ઉનાળામાં જો તમે આ વિશેષ ચટણી બનાવીને ખાશો, તો ભોજનનો સ્વાદ બમણો થશે

Image Source

જો તમે જૂના પ્રકારની ચટણી ખાઈને કંટાળી ગયા હોય અને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરવા ઈચ્છો છો, તો આ લેખમાં જણાવેલી ચટણી જરૂર અજમાવો.

ચટણી સાથે ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે. જો શાક મનગમતું ન હોય પણ મસાલેદાર ચટણી સાથે હોય,તો પણ ભોજન સ્વાદિષ્ટ લાગે છે. તો આજની રેસિપિમાં, અમે તમને એક ખાસ ચટણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને ઉનાળામાં બનાવવામાં આવે છે. આ ચટણી ખૂબ જ અલગ પ્રકારની છે પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ ચટણી ફક્ત એક જ વાર બનાવવાનો પ્રયત્ન કરો, મને ખાતરી છે કે તમે જૂની ચટણીને છોડીને રોજ ફક્ત આ જ ચટણી બનાવશો. આ ચટણી એટલી સ્વાદિષ્ટ છે કે તેનો સ્વાદ જીભ પર રહે છે. ચાલો તેને બનાવવાની સરળ રેસીપી વિશે જાણીએ.

બનાવવાની રીત:

Image Source

 • સૌપ્રથમ તેને બનાવવા માટે ડુંગળીની છાલ ઉખાડીને યોગ્ય રીતે ધોઈ લો. સાથે કેરીને કાપીને પણ ધોઈ લો. તમારે ડુંગળી એટલી જ લેવાની છે, પરંતુ ખટાશ મુજબ કેરીનું પ્રમાણ વધારી કે ઘટાડી શકો છો.
 • ત્યારબાદ બધી ડુંગળીને લાંબી કાપી લો અને કેરીને નાના ટુકડામાં કાપી લો. પછી લસણની કળીઓના ફોતરા કાઢી ધોઈ લો.
 • હવે આખી મરચી લઈને તેના ટુકડા કરી લો અને તેને કોઈ એક વાસણમાં નાખીને તેમાં થોડું પાણી નાખો. મરચી યોગ્ય રીતે પાણીમાં ડૂબી જાય તેટલું પાણી હોવું જોઈએ. ત્યારબાદ તેને એક થી બે મિનિટ માટે ઉકાળો. ઉકાળવાથી મરચી નરમ થઇ જશે. તેનાથી ચટણીનો કલર સારો આવે છે. ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો.

Image Source

 • ત્યારબાદ મિક્સર નું જાર લઈને તેમાં લાલ મરચું, કાચી કેરી, લસણ અને મીઠું નાખીને તેને પીસી લો. તમારે તેને કરકરું પિસવું. પછી તેમાં ડુંગળી નાખીને પીસી લો. તેને પણ તમારે બારીક પિસવાનું નથી. તમારી ચટણી તૈયાર છે.
 • જો તમે તેને સાદા ભોજન સાથે ખાશો, તો તમારા ભોજનનો સ્વાદ બમણો થઇ જશે. તમે પણ ઉનાળાની આ ખાસ ચટણી બનાવીને જરૂર અજમાવો.

ખાસ ચટણી રેસીપી કાર્ડ:

 • કૂલ સમય – ૧૦ મિનિટ
 • તૈયારીનો સમય – ૫ મિનિટ
 • રસોઈ નો સમય – ૫ મિનિટ
 • પીરસવાનું – ૪
 • રસોઈ સ્તર – નીચું
 • કોર્સ – ભૂખ ઉઘાડનાર
 • કેલેરી – ૪૦
 • ભોજન – ભારતીય
 • લેખક – પૂજા સિંહ

સામગ્રી:

 • ડુંગળી – ૩ મોટી
 • કાચી કેરી – ૧ નાની
 • લસણ – ૪ કળી
 • આખી લાલ મરચી – ૮ થી ૧૦
 • મીઠું – સ્વાદ મુજબ

Image Source

રીત:

સ્ટેપ 1.

ચટણી બનાવવા માટે દરેક વસ્તુને ધોઈને છોલી લો.

સ્ટેપ 2.

ત્યારબાદ તેને નાના નાના ટુકડામાં કાપી લો.

સ્ટેપ 3.

હવે આખી મરચી ને થોડીવાર માટે ઉકાળી લો.

સ્ટેપ 4.

ત્યારબાદ મિક્સરના જારમાં દરેક વસ્તુને મિક્સ કરીને પીસી લો.

સ્ટેપ 5.

તમારી સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે. તમે આ ચટણી જરૂર અજમાવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *