માત્ર 2 જ દિવસમાં તમારા કાળા હોઠ બની જશે ગુલાબી, અજમાવો આ ઉપાય…

અત્યારે છોકરો હોય કે છોકરી સુંદર, આકર્ષણ અને બધા તેને પસંદ કરે એવું જ ચાહતા હોય છે. આપણો ચહેરો ભલે ગમે એટલો સુંદર હોય પણ હોઠ કાળા હોય તો એ આપણા ચહેરાને થોડો ઓછો ખીલેલો લાગે છે એવું લોકોનું માનવું છે. આ ઋતુમાં આપણા હાથ, પગ, ચામડી, એડી ફાટવાની સમસ્યા વધારે હોય છે. તેની સારસંભાળ ન કરવામાં આવે તો એ કાળા પણ પડી જતા હોય છે. તેવી જ રીતે આપણા હોઠ પણ કાળા પડી જતા હોય છે. તો કાળા પડી ગયેલા અને સુકા રહેતા હોઠ માટે આજે અમે ખુબ જ સારો અને સરળ ઉપાય લઈને આવ્યા છીએ.

બીટ

બીટને આરોગ્યમાં ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. તેને ખાવાથી ક્યારેય પણ લોહીની ઉણપ નથી થતી અને બીટનો રંગ ગુલાબી હોઈ છે, તેને હોઠ પર લગાવવાથી કુદરતી રીતે ગુલાબી કરી શકાયછે. બીટને સુકવીને તમે તેનું સ્ક્રબ જેવું તૈયાર બનાવી શકો છો. રોજ આ સ્ક્રબને પોતાના હોઠ પર લગાવવું. આ સ્ક્રબને હોઠ પર લગાવવાથી હોંઠ ગુલાબી થઈ જાય છે.

આવી રીતે તૈયાર કરવું સ્ક્રબ

એક બીટને કાપીને ધોઈ લેવું અને તેને થોડા દિવસ માટે તડકામાંમાં રાખી દેવું. જ્યારે તે સરખું સુકાય જાય તો તેને પીસીને એક પાઉડર તૈયાર કરી લેવો. ત્યારપછી ખાંડને પીસી લેવી અને તેમાં આ પાઉડર મિક્સ કરી દેવો. આ સ્ક્રબને ડબ્બામાં બંધ કરીને રાખી દેવુ અને જ્યારે તમે સ્ક્રબ વાપરો છો ત્યારે તેમાં ગ્લિસરીન નાખીને તેને હોઠ પર લગાવવું. હળવા હાથોથી આ સ્ક્રબને તમે 2 મિનિટ સુધી ઘસો અને પછી પાણીથી ધોઈ લેવા. તેને સાફ કરતા જ તમારા હોઠ ગુલાબી થઈ જશે જે લાંબા સમય સુધી રહેશે.

ચોખા

ચોખાની મદદથી પણ હોઠો ના કાળા પણાને દૂર કરી શકાય છે. થોડા ચોખા લઇને તેને સારી રીતે પીસી લેવા. પછી તેની અંદર વેસેલિન નાખીને સ્ક્રબ તૈયાર કરી લેવું. આ સ્ક્રબને તમે હોઠો પર 3 મિનિટ સુધી ઘસો. આવું કરવાથી હોઠ પરનું કાળાપણું દૂર થઈ જશે અને હોઠ ચમકવા લાગશે અને એકદમ મુલાયમ પણ થઈ જશે.

ગુલાબ

ગુલાબના થોડા ફૂલલઇને તેમના પાન તોડી લેવા અને પછી આ પાનને ધોઈને સુકવી દેવા. જ્યારે આ પાન સારી રીતે સુકાય જાય તો તેમને પીસી લેવા. ત્યારબાદ થોડી ખાંડને પણ મોટી મોટી પીસી લેવી અને આ પીસાયેલા પાઉડરને ગુલાબના પાનના પાઉડર સાથે મિક્સ કરી લેવા. આ મિશ્રણમાં તમે થડું મધ નાખીને સ્ક્રબ તૈયાર કરી શકો છો અને આ સ્ક્રબને તમે તમારા હોઠ પર હળવા હાથોથીઘસો. આ સ્ક્રબનો પ્રયોગ કરવાથી શિયાળામાં હોઠનથી ફાટતા અને કાળાપણું પણ દૂર થઇ જાય છે.

ઉપર બતાવેલ વસ્તુ સિવાય રોજ રાત્રે સુતા પહેલા તમારા હોઠ પર બદામનું તેલ પણ લગાવવું. બદામના તેલમાં વિટામિન e હોય છે. જે ચામડીને ગોરી કરી દે છે અને હોઠોની ચામડી હંમેશા મુલાયમ બની રહે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment