પોતાના ઘરની દીવાલને આપવા માંગો છો નવી રંગત, તો આ કલર સ્કીમનો કરો પ્રયોગ 

ઘરના રંગોની સાથે સાથે ઇન્ટીરિયરમાં પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેની સાથે જ યોગ્ય ફર્નીચરની પસંદગી પણ ખૂબ જ જરૂરી છે તો ચાલો જાણીએ આ ટિપ્સ વિશે જેના પર તમારે ઘરને પેઇન્ટિંગ કરતી વખતે ધ્યાન આપવું જોઈએ.

કોઈપણ ઘરની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવવા નું કામ કરે છે ઘરમાં લાગતો રંગ. તે આપણા ઘરની દીવાલો માટે મેકઅપ નું કામ કરે છે. ઘરની દિવાલોના રંગની યોગ્ય પસંદગી કરવાથી ન માત્ર ઘર ની રંગત સારી થાય છે પરંતુ તે આપણા મનમાં પોઝિટિવ એનર્જીનો પણ સંચાર કરે છે. ઘરના અલગ-અલગ રૂમના હિસાબથી રંગોની પસંદગી કરવી જોઈએ. જો તમારા ઘરમાં જગ્યા વધુ છે તો તમારે હંમેશા ઘાટ્ટા રંગોનો ઉપયોગ કરવો જોઈએ અને તમારા ઘરમાં  જગ્યા ઓછી છે તો સામાન્ય હળવા રંગોનો પ્રયોગ કરવો જોઇએ. હળવા રંગથી તમારો રૂમ મોટો અને વધુ ખુલ્લો દેખાશે.

ઘરના રંગોની સાથે સાથે તમારે તેના આંતરિક ઇન્ટેરિયર નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારા ઘરના પડદા ઘરની દિવાલની ખૂબસૂરતીમાં ખૂબ જ વધારો કરે છે અને તેની સાથે યોગ્ય ફર્નીચરની પસંદગી પણ ખૂબ જ જરૂરી છે. તો ચાલો આવો જાણીએ એ ટિપ્સ વિશે જે તમારા ઘરની પેઇન્ટિંગ કરાવતી વખતે ધ્યાન રાખવી જોઈએ.

આ વાતોનું ખાસ ધ્યાન રાખો

1 બેડરૂમમાં પેઇન્ટિંગ કરાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા રૂમમાં હળવા રંગનો ઉપયોગ કરો. જો તમારો રૂમ ખૂબ જ મોટો છે તો હળવા અને ઘટ્ટ આ બંને રંગોનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમારો રૂમ નાનો છે તો માત્ર હળવા રંગનો ઉપયોગ કરો. હળવા રંગ તમારા પરિવારમાં અને તમારા સંબંધમાં મધુરતા અને શાંતિ લઈને આવે છે અને તે જીવનમાં પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે.

2 તમારા ઘરના લિવિંગ રૂમમાં ક્રીમ અથવા તો હળવા ભૂરા રંગનો ઉપયોગ કરી શકો છો. તમે ઈચ્છો તો પીળા રંગનો પણ ઉપયોગ કરી શકો છો,તે રંગ રૂમમાં પોઝિટિવ એનર્જીનો સંચાર કરશે અને તમારો રૂમ થોડો મોટો દેખાશે.

3 તમને જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડા માટે નારંગી રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે ઈચ્છો તો રસોડામાં નારંગી રંગનો ઉપયોગ કરી શકો છો.

4 ટોયલેટ અને બાથરૂમમાં તમે હળવા પીળા અથવા તો ભૂરા રંગનો પ્રયોગ કરો.

5 પૂજારૂમમાં લાલ રંગનું પેઇન્ટ કરાવો તે શુભનું પ્રતીક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment