કપડાંને સુગંધીત બનાવવા ઉપરાંત એક્સપાયરી ડેટ વાળા પરફયુમનો આ 10 રીતે પણ ઉપયોગ માં લઇ શકાય છે 

Image Source

આવો જાણીએ કપડા ની દુર્ગંધ દૂર કરવા સિવાય તમે કયા 10 રીતે એક્સપાયરી  પરફયુમ નો ઉપયોગ કરી શકો છો.

કપડા માં આવતી પરસેવાની દુર્ગંધ કે પછી વરસાદના ભેજના લીધે આવતી દુર્ગંધને દૂર કરવા માટે પરફયુમ  નો ઉપયોગ તમે બધા એ ક્યાંકને ક્યાંક તો જરૂર કર્યો હશે. એમ કહીએ તો આ પરફયુમ  હવે આપણી માટે માત્ર ફેશન અને સ્ટેટ્સને બતાવવા માટે જ નહીં પરંતુ આપણી જરૂરત થઈ ગયું છે. અને હોય પણ કેમ નહીં. કોણ દુર્ગંધવાળા કપડા પહેરવાનું પસંદ કરે છે અને જ્યારે ગરમીનું વાતાવરણ હોય ત્યારે તમે ક્યાંક દૂર ટ્રાવેલિંગ કરી રહ્યા છો ત્યારે ખાસ કરીને તમારી માટે આ એક આવશ્યક વસ્તુની જેમ હોય છે. 

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી જરૂરત માં એક પરફ્યુમ ન માત્ર તમારા રોજના કપડાની દુર્ગંધને દૂર કરે છે પરંતુ તેનો ઉપયોગ તમે અન્ય ઘણી જગ્યાઓ પર અને ઘણી સમસ્યાઓના સમાધાન માટે પણ કરી શકો છો. એટલું જ નહીં તમે એક્સ્પાયર થઇ ગયેલા પરફયુમનો ઉપયોગ પણ બીજા અન્ય ઘણા ઉપાયોમાં કરી શકો છો આવો જાણીએ કેવી રીતે એક્સપાયર પરફયુમ  નો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે.

Image Source

1 રૂમ ફ્રેશનર ની જેમ કરો ઉપયોગ

તમારા ઘરના રૂમમાં ઘણી વખત અજીબ ની દુર્ગંધ આવવા લાગે છે ઘણી વખત વરસાદના ભેજને કારણે અથવા તો ઘણી વખતે અન્ય ચીજવસ્તુઓની દુર્ગંધ તમને હેરાન કરી શકે છે. આમ તો આ દુર્ગંધને દૂર કરવા માટે રૂમ ફ્રેશનર જોઈએ પરંતુ જો તમારી પાસે રૂમ ફ્રેશનર નથી તો તમારા પસંદગીના પરફયુમનો ઉપયોગ કરો અને રૂમની દુર્ગંધને દૂર કરો.તેની માટે તમે એક્સપાયર થઈ ગયેલા પરફયુમનો ઉપયોગ પણ કરી શકો છો.

Image Source

2 બુટની દુર્ગંધ દૂર કરવા

અરે આ શું થયું તમે રાત્રે બુટ સાફ કરવાનું જ ભૂલી ગયા અને આજે ઓફિસમાં જરૂરી મિટિંગ પણ છે તો વાર શેની પોતાના એક્સાઈટ થઈ ગયેલા પરફયુમને બુટની અંદર ના ભાગમાં પ્રેમ કરો અને તેને મોજાની સાથે પહેરો તમે વિશ્વાસ કરો કે બુટ ની અંદર આવતી સ્મેલ આ પરફયુમથી ખૂબ જ દૂર જતી રહેશે.

Image Source

3 ચટ્ટાઇ ની સફાઈ કરતી વખતે કરો ઉપયોગ

 જ્યારે તમે તમારી ચટ્ટાઇ ની સફાઈ કરી રહ્યા છો ત્યારે પરફયુમ  નો ઉપયોગ કરી શકો છો જ્યારે તમે ચટ્ટાઇ ને સાફ કરો છો ત્યારે ઉપર પરફયુમ માં ડુબાડેલું રૂ નાખો જ્યારે તમે તેને વેક્યુમ થી સાફ કરશો ત્યારે તે પરફ્યુમની સુગંધ આપશે. ચટ્ટાઇની સફાઈમાં તમે બેકિંગ સોડા પણ નાખી શકો છો. તમે ડાયરેક્ટ જ ચટ્ટાઇ ઉપર કોઈ પરફયુમ  સ્પ્રે કરીને તેમાં વેક્યુમ કરી શકો છો જેનાથી ચટ્ટાઇ ની દુર્ગંધ દૂર થઈ જશે.

Image Source

4 કપડાંના ડ્રોઅરની ગંધ દૂર કરો

લાકડા ના ડ્રોવર માં ખાસ કરીને વરસાદની ઋતુમાં ભેજ ની ગંધ આવવા લાગે છે.તેની માટે તમે ડ્રોવરને સંપૂર્ણ ખોલીને તેમાં પરફયુમ સ્પ્રે કરો. આ ભેજ અને દુર્ગંધને સૂકવવામાં મદદ કરશે તમે ઈચ્છો તો પરફયુમ માં ડુબાડેલું રુ કપડાની તિજોરીમાં અને ડ્રોવરની વચ્ચે મૂકી શકો છો.તેનાથી કોઈપણ પ્રકારની દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે.

.

Image Source

5 ગાદલા ની દુર્ગંધ દૂર કરો

તમારા પલંગમાં ખાસ કરીને ગાદલામાં એક અજીબ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે તે કોઈ પણ કારણે થઈ શકે છે કારણ કે લગભગ તમે તમારી ચાદર ને સાફ કરી લો છો પરંતુ ગાદલા સાફ કરી શકતા નથી, તેથી જ ગાદલા અને દુર્ગંધ દૂર કરવા માટે તેના ચારેય તરફ એક્સપાયરી પરફયુમ સ્પ્રે કરો તેનાથી થોડીક જ મિનિટમાં મેલ દૂર થઈ જશે અને તમને ખુશ્બુદાર બેડ મેળવવામાં મદદ મળશે.

Image Source

6 કાર ફ્રેશનરની જેમ કરો ઉપયોગ

અમુક દિવસો સુધી આપણે કારનો ઉપયોગ ન કરીએ તો તેમાંથી એક અલગ જ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે. જરૂરી નથી કે તમે જ્યારે પણ ક્યાંક બહાર નીકળો ત્યારે તમારી કારમાં પરફયુમ ઉપસ્થિત હોય પરંતુ તમારી પર્સમાં તમારું પસંદગીનું પરફયુમ તો જરૂર હશે. એટલું જ નહીં જો તમારી પાસે એક્સપાયરી પરફયુમ છે તો તમે તેને પણ પોતાની કારની અંદર મૂકી શકો છો. તો વાર શેની આ પરફયુમ નો ઉપયોગ તમારા શરીરની દુર્ગંધ દૂર કરવા માટે કરો અને પોતાની યાત્રાને એકદમ સુખદ બનાવો.

Image Source

7 ડસ્ટ બીનમાં કરો ઉપયોગ

જો તમારું ડસ્ટબીન સાફ કર્યા પછી પણ તેમાંથી સ્મેલ આવી રહી છે તો આ સ્મેલ દૂર કરવા માટે તમે ઘરમાં પડેલ એક્સ્પાયર પરફયુમનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારના પરફયુમ  ફેંકવાની જગ્યાએ કોઈ પણ ગંદકી ની મેલ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરો. ખાસ કરીને ડસ્ટબીનની સ્મેલ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.

Image Source

8 બાથરૂમમાં કરો ઉપયોગ

પરફયુમનો ઉપયોગ બાથરૂમની અંદરની સ્મેલ દૂર કરવાની સાથે જ એક સુગંધિત સ્નાન પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે. તેની માટે સ્નાનની તૈયારી કરતી વખતે નળ માંથી નીકળતી વરાળ માં આ અત્તરને છાંટો. ગરમ સ્નાન ની પહેલા હવામાં પણ પરફયુમ સ્પ્રે કરો. ખરેખર જો તમે પોતાના ઘરના બાથરૂમને એક અરોમાથેરપી કક્ષ પણ બનાવી શકો છો.

Image Source

9 લેધર ના પાકીટ ની સ્મેલ કરો દૂર

પરફયુમનો ઉપયોગ તમે તમારા લેધરબેગ અથવા તો કોઈ પણ હેન્ડબેગ ની સ્મેલ દૂર કરવા માટે કરી શકો છો. તેની માટે તમારા બેગને સંપૂર્ણ રીતે ખાલી કરો ત્યારબાદ તેમાં અંદર અને બહાર પરફયુમ સ્પ્રે કરો પરફયુમ સ્પ્રે કરતાં જ બેગની સ્મેલ દૂર થઈ જશે.

Image Source

10 સીલીંગ ફેન થી મેળવો ખુશ્બુદાર હવા

જ્યારે પણ તમે સીલીંગ ફેન ની સફાઈ કરી રહ્યા છો ત્યારે તેની ધૂળ સાફ કરીને અને તેની બ્લેડ સાફ કરતી વખતે જે કપડાનો ઉપયોગ કરી રહ્યા છો તેની ઉપર થોડું એક્સપાયર પરફયુમ  છાંટો આમ કરવાથી તમે જ્યારે પણ પંખો ચાલુ કરશો ત્યારે આ હવા ધીમે ધીમે સુગંધિત કરશે.

પરફયુમ આ ખાસ ઉપાયોથી ઉપયોગમાં લઇ શકાય છે અને તમારા ઘરની ઘણી બધી સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. તો થઈ જાવ તૈયાર આમાંથી કોઈ પણ ઉપાય અજમાવવા માટે અને પરફયુમનો ઉપયોગ અલગ અલગ રીતે કરવા માટે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment