બોલીવુડ એક્ટર ચંકી પાંડે ની છોકરી અને ઍક્ટ્રેસ અનન્યા પાંડે નવા વર્ષ ની વધામણી માંટે માલદ્વીપ ગયા છે. જ્યાં તે પોતાનું વેકેશન ખૂબ એન્જોય કરી રહી છે. પોતાની ખૂબસૂરતી અને અદા થી લોકો ને દિવાના કરતી અનન્યા પાંડે નું બોલીવુડ ની એવી ઍક્ટ્રેસ ના નામ માં શામેલ છે જે સોશિયલ મેડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ ફેન ફોલોઇંગ છે. અનન્યા ને ચાહવા વાળા લોકો તેમના ફોટો ની ખૂબ જ રાહ જોતાં હોય છે. માંલદ્વીપ ના વેકેશન ના ફોટા સોશિયલ મેડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.
View this post on Instagram
અનન્યા એ માલદ્વીપ ના વેકેશન ની કેટલીક તસવીર પોતાના ઓફીસિયલ અકાઉંટ પર શેર કરી છે. જેમા તે હોટ દેખાય છે. તેમની તસવીર ને લોકો ન તો ફક્ત પસંદ કરે છે પણ પ્રેમ પણ એટલો જ આપી રહ્યા છે.
તેમની તસવીર પર થી એવું લાગે છે કે તેમણે માંલદ્વીપ ને ખૂબ જ સારી રીતે એક્સપ્લોર કર્યું છે. બિકિની પહેરી ને તે બીચ પર ચીલ આઉટ કરી રહી છે. આ ફોટો ને કારણે તે ન્યુસ માં જ રહી છે.
View this post on Instagram
અનન્યા પોતાના લેટેસ્ટ ફોટા માં બિકિની પહેરી ને સમુદ્ર કિનારે બેઠી છે. તે આનંદ લઈ રહી છે. આ સિવાય કેટલાક ફોટો માં તે આનંદ માં દેખાઈ રહી છે અને સાથે જ બર્ગર ખાતી પણ નજર આવે છે. અનન્યા ના ફેન્સ તેની હોટ તસવીર પર ન તો ફક્ત લાઇક કરે છે પણ સાથે કમેંટ પણ કરે છે. તેમનો આ ખૂબસૂરત અંદાજ બધા ને દીવાનો બનાવી રહ્યો છે.
અનન્યા એક એવી ઍક્ટ્રેસ છે કે જે ફિલ્મ માં આવતા પહેલા જ લોકો તેને પસંદ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં તેમના ચાહવા વાળા માં અમુક એવા પણ છે કે જે તેને સ્ટોક કરે છે. જેના કારણે સોશિયલ મીડિયા પર તેના ફેન્સ ની ભરમાર છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ચુલબુલી અને નટખટ દેખાતી અનન્યા પાંડે ફિટનેસ ને લઈ ને ખૂબ જ સિરિયસ છે. અને તે પોતાના સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખે છે. તેમને હમેશા જિમ ની બહાર જોવા માં આવે છે. ફિટ રહેવા માંટે તે કલાકો સુધી જિમ માં પરસેવો પાડે છે. પણ માલદ્વીપ પર તે બધુ જ ભૂલી ને એન્જોય કરી રહી છે.
જાણકારી એવી પણ મળી છે કે અનન્યા ની સાથે ઇશાન ખટ્ટર પણ માલદ્વીપ પર જોવા મળ્યા છે. શાહિદ કપૂર ના ભાઈ ઇશાન એ પણ માલદ્વીપ પહોંચ્યા પછી તેમણે પોતાના ફોટો શેર કર્યા. જે પોતાની બોડી બતાવી રહ્યા છે. અનન્યા અને ઇશાન 2020 માં ‘કાલી-પીલી’ ફિલ્મ માં સાથે કામ કર્યું છે. જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીસ થઈ હતી.
અનન્યા ના કામ વિશે વાત કરીએ તો 2019 માં તેમણે પહેલી ફિલ્મ કરી હતી. તેમની પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માં કામ કર્યું હતું. જેમા ટાઇગર શ્રોફ અને તારા સુથારીયા પણ હતા. તેમણે પોતાની ફિલ્મ થી સફળતા મેળવી હતી. તે સિવાય તેમણે ‘પતિ પત્ની ઔર વો’ અને કાલી પીલી માં કામ કર્યું છે. એવા ન્યુસ પણ છે કે તે જલ્દી જ દિપીકા પાદુકોણ અને સિદ્ધાર્થ ચતુર્વેદી સાથે શુકન બત્રા ની એક મૂવી માં જોવા મળશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team