જો તમારા વાળ ખરી રહ્યા છે તો લગાવો આ હેર માસ્ક અને મેળવો મુક્તિ

મિત્રો, વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા હાલ દિન-પ્રતિદિન  વધી રહી છે. મહિલાઓ સાથે પુરુષો પણ આ સમસ્યાથી પ્રભાવિત હોય છે. વાળ ખરતા અટકાવવા લોકો વિવિધ પગલાં લે છે. બજારમાં વાળની ​​સારસંભાળ રાખવા માટેના અનેકવિધ ઉત્પાદનો મળી રહે છે, જે વાળ અને ટાલ પડવાની સમસ્યાને દૂર કરવાનો દાવો કરે છે.

પરંતુ, આ ઉત્પાદનોમાં ઘણા બધા કેમિકલ હોય છે. જેના કારણે વાળ બગડે છે અને ઝડપથી તૂટી જાય છે. તેથી વાળની ​​યોગ્ય સારસંભાળ માટે ઘરેલુ ઉપાય ખુબ જ અસરકારક માનવામા આવે છે. આજે આ લેખમા આપણે અમુક એવા હેર માસ્ક વિશે વાત કરીશુ કે જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી વાળ સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો.

image source

ગ્રીન ટી નુ હેર માસ્ક :

આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટીઓકિસડન્ટ અને ઇ.જી.સી.જી. સમાવિષ્ટ હોય છે, જે વાળને વધારવામાં મદદ કરે છે. જો તમે ઇંડાની જરદીમાં બે ચમચી ગ્રીન ટી પાવડર ભેળવીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને તમારા વાળ પર બ્રશથી લગાવો અને ૨૦ મિનિટ પછી શેમ્પૂ કરો. વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યાથી રાહત મળશે.

image source

કેળા નુ હેર માસ્ક :

આ ફળમા ભરપૂર પ્રમાણમા વિટામિન, એન્ટીઓક્સિડેન્ટ્સ, પોટેશિયમ અને પ્રાકૃતિક ઓઈલ સમાવિષ્ટ છે. જે તૂટતા વાળને રોકવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. બે પાકેલા કેળાને એક ચમચી ઓલિવ તેલ, એક ચમચી મધ અને એક ચમચી નાળિયેર તેલ મિક્સ કરો. આ મિશ્રણને માથાની ચામડીમાં લગાવો અને ૧૦ મિનિટ પછી પાણીથી ધોઈ લો તમારી વાળ સાથે સંકળાયેલ બધી જ સમસ્યાઓ દૂર થશે.

image source

દહીં નુ હેર માસ્ક :

આ માસ્ક તમારા વાળને થતી નુકશાની સામે રક્ષણ આપે છે, તે વાળને પણ કન્ડિશન કરે છે અને વાળનો રંગ પણ વધારે છે. જો તમે એક ચમચી સફરજનના સરકામા એક કપ દહીં અને એક ચમચી મધ મિક્સ કરો અને આ મિશ્રણને વાળના મૂળમાં લગાવો અને ૧૫-૨૦ મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો તો તમને આ વાળ સાથે સંકળાયેલ સમસ્યામાં રાહત મળે છે.

image sorce

ઈંડા નુ હેર માસ્ક :

આ વસ્તુમા તમને વિટામિન-બી અને પ્રોટીન ભરપૂર માત્રામા જોવા મળે છે. તે વાળને યોગ્ય પોષણ આપે છે. જો તમે એક કપ દૂધ, બે ચમચી ઓલિવ તેલ, બે ચમચી લીંબુનો રસ અને એક ઈંડાની જરદી મિક્સ કરી, આ મિશ્રણને તમારા વાળમાલગાવો અને ૩૦ મિનિટ પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો તો તમને વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યામાં રાહત મળે છે.

image source

કરી પતા અને કોકોનટ ઓઈલ હેર માસ્ક :

કોકોનટ ઓઈલમા પુષ્કળ માત્રામા ફેટી એસિડ સમાવિષ્ટ હોય છે, જે વાળને ઝડપથી વિકસાવવામાં મદદ કરે છે. જો તમે બે ચમચી કોકોનટ ઓઈલમા ૧૦ કરી પાતાના પાન ઉમેરો અને તેને ગરમ કરો. ત્યારબાદ આ મિશ્રણને ગાળ્યા પછીતેને ઠંડુ કરો અને તેને હળવા હાથથી માથાની ચામડી પર માલિશ કરો અને ૨૦ મિનિટ પછીઠંડા પાણી અથવા ઓર્ગેનિક શેમ્પૂથી ધોઈ લો તો તમને વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યામા રાહત મળે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *