શરદી ખાંસીથી તૈયારીમાં છુટકારો મેળવવા માટે સેવન કરો ‘બેસન નો શિરો’ આ પ્રકારે બનાવો સૌથી જૂની આ રેસિપી

Image Source

બેસન નો શીરો ખૂબ જ વર્ષો જૂની રેસીપી છે જે શરદી અને ખાંસી ને દુર કરવા માટે ખૂબ જ મદદરૂપ છે. આ નુસખા લક્ષણોને ઓછા કરવા માટે અને તેમાં રાહત આપવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

શિયાળાનું વાતાવરણ લગભગ દરેક વ્યક્તિને ખૂબજ ફેવરિટ હોય છે પરંતુ સૌથી વધુ તકલીફ તે લોકોને થાય છે જે વાતાવરણ બદલાવાની સાથે શરદી ખાંસીની ઝપેટમાં આવી જાય છે. ખરેખર વાતાવરણ બદલાતા જ આપણી રોગપ્રતિકારક શક્તિ કમજોર થવા લાગે છે તે જ સમયે આપણને વાતાવરણની શરદી ખાંસી થવાનું જોખમ ખૂબ જ વધુ રહે છે. પરંતુ શરદી ખાંસી થવી એ એક સામાન્ય બાબત છે જેનો સામનો લગભગ દરેક વ્યક્તિ કરે છે અને તેનાથી દૂર રહેવા માટે ઘણાં પ્રકારના ઘરેલુ ઉપચાર પણ અજમાવે છે.

ભલે પછી તે એક ચમચી આદુનો રસ હોય કે પછી તુલસીનો કાઢો આ પારંપરિક વ્યંજન આપણને શરદી ખાંસીમાં રાહત આપવા માટે ખૂબ જ ઉપયોગી છે અને તે આપણને ખૂબ જ સારો અનુભવ પણ આપે છે. એવામાં એક વધુ ઉપાય છે બેસન નો શીરો જે ખૂબ જ સ્વાદિષ્ટ અને અસરદાર ઘરેલુ ઉપાય છે શરદી ખાંસી માંથી ની જાત મેળવવા માટે આ નુસખો ખૂબ જ પ્રભાવી અને અસરકારક માનવામાં આવ્યો છે.

વિશેષજ્ઞો જણાવે છે કે આદુ, કાળા મરી, હળદર અને તેમાં ઉપસ્થિત ઘણા ઘટક આપણા શરીરને મજબૂત બનાવે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. આ દવાઓ આપણા શરીરમાં એન્ટી બેક્ટેરિયલ અથવા એન્ટીવાયરલની જેમ કામ કરે છે એવામાં જ્યારે આપણે તેનું સેવન કરીએ છીએ ત્યારે ગળામાં થતી બળતરા, નાક બંધ થઇ જવાની સમસ્યા અને યોગ્ય રીતે શ્વાસ લેવામાં રાહત મળે છે.

Image Source

પંજાબ ની રેસીપી છે બેસન નો શીરો

પંજાબની આ ખૂબ જ વર્ષો જૂની રેસિપીમાં જરૂરી ઘટકોમાં બેસન, ઘી, દૂધ, હળદર અને કાળા મરી હોય છે. જ્યાં હળદર તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે અને ઘી તથા ગોળ શરીરને ગરમાવો આપવા માટે ખૂબ જ જાણીતા છે. ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભો સાથે એક પ્રકારનો ગાઢો પેય છે. ગળું તથા અન્ય લક્ષણોથી ની જાત મેળવવા માટે તેને ગરમ ગરમ પીવું જોઈએ. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે ઈચ્છો તો ખાંડ અથવા ગોળ ઉમેરી શકો છો.

Image Source

બેસનના શીરાના સ્વાસ્થ્યથી જોડાયેલા ફાયદા

આ રેસિપીમાં ત્રણ ઘટકો બેસન, હળદર અને કાળા મરી ઉપસ્થિત છે જેના ઘણા ફાયદા જોવા મળે છે.

કાળા મરી એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે તે પોષક તત્વોનું અવશોષણને વધારવાની સાથે જ આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે દુખાવો થવા પર જો કાળા મરીનું સેવન કરવામાં આવે તો દુખાવામાં ખૂબ જ આરામ મળે છે.

ત્યાં જ હળદરમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. જે શરીરની શરદી-ખાંસી સામે લડવા માટે ક્ષમતા પ્રદાન કરે છે.

બેસન માટે તે એન્ટી ઓક્સીડંટ નો એક પાવર હાઉસ છે જે નાકના માર્ગને ખોલવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે તે વિટામિન બી 1 નો ખૂબ જ સારો સ્ત્રોત પણ છે જે થાકને દૂર કરીને આપણી અંદર ઉર્જાનો સંચાર કરે છે.

Image Source

બેસન નો શીરો બનાવવાની રીત

  • સૌપ્રથમ બેસન નો શીરો બનાવવા માટે ભારે તળિયાવાળી નોનસ્ટીક પેન લો અને તેમાં ઘી ગરમ કરો.
  • હવે તેમા બેસન નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
  • ત્યારબાદ તેમાં ધીમે ધીમે ગરમ દૂધ નાખો. તેને સતત હલાવતા રહો ગાંઠ ન પડે તેનું ખાસ ધ્યાન રાખો.
  • ત્યારબાદ તેમાં હળદર, પીસેલા કાળા મરી, ઈલાયચી પાવડર અને સમરેલો ગોળ નાખો અને તેને બરાબર હલાવો.
  • તેને 5 મીનિટ સુધી ફેંટો અને થોડીક જ વારમાં શિરો ગાઢો થવા લાગસે.
  • તેને ગરમ ગરમ પીરસો અને ખાવ.

શિયાળાની ઋતુમાં શરદી-ખાંસી દૂર કરવા માટે બેસન નો શીરો સ્વાદિષ્ટ અને ખૂબ જ અસરકારક નુસખાઓ છે તે સંક્રમણ અને ફ્લૂથી પણ સુરક્ષા આપે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment