જો તમારા ચેહરા અને ગરદનની ચરબી એ તમારી સુંદરતા ઓછી કરી દીધી હોય તો, આ ત્રણ પ્રકારની કસરતો દરરોજ કરવી જોઈએ

વધતી ચરબી નીઅસર તમારા શરીરની સાથે સાથે ચેહરા અને ગરદન પર પણ દેખાવા લાગે છે. સ્ત્રીઓ સંપૂર્ણ રીતે શરીરની ચરબી ઓછી તો કરી દે છે, પરંતુ ચેહરા અને ગરદનની ચરબીને ઓછી કરવી સરળ નથી. આવી સ્થિતિમાં ચેહરાની સુંદરતા ઓછી થઈ જાય છે. તેથી આજકાલ મોટા ભાગની સ્ત્રીઓ તેમના ચેહરા અને ગરદનની ચરબીથી ચિંતિત રહે છે.

પરંતુ ચિંતિત થવાની જરૂર નથી કેમકે શરીરના કોઈ બીજા ભાગની જેમ જ તમે કસરત કરીને ગરદન અને ચેહરાની ચરબી સરળતાથી ઓછી કરી શકો છો. આ લેખમાં કેટલીક સૌથી અસરકારક કસરતો છે જેને તમે સરળતાથી અજમાવી શકો છો. આ કસરતની સૌથી સારી વાત એ છે કે તેને બેસીને કે ઊભા રહીને કરી શકાય છે, પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે તેને કરતી વખતે તમારી પીઠ સીધી અને ખંભા હળવા હોવા જોઈએ.

બ્રડ્સ પોઝ –

Image Source

આ એક ગરદન ની કસરત છે જેને યોગમાં કરવામાં આવે છે અને ચેહરા અને ગરદનની ચરબીને ઓછી કરવા માટે તેને કોઈ પણ કરી શકે છે. યોગ્ય રીતે વજન ઘટાડવા માં માટે યોગ એક શાનદાર રીત છે.

કસરત કરવાની રીત :

 • • આ કસરતને કરવા માટે તમારે તમારા મોઢાને ઉપરની બાજુ કરવાનું રહેશે.
  • જી હા તમારી જીભની ટોચને દબાવતા માથાને છત તરફ કરો.
  • બીજી બાજુથી તેને પુનરાવર્તન કરતા પહેલા તમારા માથાને સહેજ ડાબી બાજુ વાળી લો.
  • ૩૦ વખત પુનરાવર્તન કરો,દિવસ દરમિયાન જેટલી વાર સંભવ હોય એટલી વાર કરો.

ઓ ફેસ કસરત –

Image Source

ગરદન અને ચેહરા ની ચરબી એક સાથે ઓછી કરવા માટે આ સૌથી અસરકારક કસરત છે. તે તમારા ચેહરાના સ્નાયુને ટોન કરે છે અને જડબા માટે પણ ઘણી સારી કસરત છે. આ કસરતની સૌથી સારી વાત એ છે કે તેને કોઈ પણ સમયે અને ક્યારેય પણ કરી શકો છો.

કસરત કરવાની રીત :

 • • આ કસરતને કરતી વખતે તમારી પીઠ સીધી અને ખભા જુકેલા હોવા જોઈએ.
  • તમારા ગળાને વધારો (તમારા માથાને પાછું ખેંચો), હોઠ બંધ કરો અને જ્યારે તમે તેને બંધ કરો છો તો હોઠથી ‘ઓ’ બનાવવાનો પ્રયત્ન કરો.
  • હોઠને ‘ઓ’ બનાવતા બંધ રાખો અને લગભગ ૩૦ સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો.
  • આ કસરતને ઓછામાં ઓછી ૨૦ વખત દરરોજ કરો.

ગરદન પરિભ્રમણ:

Image Source

ચેહરા અને ગરદન પર ચરબી હોવાથી ડબલ ચીનની સમસ્યા પણ થાય છે. તેનાથી ચહેરો ખુબજ મોટો અને ભારે દેખાવા લાગે છે. તમે આ ચરબીને ઓછી કરવા માંગો છો, તો તમારે ગરદન ની કસરત કરવી જોઈએ. સૌથી સારી ગરદનની કસરતમાંથી એક ગરદન પરિભ્રમણ છે.

કસરત કરવાની રીત :

 • • આ કસરતને કરવા માટે કમરને સીધી રાખતા સીધા ઉભા રહો અથવા બેસી જાઓ.
  • ધીમે ધીમે તમારા માથાને જમણી બાજુ વાળો અને જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તેને ખેંચો.
  • પછી તમારો ચહેરો આગળની બાજુ કરો અને ડાબી બાજુથી આ કસરતને પુનરાવર્તન કરો.
  • સારું પરિણામ મેળવવા માટે ૩૦ વખત તેને બંને બાજુથી દરરોજ કરો.

દરરોજ આ ત્રણ કસરત કરવાથી તમે થોડા જ દિવસોમાં ગરદન અને ચેહરાની ચરબી થી છુટકારો મેળવી શકશો. તમને આ લેખ કેવો લાગ્યો? અમને ફેસબુક પર કમેન્ટ કરીને જરૂર બતાવો. ફિટનેસથી જોડાયેલી વધુ જાણકારી મેળવવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલ રહો.

ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી પ્રદાન કરવા માટે અમે સંપૂર્ણ કાળજી લીધી છે. તેમ છતાં, વાચકોને  વિનંતી છે કે  ઉપરોક્ત   કસરત કરતાં પેહલા   તમારા  ચિકિત્સક અથવા ડોક્ટર ની સલાહ  આવશ્યક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *