જો આજ સુધી તમે ફક્ત નેઇલ કટરથી નખ કાપ્યા છે, તો આજે આ લેખમાં, અમે તમને તેના કેટલાક આંતરરાજ્ય ઉપયોગ વિશે જણાવી રહ્યા છીએ.
જો હું તમને પૂછું કે તમે નેઈલ કટરનો ઉપયોગ કઈ રીતે કરો છો તો લગભગ તમે મારા પર હસવા લાગશો. જી હા, નેઇલ કટરનો ઉપયોગ નખ કાપવા માટે કરવામાં આવે છે. જેમકે તેના નામથી પણ જાણવા મળે છે નેઇલ કટર આ એક એવું નાનું પ્રોડક્ટ છે, જે દરેક ઘરમાં સરળતાથી જોવા મળે છે. પરંતુ શું તમે આ વાતથી સહમત છો કે આ નાનુ નેઇલ કટર તમારી ઘણી મોટી સમસ્યાઓને ખૂબ સરળતાથી દૂર કરી શકે છે.
ઉપરાંત તેનું મુખ્ય કામ નખ કાપવાનું જ છે અને સ્ત્રીઓ આ ઉદ્દેશ્યને પૂરું કરવા માટે તેને ખરીદે પણ છે. પરંતુ તેનો ઉપયોગ ફક્ત અહીં સુધી સીમિત નથી. જો તમે ઈચ્છો તો તેને અન્ય પણ ઘણી શ્રેષ્ઠ રીતોમાં ઉપયોગ કરી શકો છો. પરંતુ તમને તેની જુદા ઉપયોગની રીતો ની જાણકારી હોવી જોઈએ. જો તમે હજી સુધી આ વિશે અજાણ છો તો આજે અમે આ લેખમાં તમને નેઇલ કટરના આશ્ચર્યજનક ઉપયોગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ચોક્કસપણે તમને પસંદ આવશે.
દોરા કાપવા :
ઘણી વખત એવું બને છે કે કોઈ કપડામાં એક નાનો દોરો નીકળી આવે છે. તે સ્થિતિમાં હંમેશા સ્ત્રીઓ તેને ખેંચી નાખે છે, જેનાથી આખી સિલાઈ નીકળી જાય છે. તમારી સાથે પણ ક્યારેક તો તેવુ જરૂર થયું હશે. પરંતુ જો તમારા બેગમાં નેઇલ કટર છે તો તમે તે દોરાને ખેંચવાને બદલે તે નેઇલ કટરથી કાપી લો. બસ ત્યાર પછી દોરો નહીં નીકળે.
સ્ટીકર દૂર કરવા :
જ્યારે પણ આપણે કોઈ નવા કપડાં ખરીદીએ છીએ તો તેમાં કોલર પર સ્ટીકર લાગેલું હોય છે. આ સ્ટીકર પ્લાસ્ટિક અથવા દોરાથી બાંધેલું હોય છે. જેને તમે હાથથી તોડવાનો કેટલો પણ પ્રયત્ન કરો પરંતુ તો પણ તે તૂટતાં નથી. આ સ્થિતિમાં તમે સ્ટીકરને દુર કરવા માટે નેઇલ કટરની મદદ લો. તમે નેઇલ કટરની વચ્ચે દોરો રાખો અને ઉપયોગ કરો. તે દોરો સરળતાથી કપાઈ જશે અને પછી તમે સ્ટીકર કાઢી શકશો.
બોટલ ઓપનર તરીકે ઉપયોગ કરો :
જો તમે બહાર છો અને તમારે કોઈ બોટલ નું ઢાંકણ ખોલવું છે હો આવી સ્થિતિમાં ક્યારેય પણ મોઢાથી ખોલવાની ભૂલ ન કરો. પરંતુ તેના માટે તમે તમારા બેગમાં નેઇલ કટર રાખી તેની મદદ લો. નેઇલ કટરમાં હંમેશા એક નાનુ જોડાણ હોય છે, બસ તમે તેને ખેચીને બહાર કાઢો. ત્યારબાદ તમે ખૂબ સરળતાથી બોટલ ખોલી શકો છો.
સુંદર કિ-ચેન બનાવો :
હંમેશા આપણે આપણી ચાવીઓને સંભાળીને રાખવા માટે તેને કિ-ચેનમાં રાખીએ છીએ. આ સ્થતિમાં જો તમે ઈચ્છો તો નેઇલ કટરનો કિ-ચેનની જેમ પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ તેના માટે તમારે નાની સાઇઝના નેઇલ કટરનો ઉપયોગ કરવો વધારે સારો રહેશે. આમતો આજે બજારમાં પહેલાથી જ નેઇલ કટરની ચેન મળે છે. તમે તેને ખરીદીને પણ ઉપયોગ કરી શકો છો.
જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team