૬૦ વર્ષની ઉંમર સુધી વાળને કાળા રાખવા હોય, તો લગાવો આ ખાસ તેલ અને સરળતાથી રોકો વાળને સફેદ થતા

Image Source

વાળ સફેદ થવાની સમસ્યા નાની ઉંમરથી જ થવા લાગે છે. આપણે આ સમસ્યાના કારણોને દૂર કરી સરળતાથી વાળને સફેદ થતા રોકી શકીએ છીએ…..

વધતી ઉંમરની સાથે વાળ સફેદ થવા એક સામાન્ય વાત છે. પરંતુ હવે નાની ઉંમરમાં પણ વાળ સફેદ થવાની સમસ્યા જોવા મળી રહી છે. બાળપણમાં બાળકોના વાળ સફેદ થવા લાગ્યા છે. આ વાતમાં કોઇ શંકા નથી કે તેનું કારણ આપણી બદલતી જીવનશૈલીમાં છૂપાયેલુ છે જેના ઘણા સરળ ઉપાયો પણ છે.

જે રીતે આ સમસ્યા સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં સમાન રૂપે જોવા મળે છે, તેવીજ રીતે આ સમસ્યાનો ઉપાય પણ બંને માટે એક જેવો જ છે. ફક્ત સ્વાસ્થ્યની બાબતે કેટલાક સ્થળો પર વસ્તુઓ બદલી જાય છે. આમ હોર્મોન્સના અંતરના કારણે થાય છે…..

Image Source

વાળમાં કલર કઈ રીતે આવે છે?

  •  લોકોના વાળનો કલર ભૂખરો અથવા કાળો હોય છે. વાળમાં આ કલર ત્વચાની ઉપરના સ્તરમાં રહેલ ખાસ પ્રકારની કોશિકાઓને કારણે આવે છે. જે ત્વચામાં મેલેનીન નું ઉત્પાદન કરે છે. આ કોશિકાઓને મેલેનોસાઈટ્સ કેહવામાં આવે છે.
  • ફકત વાળ સબંધી વાત કરીએ તો હેર ફોલિકલ્સમાં બે પ્રકારના મેલેનીન હોય છે. એક ઈયુમેલેનીન અને બીજું ફિયોમેલેનીન. ૬૦ વર્ષની ઉંમર સુધી વાળને કાળા રાખવા છે, તો આ ખાસ તેલ લગાવવાથી સફેદી દૂર રેહશે.
  • વાળ સફેદ થવાની સમસ્યા ઓછું ઉંમરથી જ થવા લાગે છે. આપણે આ સમસ્યાના કારણોને દૂર કરી સરળતાથી વાળને સફેદ થતા રોકી શકાય છે……
  • વધતા ઉંમરની સાથે વાળ સફેદ થવા એક સામાન્ય વાત છે. પરંતુ હવે ઓછી ઉંમરમાં પણ વાળ સફેદ થવાની સમસ્યા જોવા મળી રહી છે. બાળપણમાં બાળકોના વાળ સફેદ થવા લાગ્યા છે. આ વાતમાં કોઈ શક નથી કે તેનું કારણ આપણી બદલતી જીવનશૈલી માં છૂપાયેલી છે ઘણા સરળ સમાધાન પણ છે.
  • જે રીતે આ સમસ્યા સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં સમાન રૂપે જોવા મળે છે, તેવીજ રીતે આ સમસ્યાનો ઉપાય પણ બંને માટે એક જેવો જ છે. બસ સ્વાસ્થ્ય બાબતે કેટલાક સ્થળ પર વસ્તુઓ બદલી જાય છે. આવું હોર્મોન્સના તફાવતને કારણે થાય છે…..

Image Source

વાળમાં કલર કેવી રીતે થાય છે?

લોકોના વાળનો કલર ભૂખરો અથવા કાળો હોય છે. વાળમાં આ કલર ત્વચાની ઉપરના સ્તરમાં રહેલ ખાસ પ્રકારના કોષોને કારણે આવે છે. જે ત્વચામાં મેલેનીનનું ઉત્પાદન કરે છે. આ કોષોને મેલેનોસાઈટ્સ કેહવામાં આવે છે.

ફકત વાળ સબંધી વાત કરીએ તો હેર ફોલિકલ્સમાં બે પ્રકારના મેલેનીન હોય છે. એક ઈયુમેલેનીન અને બીજું ફિયોમેલેનીન. ઈયુમેલેનીન વાળને કાળા અને ભૂરો કલર આપે છે જ્યારે ફિયોમેલેનીન વાળને સોનેરી અને સફેદ રંગ આપે છે.

Image Source

વાળ સફેદ કેમ થવા લાગે છે?

  • તબીબી વિશ્વમાં વાળને સફેદ કરવાથી સંબંધિત બે જુદા જુદા સિધ્ધાંતો છે. પેહલા સિદ્ધાન્ત મુજબ ઉંમર વધવાને કારણે ઈયુમેલેનીનનું ઉત્પાદન ધીમું થવા લાગે છે. આ કારણે વાળ સફેદ થાય છે.
  • જ્યારે બીજો સિદ્ધાન્ત કહે છે કે વાળના ત્રણ જુદા જુદા ચરણ હોય છે. એકમાં વાળ ઊગે છે, બીજામાં વધારો કરે છે અને ત્રીજામાં પાકવા લાગે છે.

નાની ઉંમરમાં વાળનો કલર બદલવાનું મુખ્ય કારણ:

  • વાળનો રંગ કાળો અથવા ભૂરાથી સફેદ હોવો ઘણા જુદા જુદા કારણો પર આધાર રાખે છે. તેમાં અનુવાંશિક કારણ, શરીરમાં ખનીજની ઉણપ, થાઇરોઇડની સમસ્યા અને કેટલાક ખાસ સિડ્રોમ શામેલ છે.
  • તમારા વાળ ક્યાં કારણે સફેદ થઈ રહ્યા છે, તે વિશે સાચી જાણકારી તમારા ડોક્ટર તમારી સંપૂર્ણ તપાસ કર્યા પછી આપી શકે છે. જો તમારા મનમાં એ પ્રશ્ન છે કે અકાળ સમયથી પેહલા વાળ સફેદ થવાની સ્થિતિને કઈ ઉમર માનવી જોઈએ. તો તેનો જવાબ છે કે એશિયાઈ દેશોમાં ૨૫ વર્ષની ઉંમરથી પેહલા વાળ સફેદ થવા, નાની ઉંમરમાં વાળ સફેદ થવાનું સૂચક છે.

Image Source

નાની ઉંમરમાં વાળને સફેદ થતા અટકાવવા માટે શું કરવું ?

  • નાની ઉંમરમાં વાળને સફેદ થતા અટકાવવા માટે સૌથી પહેલા તેનું કારણ જાણવુ જરૂરી છે. જો તમને કોઈ આનુવંશિક અને તબીબી સમસ્યા નથી તો કેટલાક સરળ ઉપાય અપનાવીને તમે તમારા સફેદ થતા વાળ પર કાબૂ મેળવી શકો છો. આમાં પણ આપણા પ્રાચીન નુસખા શામેલ છે. જેને અપનાવીને આપણા પૂર્વજો ૮૦ વર્ષની ઉંમર સુધી વાળને કાળા બનાવી રાખતા હતા. આ બધી રીત ખૂબ સરળ અને સસ્તી પણ છે.

Image Source

ચોક્કસ તેલનું માલિશ:

  • નોન સ્ટિકી તેલના નામે બજારમાં ઘણા પ્રકારના હેર ઓઇલ મળી રહ્યા છે. પરંતુ આજે પણ વાળ માટે સૌથી વધારે ઉપયોગ સરસવ, નારિયેળ અને બદામના તેલનો જ છે. તે તમારા વાળની ઘણી સમસ્યાઓને દૂર કરશે જો તમારી પાસે શુદ્ધ તેલ હોય તો.
  •  સરસવનુ શુદ્ધ તેલ મેળવવું ખૂબ મુશ્કેલ કામ પણ નથી. તમે રાઈ અથવા સરસવના દાણા ખરીદીને તેને સ્થાનિક ઘંટી પર પીસીને તેલ મેળવી શકો છો. સરસવનાં શુદ્ધ તેલમાં આયર્ન, કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ જેવા તત્વ જોવા મળે છે. જે તમારા વાળને પોષણ આપીને તેને લાંબા સમય સુધી કાળા બનાવી રાખે છે.
  • તમે દરરોજ રાત્રે સૂતા પહેલા માથામાં સરસવના તેલથી માલિશ કરો. માથા પર સુતરાઉ કાપડ બાંધીને સુઈ જાઓ અને પછી સવારે શેમ્પુથી વાળ ધોઈ લો. જો તમે એક મહિના સુધી આમ કરશો તો તમને વાળમાં ચમક વધતી જોવા મળશે અને ખરતા પણ અટકાવી શકાય છે.

Image Source

નારિયેળ તેલ અને આમળા પાવડર :

  • નારિયેળ તેલ પાંચ ચમચી લો અને તેને કોઈ લોખંડના વાસણમાં ગરમ કરો. હવે તેમાં બે ચમચી આમળા પાવડર નાખો. ત્યારબાદ મિશ્રણ ઠંડુ થયા પછી વાળના મુળથી લઈને માથાના છેડા સુધી સારી રીતે લગાવો. વાળ વધારે લાંબા હોય તો આ મિશ્રણ ની માત્રા બે ગણી કરી લો.
  • માથામાં આ પેક લગાવીને અડધા કલાક પછી વાળને શેમ્પૂથી ધોઈ લો. તમને ફાયદો થશે. તમારી અનુકૂળતા મુજબ અઠવાડિયામાં એક થી બે વખત તમે આ ઉપાય કરો. તમારા વાળ સફેદ થતા ઓછા થઈ જશે અને ધીમે ધીમે વાળ કાળા અને પ્રાકૃતિક ચમક વધવા લાગશે. તમે થોડી ધીરજ રાખો.

Image Source

કાંદાના બીજ નો ઉપયોગ :

  • તમે કાંદાના બીજ અથવા કલોજી જૈતુન તેલની સાથે પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને નહાતી વખતે અડધાથી એક કલાક પહેલા વાળ પર લગાવી લો અને પછી વાળને ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરી શકાય છે. તમે આ ઉપાયને અજમાવીને જુઓ, એક મહિનામાં તમે તમારા વાળમાં પરિવર્તનનો અનુભવ કરશો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment