જીવનભર સ્વસ્થ રહેવું હોય તો આજથી જ આ પાંચ નિયમોનું પાલન કરો.

Image Source

આપણો આહાર અને જીવનશૈલી ની આદત જ આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે તેવામાં જરૂરી છે કે આપણે આ કારણો પર ધ્યાન આપીએ તેથી આપણે લાંબો સમય સુધી હેલ્ધી અને ફિટ બની રહીએ.

આજે દુનિયા ગંભીર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહી છે. અને તેવામાં આપણે આપણી જીવનશૈલીને સ્વસ્થ બનાવવાની ખૂબ જ જરૂર છે.
દુનિયાનો દરેક વ્યક્તિ આજે કોઈને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી પીડિત છે. તે પોતાના જીવનની ભાગદોડમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે તેમની પાસે ના તો ઊંઘવાનો સમય છે કે ન પછી વ્યવસ્થિત આહાર લઈ શકે છે. તે જ તણાવ તેમની આસપાસ જોવા મળે છે. જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે એવામાં આહાર અને જીવનશૈલી માં નાના બદલાવો જ આપણને એક સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવવા માટે મદદરૂપ થઈ શકે છે. તો આજે તમને શરીર ને લગતા 5 સરળ નિયમ તમને બતાવીશું જે સ્વાસ્થ્યને વધારો આપવા માટે મદદરૂપ સાબિત થશે.

Image Source

૧. સ્વસ્થ આહાર લેવો

સ્વસ્થ જીવન જીવવા માટે સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. વિશેષજ્ઞ ની સલાહ છે કે એક દિવસમાં તમે ઓછામાં ઓછા ત્રણ સેહત મંદ અને પૌષ્ટિક આહાર જમો. રાતના જમવા ને હલકો રાખવાની કોશિશ કરો.તમે તમારા ડાયટમાં વધારે પડતાં ફળ, શાકભાજી, અનાજ, પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થ સામેલ કરો. એક સાચી બેલેન્સ ડાયટ તમને ખૂબ સારું પોષણ આપશે.

Image Source

૨. સારી ઉંઘ લો

પોતાને સ્વસ્થ રાખવા માટે સારી ઉંઘ લેવી ખૂબ જરૂરી છે. અમુક અધ્યાયોમાં એ પણ સાબિત થયું છે કે ઊંઘની કમી એ મોટાપા અને હૃદય રોગની સાથે સાથે ઘણી બિમારીઓનું કારણ બને છે. એટલા માટે જ દરેક ઉંમરના લોકો એ માનસિક તણાવને દૂર કરવા માટે સારી ઉંઘ લેવી જોઈએ. અને જો તમને એવું લાગે છે કે તમે રાત્રે ઊંઘ બરાબર નથી લઈ શકતા અને તમને તેની સમસ્યા છે તો તમને નીચે બતાવેલા ઉપાય માં તમે ઉંઘમાં સુધારો લાવી શકો છો.

  • દિવસે કોફી પીવા થી દૂર રહો.
  • બેડ પર જવા માટે એક ટાઈમ નક્કી કરો અને દરરોજ ટાઈમ પર ઊઠવાની કોશિશ પણ કરો.
  • વધારે પ્રકાશવાળા રૂમમાં ઊંઘવા ને બદલે તમે એવા રૂમમાં ઊંઘો જ્યાં અંધારું રહેતું હોય.
  • ઊંઘવાના થોડાક સમય પહેલા રૂમમાં અજવાળું કરી દો તેનાથી તમને જલ્દી ઊંઘ આવી જશે.

Image Source

૩. તણાવથી દૂર રહો

તણાવ એ ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે જવાબદાર છે. દરરોજ તણાવ માં રહેવાથી ન તો ખાલી વજન વધશે પરંતુ તમને બીમારી પણ થઈ શકે છે. જોવા જઈએ તો તણાવને કાબૂમાં લેવાનું દરેકની મરજીની વાત નથી પરંતુ તેના કારણોના લીધે પોતાને ઓછું પરેશાન કરવું એ આપણી ઉપર નિર્ભર કરે છે. તેથી આપણે સમજવું જ પડશે કે આપણે કઈ વસ્તુને આપણા જીવનમાં વધારે મહત્વ આપવું છે. જો આપણે એ સમજી લઈશું તો આપણે પોતાના તણાવને કંટ્રોલ કરવામાં આસાની મળશે. પછી પણ જો તમને કશી જ ખબર ન પડે તો અમુક ઉપાયોથી તણાવને દૂર કરી શકો છો. કસરત કરવી, ઊંડો શ્વાસ લેવો અને તેના જેવી બીજી બધી યુક્તિઓ કરવી અને ધ્યાનમાં બેસવું તેનાથી તમને ખૂબ જ ફાયદો થશે.

Image Source

૪. માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું

જીવનની જરૂરિયાતો ને પૂરા કરવામાં આપણે આપણા માનસિક સ્વાસ્થ્યને તો ભૂલી જ જઈએ છીએ. પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે માનસિક સ્વાસ્થ્યનું સારું હોવું ખૂબ જ જરૂરી છે. તે ન ભૂલવું જોઈએ કે આપણે આપણું માનસિક સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વાસ્થ્યનો આધાર છે માનસિક સ્વાસ્થ્ય માટે યોગ અને ધ્યાન એ એક સારો વિકલ્પ છે.અને તે સિવાય તમે સારા કામમાં પોતાને મશગુલ રાખો અને ખુશ રહો.

Image Source

૫. કસરત કરો

કસરત આપણને સ્વસ્થ અને સક્રિય રાખવા માટે એક સારો ઉપાય છે. અમેરિકન હાર્ટ એસોસિયેશન દર અઠવાડિયે ૧૫૦ મિનિટ કસરત અથવા તો અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત એક કલાક કસરત કરવાનું કહે છે. યાદ રાખો કે વર્કઆઉટ ને જેટલું પ્રફુલ્લિત બનાવશો એટલો જ તમને ફાયદો થશે.કસરતના દરમિયાન ડાન્સ એરોબિક જેવી ઘણી બધી એક્ટિવિટીઝ ને તમે સામેલ કરી શકો છો.

અહીંયા બતાવવામાં આવેલ જરૂરી નિયમોને તમે પોતાની દિનચર્યામાં આજે જ સામેલ કરો અને તેનાથી તમે તમારા શરીર અને દિમાગને સ્વસ્થ રાખો અને તેનાથી ખાલી તમને મદદ નહીં મળે પરંતુ તમે એક અલગ જ ખુશીનો અનુભવ કરશો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *