તમારી ચાદર જૂની થઇ ગઈ છે તો તેને પલંગ માં પાથરવાની જગ્યાએ તેનો આ રીતે કરો ઉપયોગ 

Image Source

જૂની ચાદર ની મદદથી ઘરને એકદમ આસાનીથી અને યુનિક રીતે સજાવી શકાય છે. જૂની ચાદરમાં થી તમે ઘણા પ્રકારની વસ્તુઓ તૈયાર કરી શકો છો. જેમકે દીવાલનું સુશોભન, વિન્ડ ચાઇમ્સ તમારા ઘરને ખુબ સુંદર બનાવે છે.

ચાદર એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે.સામાન્ય રીતે તમારા બેડરૂમમાં એક અલગ જ લુક આપે છે પરંતુ સતત તેનો ઉપયોગ કરવા પછી તે ચાદર જુની થઈ જાય છે અને ફાટી પણ જાય છે એવામાં તમે તે ચાદર નો ઉપયોગ કરી શકતા નથી પરંતુ તેનો અર્થ એ જરાપણ નથી કે તે આપણા કામમાં નહીં આવે. જૂની ફાટેલી ચાદર નો ઉપયોગ  શ્રેષ્ઠ રીતે કરી શકાય છે. તો આજે અમે તમને આ વિશે જણાવીશું.

ઘરની સજાવટ

જૂની ચાદર ની મદદથી ઘર ખૂબ જ સરળતાથી અને એકદમ અલગ રીતે શણગારી શકાય છે જૂની ચાદરથી આપણે ઘણી બધી વસ્તુઓ તૈયાર કરી શકીએ છીએ. જેમકે દિવાલ સુશોભન માટેની વસ્તુઓ થી વિન્ડ ચાઇમ્સ તમારા ઘરને ખુબ સુંદર બનાવે છે.

આવી રીતે કરો ફરીથી ઉપયોગ

ચાદર ભલે ફાટી ગઈ છે પરંતુ એનો અર્થ એ નથી કે તમે તેનો ઉપયોગ કરી શકતા નથી તમે એની મદદથી ટીશર્ટ બનાવવાથી લઈને પાયજામા અને એપ્રોન તથા પડદા જેવી ઘણી વસ્તુઓ બનાવી શકો છો. આમ જોવા જઈએ તો જૂની ચાદર પણ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

સુંદર એસેસરીઝ

 જૂની ફાટેલી ચાદર માંથી તમે સુંદર એસેસરીઝ પણ બનાવી શકો છો તમે એની મદદથી હેન્ડબેગ થી લઈને ઘણું બધું તૈયાર કરી શકો છો આ રીતે જૂની ચાદર તમારા લુકમાં ચાર ચાંદ લગાવી શકે છે અને તદુપરાંત તમે તેનામાંથી શાકભાજી અને ફળ ખરીદવા માટે કપડાની થેલી પણ બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.

ઈસ્ત્રી બોર્ડ નું કવર બનાવો

જો તમારું સ્ત્રી નું બોર્ડનું અને નિસ્તેજ દેખાય છે તો તે મહત્વનું છે કે તમે તેને એક નવો દેખાવ આપો. તેની માટે તમે તમારી ફાટેલી ચાદર નો ઉપયોગ કરી શકો છો અને તેમાંથી તમે ઈસ્ત્રી નું બોર્ડ કવર બનાવી શકો છો. તેનાથી તમારા ઈસ્ત્રીના બોર્ડને એક નવો દેખાવ મળશે.

રસોડામાં થશે ઉપયોગી

જૂની ચાદર રસોડામાં ઘણી રીતે ઉપયોગમાં આવી શકે છે તમે તેની મદદથી રસોડું સાફ કરવાનું કપડું પણ બનાવી શકો છો અથવા તો આજુ ની ચાદર ની મદદથી ટેબલ ક્લોથ પણ બનાવી શકો છો.

બનાવો નવી ચાદર

તમારી ચાદર જુની હોવા છતાં એનો અર્થ એ નથી થતો કે  તેનો ઉપયોગ તમે તમારા પલંગ પર કરી શકતા નથી. જો તમારી પાસે અમુક બીજી જૂની ચાદર છે તો તમે તે ચાદરો ને ભેગી કરીને એક નવી ચાદર બનાવી શકો છો. અને સ્ટાઇલિશ લુક આપવા માટે તમે ચાદરમાં અમુક પેચ વર્ક નો પણ ઉપયોગ કરીને તેનો દેખાવ સુંદર કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *