જો તમારે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું હોય, તો આ ટેવને તમારા જીવનનો હિસ્સો બનાવો

સવારે બાળકોને શાળાએ મોકલવા, બધાનો નાસ્તો અને લંચ બોક્સ તૈયાર કરવો અને પછી ભાગતા દોડતા ઓફિસ પહોંચીને ત્યાનું કામ પૂરું કરવું, સાંજે ઘરે પાછા આવતી વખતે જરૂરી સામાન લાવવો, પછી બાળકોને હોમવર્ક કરાવવું અને રાત્રે ભોજન બનાવવું. એક વર્કિંગ વુમનનો આખો દિવસ આ કામોમાં પૂરો થઈ જાય છે. હવે જણાવો સમય જ ક્યાં છે, તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો. આવી સ્થિતિમાં બધાના સ્વાસ્થ્યનું ધ્યાન તો સારું રાખે છે, પરંતુ તે પોતાની જાતને અવગણે છે. સ્વાસ્થ્ય પ્રત્યેની તમારી આ બેદરકારી તમને ક્યારેક બીમાર પણ બનાવી શકે છે. જો ખરેખર તમે તેનાથી બચવા માંગો છો તો જાણો કેટલાક સરળ ઉપાયો, જેને તમે તમારી દિનચર્યામાં શામેલ કરી પોતાને તંદુરસ્ત અને ચુસ્ત રાખી શકો છો.

Image Source

નિયમિત સમયે સુઈ જાઓ:

ઉંઘની ઉણપ એક નહિ ઘણી તકલીફોનું કારણ છે. તમે જેટલો પણ સમય સુવો, તેમાં ઘાટી અને મીઠી ઉંઘ જરૂર લો. ત્યારે તમે તંદુરસ્ત રેહશો. સુવા અને જાગવાનો એક ચોક્કસ સમય હોવો જોઈએ.

બ્રેકફાસ્ટ જરૂર કરવો:

સવારનો તંદુરસ્ત નાસ્તો ખૂબ જરૂરી હોય છે. હંમેશા સ્ત્રીઓ સવારની ભાગદોડ વચ્ચે તેને ભૂલી જાય છે જેમકે ક્યારેય પણ સવારનો નાસ્તો કરવાનુ ભૂલવું ન જોઈએ. નાસ્તાથી તમને આખા દિવસની એનર્જી માટે ખાસ આધાર મળે છે. તેથી પૌષ્ટિકતા થી ભરપુર નાસ્તો નિયમિત રૂપે લો, જેથી આખો દિવસ તમે પોતાને ઊર્જાવાન અનુભવો. નાસ્તામાં તાજા ફળ, ફણગાવેલા કઠોળ અને દૂધ અથવા દહીં સાથે લેવું ઉત્તમ રહેશે. ટોન દૂધ, દહીં અને પ્રોટીન યુક્ત ખાદ્ય પદાર્થોનો પણ તમારા ભોજનમાં જરૂર સમાવેશ કરો. તેનાથી તમે સંપૂર્ણ દિવસ માટે તંદુરસ્ત અનુભવ કરશો.

કસરત કરો :

કામના કારણે કસરતનો સમય રેહતો નથી, આ ફકત બહાનું છે. એક તરફ જ્યાં દરરોજ દસ થી પંદર મિનિટની કસરત તમારા મૂડને સુધારવામાં મદદ કરે છે, તેમજ તે તણાવથી દૂર રહેવામાં પણ તમારી મદદ કરે છે. તેથી કામ હોવા છતાં કસરત અથવા યોગા કરવાનું ભૂલશો નહિ. તેનાથી તમે માનસિક અને શારીરિક રીતે પણ સ્વસ્થ રેહશો.

કેલેરીની સંભાળ લો:

ઘણી સ્ત્રીઓની ફરિયાદ હોય છે કે તે દિવસ દરમિયાન ખૂબ ઓછું ખાય છે, તેમ છતાં તેઓની ચરબી વધી રહી છે. પરંતુ શું તમે દિવસમાં ક્યારેય નોધ્યું છે કે, એક દિવસમાં કેટલી કલેરી લો છો? ના! આ કારણ છે શરીરનું પ્રમાણ બગડવાનું. ઓછું ખાવું તે ઉપાય નથી પરંતુ પૌષ્ટિક અને ચરબીરહિત ઓછી કેલેરીયુક્ત ખોરાક તમને તંદુરસ્ત રાખવામાં મદદ કરશે. ચરબી રહિત પૌષ્ટિક ભોજન લો, વજન કુદરતી રીતે નિયંત્રણમાં રેહશે

સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો:

 

તમારા શરીરની સાફ સફાઈ સાથે ખાવા-પીવા માટે પણ સજાગ રહો. બહારના ખુલ્લા ફળો, રસ્તા પર વેચાતી વસ્તુઓ ખાવાની ટેવ ટાળો. ફાસ્ટ ફૂડથી દુર રહો. આ ખોરાકના ઉત્તમ વિકલ્પો ઘરે તૈયાર કરો. જીભને સ્વાદ તો આવશે જ, સ્વાસ્થય પણ ખરાબ થશે નહિ અને તમે હંમેશા ચુસ્ત અને તંદુરસ્ત રેહશો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *