શું તમે જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો ભગવાન ગણેશજી પાસેથી શીખો આ 5 ગુણ 

ભગવાન ગણેશજીમાં ઉપસ્થિત ગુણોને પોતાના જીવનમાં ઉતારવાથી જીવનમાં દરેક પરિસ્થિતિમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવતાઓ બતાવવામાં આવ્યા છે. દરેક દેવતા પોતાના અદ્વિતીય અને વિલક્ષણ ગુણોના કારણે પોતાના ભક્તોમાં પ્રિય થઈ જાય છે. ખાસ કરીને આપણે ભગવાનની પૂજા આરાધના કરીને તેમની અંદર ઉપસ્થિત અસંખ્ય ગુણોને આપણે નજરઅંદાજ કરીએ છીએ. જો આપણે આપણા આરાધ્ય માં ઉપસ્થિત અસંખ્ય ગુણો માંથી અમુક ગુણો પણ આત્મસાત કરી લઈએ તો આપણું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે એવા જ ગુણોની ખાણ છે પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશજી. કોઈપણ શુભ કાર્ય અને કરવા માટે આપણે સૌ પ્રથમ લંબોદર ની પૂજા કરીએ છીએ ભગવાન ગણેશ અન્ય દેવતાઓ થી તદ્દન અલગ છે અને તેમના ગુણ આપણે આપણા જીવનમાં સફળતાનો એક મંત્ર આપે છે. જો આપણે તેમના ગુણોને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ શરૂ કરી દઈએ તો આપણને ખૂબ જલદી સફળતા પ્રાપ્ત થાય છે. આપણે ગણપતિ બાપા ના એવા પાંચ ગુણો વિશે જાણીશું જેને અપનાવીને આપણા જિંદગીની દશા અને દિશા બંને સંપુર્ણ રીતે બદલાઈ શકે છે.

દરેક પરિસ્થિતિમાં ખુશ રહો

ભગવાન ગણેશજીના જીવનથી જે સૌથી જરૂરી અને સૌથી મોટી સુખ મળે છે તે છે જીવનમાં હંમેશા ખુશ રહેવું. ગમે તેવી પણ પરિસ્થિતિ કેમ ન હોય આપણે હંમેશા ખુશ રહેવાની કોશિશ કરવી જોઈએ ગણપતિ બાપા ને હંમેશા ખુશ રહેતા દેવતા માનવામાં આવે છે. ખુશ રહેવાથી મોટામાં મોટી મુશ્કેલી પણ સમય આવ્યે આસાનીથી હલ થઈ જાય છે.

ધૈર્ય બનાવી રાખો

ગણેશજીમાં બીજો સૌથી મોટો ગુણ એ છે કે આપણે હંમેશા ધૈર્યવાન રહેવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં પણ આપણે બેય બનાવી રાખીશું તો તે આપણા સફળતાની ચાવી બની જશે. આપણે અત્યારે જિંદગીમાં થોડીક પણ વિષમ પરિસ્થિતિ આવે તો આપણે આપણું કાર્ય ગુમાવી બેસીએ છીએ તેના લીધે ઘણી વખત શારીરિક અને આર્થિક તથા સામાજિક નુકસાન પણ ઉઠાવવું પડે છે. ભગવાન ગણેશજીનું પૂરું જીવન ધૈર્ય પૂર્વક નિર્ણય લેવાની શીખ આપે છે.

શાંતચિત્ત રહેવું

ભગવાન ગણેશજીના જીવનનો અને ત્રીજો ગુણ છે જે આપણે જીવનમાં ઉતારવાની ખાસ જરૂર છે અને તે છે આપણે શાંતચિત્ત બની રહેવું જોઈએ. શાંતચિત્ત મન હશે તો જ આપણને આગળ વધવાનો વિચાર ઉત્પન્ન થશે. અને આપણું મન તે વખતે સાચા નિર્ણય પર પહોંચી શકે છે જ્યારે તે સંપૂર્ણ રીતે શાંતચિત્ત હોય છે.

નાના-મોટા માં ભેદ ન રાખવો

ભગવાન ગણેશજીના જીવનને આપણે ધ્યાનપૂર્વક જોઈશું તો તેમને ક્યારેય નાના-મોટા માં ભેદ કર્યો નથી. તેમને જેટલો નંદીને પ્રેમ કર્યો હતો તેટલો જ પ્રેમ તેમને મૂષક રાજ ને પણ કર્યો હતો. તેમનો આ ગુણો આપણને સંદેશ આપે છે કે આપણી જીંદગીમાં આવતા દરેક વ્યક્તિને આપણે બરાબર સન્માન આપવું જોઈએ અને તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો નાના મોટાનો ભેદ કરવો જોઈએ નહીં.

વિવેકશીલ હોવું

પ્રથમ આરાધ્યના જીવનથી આપણે આપણા જીવનમાં ઉતારવાનો પાંચમો અને મહત્વપૂર્ણ ગુણ છે વિવેકશીલતાનો. જીવનમાં સફળતા મેળવવા માટે તું સાચું છે અને સફળતા માટે આપણે કોઈપણ પ્રકારનો ચક્કર ન અપનાવો જોઇએ તેનો નિર્ણય આપણા વિવેક પર જ નિર્ભર કરે છે.

લંબોદરના આ બધા જ ગુણો જો આપણે આપણી જિંદગીમાં ઉતારવાની કોશિશ અત્યારથી જ શરૂ કરી દઈશું તો આપણે આ દુનિયામાં સફળતાની એક પછી એક નવી સીડી ચઢવા થી કોઈ જ રોકી નહીં શકે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment