હાડકા ને ઉમરભર રાખવા છે મજબૂત તો રાખો આ વાત નું ધ્યાન

એક ઉમર પછી હાડકાં ઓ કમજોર થવા સામાન્ય વાત છે. પણ જો તમને કોઈ ખરાબ આદત હશે તો ઉમર ની પહેલા જ તમારા હાડકાં કમજોર થવા લાગે છે. ચાલો જાણીએ કેવી રીતે 

Image Source

તમને જાણી ને નવાઈ લાગશે કે ફક્ત 25 વર્ષ સુધી જ હાડકાં મજબૂત થઈ શકે છે. 35 વર્ષ ની ઉમર પછી હાડકાં કમજોર થવા લાગે છે. અને તમારા પર એસ્ટેરિયોપોરોસિસ જેવી ગંભીર બીમારી થવા લાગે છે. હાડકાં કમજોર થતાં જ ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. પણ હાડકાં ને મજબૂત કરવાના ઘરેલુ ઉપાય થી તમે દરેક ઉમર માં સ્વસ્થ રહી શકો છો. 

કાર્બોનેટેડ પેય પદાર્થ

કાર્બોનેટેડ પેય પદાર્થ જેવા કે સોફ્ટ ડ્રિંક, શેંપેન વગેરે હાડકાં માથી કેલ્સિયમ ખેચી લે છે. હાવર્ડ માં થયેલા એક રિસર્ચ ના પ્રમાણે 16 થી 20 વર્ષ ની મહિલા ઓ માં આ પેય પદાર્થ ને કારણે હાડકાં માથી કેલ્સિયમ ઓછું થઈ જાય છે. તેમા ફોસ્ફેટ વધુ હોય છે જે કેલ્સિયમ ને ઓછું કરે છે.

પ્રોટીન વધુ ન લેવું. 

વધુ માત્રા માં પ્રોટીન લેવા થી એસિડિટિ થાય છે. જેના લીધે પેશાબ માં કેલ્સિયમ નીકળી જાય છે. મોટા ભાગ ના લોકો ને ત્રણ વાર ભોજન દ્વારા 0.12 મિ. ગ્રા પ્રોટીન ની જરૂર પડે છે. એટલે જ વધુ માત્રા માં પ્રોટીન લેવા થી હાડકાં ને નુકશાન થાય છે.

એસિડિટિ ની દવા  

કેટલાક લોકો ને હર્દય માં બળતરા અને હાઇટલ હર્નિયા માંટે દવા નું સેવન કરે છે. કેલ્સિયમ, મેગનેસિયમ,અને જિંક જેવા ખનીજ પદાર્થ ના અવશોષણ માંટે પેટ માં એસિડ હોવું જરુરી છે. જો તમે એસિડ બનતા રોકવાની દવા જો લઈ રહ્યા છો તો તેનાથી તમારા માં એસ્ટેરિયોપોરોસિસ નો ખતરો વધી જાય છે. આ દવાઑ ને 6 થી 8 અઠવાડિયા સુધી જ લેવી.

કેફીન થી દૂર રહેવું. 

એક કપ કોફી પીવાથી 150મિ. ગ્રા કેલ્સિયમ બહાર નીકળી જાય છે. કોફી માં ઘણા હાનિકારક રસાયણ હોય છે જે શરીર માથી જેરિલા પદાર્થ ને બહાર જતા અટકાવે છે. જો તમે કોફી જ પીવા માંગતા હોવ તો પ્રતેક કપ માંટે 150 મિ. ગ્રા કેલ્સિયમ ની માત્રા વધારી દેવી.

વિટામિન ડી લેવું 

વિટામિન d કેલ્સિયમ ના અવશોષણ અને હાડકાં સુધી પહોંચડવા માં મદદ કરે છે. તે ઇંમ્યુંન સિસ્ટમ માંટે ખૂબ જ જરુરી છે. જ્યારે તમે તડકો લો છો ત્યારે સ્કીન દ્વારા વિટામિન d તમારા શરીર માં જાય છે. જો તમે તડકો નથી લેતા તો વિટામિન d ની ગોળીઓ પણ લઈ શકો છો.

હોર્મોન્સ પર રાખવી નજર 

મહિલા ઓ માં હાડકાં ને નુકશાન પહોંચાડવાનું મુખ્ય કારણ છે રજોનીવરુતી. તેમ જ 50 વર્ષ ની ઉમર વટાવી ચૂક્યા પુરુષ માં પણ હાડકાં ને નુકશાન થવાનો ખતરો વધી જાય છે. હાડકાં ને સ્વસ્થ રાખવા માંટે પર્યાપ્ત માત્રા માં એસ્ટ્રોજન,પ્રોજેસ્ટરોન,ટેસ્ટેરોજન જરુરી હોય છે. રજોનિવૃતિ માં આ હોર્મોન્સ માં અસંતુલન આવી જાય છે. જે હાડકાં માંટે નુકશાન કારક છે.

તણાવ  

સ્ટ્રેસ થી કોર્ટીસોલ હોર્મોન નું સ્તર વધે છે. જો લાંબા સમય સુધી તેનું સ્તર વધેલું હોય તો હાડકાં ને નુકશાન પહોંચે છે. જેના લીધે બ્લડ શુગર લેવલ પણ વધે છે. અને પેશાબ દ્વારા કેલ્સિયમ પણ નીકળી જાય છે. તણાવ થી દૂર રહેવા માંટે ધ્યાન કરો અને પર્યાપ્ત ઊંઘ લો.

વ્યાયામ 

કસરત દરમિયાન માશપેશીઓ હાડકાં ના વિપરીત ખેચાય છે. તો તેના થી હાડકાં માં ઉત્તેજના પેદા થાય છે. ચાલવા થી, સીઢી ચડવા થી,વેટ લિફ્ટિંગ થી હાડકાં ના ઘનત્વ માં સુધારો થાય છે. દિવસ ભર માં 15-30 મિનિટ ની કસરત કરવી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *