૂર્વ ગણી શકાય એવો નિર્ણય લેવામાં આવ્યો. એ પછી સાંજે દેશના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટર પર ટ્વીટ કર્યું : ‘હું આ દિવસની રાહ જોઈ રહી હતી, પ્રધાનમંત્રીજી તમારો આભાર!’ એ પછીની થોડીવારમાં સમાચાર આવે છે કે સુષ્મા સ્વરાજ હવે આ દુનિયામાં નથી રહ્યાં! વિદેશમંત્રી તરીકે તેમણે આપેલી સેવા ભારતના વિદેશમાં રહેતા નાગરિકો માટે ચિરસ્મરણીય રહેવાની. આખો દેશ એ રાત પૂરતો ગમગીન બની ગયેલો. 

(6) અરૂણ જેટલી —

ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષમાં ત્રણ ધુરંધર નેતાઓ ખોયા છે. જેમાં મનોહર પારિકર, સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલીનો સમાવેશ થાય છે. ૨૪ ઓગસ્ટના રોજ કિડનીની બિમારીથી પીડિત અરૂણ જેટલીએ દિલ્હી એઇમ્સ હોસ્પિટલમાં દેહ છોડ્યો ત્યારે ભારતને એક ઉમદા રાજનીતિજ્ઞની ખોટ પડી. નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ ઇનિંગમાં તેમણે નાણામંત્રીની ભૂમિકા નિભાવેલી. મનોહર પારિકર ગોવાના મુખ્યમંત્રી બન્યા એ પછી તેઓ રક્ષામંત્રી તરીકે પણ રહેલા.

(7) વિજૂ ખોટે —

બોલિવૂડની કાલજયી ફિલ્મોમાં સમાવિષ્ટ ‘શોલે’માં કાલીયાનો રોલ ભજવનાર તરીકે વિજૂ ખોટેનું નામ અમર થઈ ગયું છે. તેમણે અંદાજે ૩૦૦ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

(8) વીરુ દેગવણ —

અજય દેવગણના પિતા અને પ્રખ્યાત બોલિવૂડ ડાયરેક્ટર વીરુ દેવગણનું નિધન ૨૭ મેના રોજ થયું. લાંબા વખતથી તેઓ બિમાર હતા. સ્ટન્ટમેન અને એક્શન કોરિયોગ્રાફર તરીકે પણ તેમણે કામ કરેલું.

(9) ગિરીશ કર્નાડ —

એક્ટર, ડાયરેક્ટર અને લેખક તરીકે કામ કરી ચૂકેલ ગિરીશ કર્નાડનું નિધન ૧૦ જૂનના રોજ થયું. દર્શકોએ છેલ્લી વાર તેમને ‘ટાઇગર જિંદા હૈ’માં જોયેલ. તેઓ એક ઉત્તમ લેખક પણ હતા. તેમને મળેલ ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ આ વાતની સાબિતી છે. આ ઉપરાંત તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ વડે પણ નવાજવામાં આવેલ.

(10) રામ જેઠમલાણી —

૮ સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત વકીલ રામ જેઠમલાણીનું નિધન થયું. દેશના ઉચ્ચ કોટિના વકીલોમાં તેમનો સમાવેશ થતો હતો. અનેક હાઇ-પ્રોફાઇલ કેસો તેમણે લડ્યા હતા. પૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની હત્યા કરનારાનો કેસ પણ તેમણે લડ્યો હતો.

આશા છે કે, આપને આ માહિતીપ્રદ લેખ પસંદ પડ્યો હશે. આવી જ અવનવી જ્ઞાનસભર માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ અને વેબસાઇટની નિયમિત મુલાકાત લેવાનું ચૂકશો નહી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

~કૌશલ બારડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *