જો તમારા બાળકને લાગી ગઈ છે ઓનલાઇન ગેમિંગ ની લત તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો 

Image Source

કોરોના ના કારણે બાળકોને બહાર રમવું પહેલા કરતા ખુબ જ ઓછું થઈ ગયું છે, હવે બાળકો વધુ સમય ઘરે બેસીને મોબાઇલમાં જ પસાર કરવા લાગ્યા છે. જેના કારણે મોબાઇલ તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. લોકડાઉન દરમિયાન બાળકો નો પરિચય ઓનલાઇનથી થયો, ત્યારબાદ તેમની આ આદત બાળકોને ખૂબ જ ખરાબ રીતે ગ્રસ્ત કર્યું છે. એવા માતા-પિતા આ વિષયને લઈને ખૂબ જ ચિંતિત જોવા મળે છે કે તેમના બાળકો ઉપર ગેમિંગ ની આદત ની કેટલી ખરાબ અસર પડી શકે છે.

આજના આર્ટિકલમાં અમે તમને ઓનલાઇન ગેમ થી જોડાયેલા જોખમો અને બાળકો ઉપર થતા પ્રભાવ વિશે જણાવીશું તેની માટે અમે ખૂબ જ જાણીતા ચાઈલ્ડ એન્ડ સાયકોલોજીકલ સ્પેશિયાલિસ્ટ ભાવના સાથે વાત કરી તેમને બાળકોની વચ્ચે આ સમસ્યાના વિષયમાં ઘણી બધી વાતો જણાવી. આવો જાણીએ બાળકોના ગેમની આદત વિષે અમુક જરૂરી વાતો.

Image Source

ઓનલાઇન ગેમનો બાળકોના મગજ ઉપર પડે છે પ્રભાવ

  • ડોક્ટર ભાવનાએ બાળકોના મગજ ઉપર ગેમના પ્રભાવ વિશે જણાવ્યું કે બાળકો ઓનલાઇન ગેમ માં સંકળાઈને પરિવારથી દૂર થવા લાગે છે.
  • તે સિવાય તે બહાર જવાનું ખૂબ જ ઓછું પસંદ કરે છે, ધીમે ધીમે બાળકો પોતાના માં જ આઈસોલેશન થવા લાગે છે, જેના કારણથી તે કોઇપણ સમસ્યા પોતાના માતા પિતાને કહી શકતા નથી.
  • રમત અને ખેલકૂદ કરવાથી બાળકોના શરીરમાં સેરોટોનિન રિલીઝ થાય છે, પરંતુ જ્યારે બાળકો ફિઝિકલ વર્ક કરતા નથી તો તેમને ચિંતા જેવી વસ્તુઓનો સામનો કરવો પડે છે.
  • જો બાળકો સાથે જોડાયેલ ઓનલાઇન ગેમ રમે છે તો તેમનામા ગુસ્સો અને હિંસાત્મક ગતિવિધિ જોવા મળે છે.
  • આ દરેક તકલીફ ના ચાલતા તમારા બાળકની માનસિક સ્થિતિ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

Indian teenagers with mobile Fakt Gujarati

આ ઉંમરમાં બાળકો ઉપર સૌથી વધુ પ્રભાવ પડે છે

જ્યારે વાત આવે છે કે કઇ ઉંમરના લોકો ઓનલાઈન ગેમ ની આદત ની ઝપેટમાં આવી શકે છે તો તમને જણાવી દઈએ કે ઓનલાઈન ગેમ ની આદત લગભગ 15 થી 24 વર્ષના લોકોમાં જોવા મળે છે, અને તેનો સૌથી ખરાબ પ્રભાવ 6 થી 18 વર્ષના બાળકો ઉપર પડે છે.

  • તમારું બાળક ઓનલાઇન ગેમ નો શિકાર છે તો તમારે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું 
  • જો તમારા બાળકને ઓનલાઇન ગેમિંગ ની આદત લાગી ગઈ છે તો તમારે તેને બહાર રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
  • બાળકોને રમવા માટે એવી ગેમ આપો તેનાથી તેમનો માનસિક વિકાસ થઈ શકે.
  • બાળકોને ઓનલાઇન કેમ ના દુષ્પ્રભાવ વિશે સમજાવો જેથી તેમની આદત છૂટવામાં આસાની થાય.

કોવિડના કારણે ગેમ સિવાય બાળકો પાસે આજે બીજા ઓપ્શન 

અત્યારે પણ કોઈ ગયો નથી જેના કારણે માતા-પિતા પોતાના બાળકને બહાર રમવા માટે ના કહે છે, એવામાં તમારે ઇન્ડોર રમતને શામેલ કરવી જોઈએ, બાળકોને પોતાનું કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી આ બહાને તેની કસરત પણ થઈ શકે જેમ કે રૂમ સાફ કરવો, તેમનો સામાન સેટ કરવો.

બાળકોને ઓનલાઇન ડાન્સ અને સિંગિંગ ક્લાસીસ માટે પણ પ્રોત્સાહિત કરો, જેથી તેમનું ધ્યાન ગેમ થી દૂર થઈ શકે, તમે બાળકો સાથે રમવા માટે સમય કાઢો જેથી તે કંટાળી ન જાય.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment