સ્ટાઇલ ની બાબત માં બોલીવુડ ની અભિનેત્રી કરતાં સાઉથ ની આ હિરોઈન પણ ટક્કર આપે તેમ છે

બોલીવુડ ઍક્ટ્રેસ હમેશા સ્ટાઇલ અને ફેશન ને લઈ ને છવાયેલી હોય છે. પણ સાઉથ ની હિરોઈન પણ કઈ ઓછી નથી.

Image Source

સાઉથ ની એવી ઘણી હિરોઈન જે પોતાના એક્ટિંગ ની સાથે ફેશન ને લઈ ને પણ છવાયેલી છે. આ ખૂબસૂરત ઍક્ટ્રેસ બોલીવુડ ની ટોપ હિરોઈન ને પણ ટક્કર આપે છે. સોશિયલ મીડિયા પર આ ઍક્ટ્રેસ ના લુક અને સ્ટાઇલ ને લઈ ને ખૂબ જ તારીફ થાય છે. ખાસ વાત તો એ છે કે મોર્ડન લુક ની સાથે તે ટ્રેડીશનલ લુક પણ કેરી કરે છે. આ ઍક્ટ્રેસ નો સ્ટાઇલીસ્ટ અંદાજ તમે પણ ફોલો કરી શકો છો.

કાજલ અગ્રવાલ

Image Source

સાઉથ ની ઍક્ટ્રેસ કાજલ અગ્રવાલ અત્યારે પોતાના લગ્ન ને લઈ ને ખૂબ જ ચર્ચા માં જ છે. સાઉથ ઇંડસ્ટ્રી ની સાથે સાથે તે બોલીવુડ માં પણ ઘણી ફિલ્મો આવી ચૂકી છે. સ્ટાઇલ ની વાત કરીએ તો તે મોર્ડન લુક ની સાથે સાથે ટ્રેડીશનલ લુક માં પણ સારી લાગે છે. કાજલ સાઉથ ઇંડસ્ટ્રી માં પોતાની યુનિક સેન્સ ઓફ સ્ટાઇલ ની માંટે જાણીતી છે. ત્યાં જ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ વધુ છે. તે પોતાના ફેન માંટે પોતાના વિડિયો અને ફોટા શેર કરે છે.

કીર્તિ સુરેશ

Image Source

કીર્તિ સુરેશ ફેશન અને સ્ટાઇલ ની બાબત માં આગળ રહી છે. એટલે જ તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અને ફેન્સ માંટે ખૂબસૂસરત એવી તસવીર પણ શેર કરે છે. જો કે સોશિયલ મેડિયા પર તે એથનિક લુક માં જ ફોટો વધુ મૂકે છે. ક્યારેક સાડી તો ક્યારેક ડ્રેસ માં પોતાની ખૂબસૂરતી નો દીદાર કરે છે. તેમની તસવીર પર થી તમે અંદાજો લગાવી શકો છો કે તેઓ ને એથનિક લુક વધુ પસંદ છે અને તે ખૂબ સુંદર પણ દેખાય છે.

તુષા કૃષ્ણન

Image Source

સાઉથ ની ફેમસ ઍક્ટ્રેસ તૃષા એક્ટિંગ ની સાથે સાથે સ્ટાઇલ ની બાબત માં પણ કોઈ ના થી પાછળ નથી. તેમના ફોટો જોઈને તમને અંદાજો આવી જ ગયો હશે કે તેઓ ને બધી જ જાત ના આઉટફિટ પહેરવા ખૂબ જ પસંદ છે. કોઈ સામાન્ય કપડાં હોય કે ટ્રેડીશન લુક હોય બધા ને તે સારી રીતે કેરી કરે છે. તેમની ખૂબસૂરત અદા થી તે બધા નું દિલ જીતી લે છે.

નયનતારા

Image Source

નયનતારા સાઉથ ની સૌથી મોંઘી ઍક્ટ્રેસ માનવામાં આવે છે. ફેન્સ પડદા પર તેમની ડિસન્ટ ફેશન ના ખૂબ જ દિવાના છે. નયનતારા ટ્રેડીશનલ લુક ની સાથે સાથે વેસ્ટર્ન લુક માં પણ આકર્ષક લાગે છે. નયનતારા ને સોબર મેકઅપ અને કર્લ હેરસ્ટાઇલ વધુ પસંદ છે. સોશિયલ મીડિયા પરની તેમની તસવીર જોઈને તમે અંદાજો લગાવી શકો છો. આ અભિનેત્રી પોતાના આઉટફિટ ની સાથે સાથે જ્વેલરી પણ પહેરવાનું પસંદ કરે છે.

તમન્ના ભાટિયા

Image Source

સાઉથ ઇંડસ્ટ્રી ની સાથે સાથે બોલીવુડ માં પણ ફેમસ થઈ ગયેલી આ હિરોઈન ફેશન અને સ્ટાઇલ ને લઈ ને સજાગ રહે છે. તમન્ના ઇંડિયન હોય કે વેસ્ટર્ન બધા જ આઉટફિટ માં સારી લાગે છે. એરપોર્ટ લુક હોય કે કોઈ ઇવેંટ સ્ટાઇલીસ્ટ સ્ટેટમેંટ ના લીધે હમેશા ચર્ચા માં રહે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Fakt Gujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *