જો તમે સ્કીન કેન્સર ની સમસ્યાથી રક્ષણ મેળવવા ઈચ્છતા હોવ તો આજે જ ડાયટમા ઉમેરો આ ચાર વસ્તુઓ

મિત્રો, કેન્સર એ એક એવી બીમારી છે કે, જે તમારો જીવ લઈને જ ઝંપે છે. તેની સારવાર પણ એટલી પીડાદાયક હોય છે કે, લોકો આ બીમારીની સારવાર કરાવવા કરતા મૃત્યુ ને વહાલુ કરી લે છે. કેન્સર એ અનેકવિધ પ્રકારના હોય છે. આ પ્રકારોમાંથી એક છે ત્વચાનુ કેન્સર.

આ ત્વચાનુ કેન્સર થવા પાછળનુ એક મુખ્ય કારણ સૂર્યના યુ.વી. કિરણો ને માનવામા આવે છે. તમને જણાવી દઈએ કે, ૮૬ ટકા હિસ્સો મેલાનોમા અને ૯૦ ટકા નોન-મેલાનોમા યુવી કિરણો સાથે સંકળાયેલા છે. આ ત્વચાના કેન્સર થી પોતાની જાતને સુરક્ષિત રાખવી શક્ય નથી. આ માટે તમારે માત્ર પોતાના ભોજનની વિશેષ કાળજી રાખવી પડશે.

ત્વચાના કેન્સર સાથે સંબંધિત અનેકવિધ અભ્યાસ સામે આવ્યા છે કે, જેમા એવુ જાણવા છે કે, વિટામિન અને અન્ય આવશ્યક પોષકતત્વોથી ભરપૂર ભોજન તમને આ કેન્સર ની સમસ્યા સામે લડવામા મદદ કરે છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, વર્ષ ૨૦૦૨ મા કરવામા આવેલા એક અભ્યાસમા એવુ જાણવા મળ્યુ છે કે, યુવી કિરણો એ શરીરમા એન્ટીઓકિસડન્ટ ઘટાડે છે અને તે સ્કીન ને પણ હાની પહોંચાડે છે. તો ચાલો આજે આ લેખમા આપણે જાણીએ કે, કઈ ચીજવસ્તુઓનુ સેવન આપણને ત્વચાના કેન્સર સામે રક્ષણ મળે.

image source

ઓમેગા-૩ ફેટી એસિડ :

કેન્સરની સમસ્યાને પ્રોત્સાહન આપતુ કોકસ-૨ તત્વ શરીરમા કેન્સર ઝડપથી ફેલાવવાનુ કામ કરે છે. આ સમસ્યાને રોકવા માટે શ્રેષ્ઠ ઉપાય છે ઓમેગા-૩ ફેટી એસિડ્સ. આ ફેટી એસિડ્સ શરીરમા આ તત્વ ને પવેશતા અટકાવે છે અને શરીરમા થતી બળતરા પણ ઘટે છે. તે ફક્ત તમારી ત્વચાને કેન્સરની સમસ્યાથી જ નથી બચાવતુ પરંતુ, તે તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે માટે તમારે તમારા રોજીંદા આહારમા ઓમેગા-૩ ફેટી એસીડ સમાવિષ્ટ હોય તેવા આહાર નો સમાવેશ કરવો.

સેલેનિયમ :

નિષ્ણાતો દ્વારા આ તત્વને ત્વચાનુ કેન્સર અટકાવવા માટે ખુબ જ અસરકારક બતાવવામાં આવ્યુ છે. એક અભ્યાસ મુજબ આ તત્વનુ નિયમિત સેવન કોઈપણ પ્રકારના કેન્સરના જોખમને ૩૧ ટકા જેટલુ ઘટાડી શકે છે. તેથી તે વાત ખુબ જ મહત્વપૂર્ણ છે કે, તમે પણ તમારા ભોજનમા આ તત્વની ઉણપને દૂર કરો અને આ તત્વ જે ભોજનમા પુષ્કળ માત્રામાં મળતુ હોય તેવુ સેવન કરો.

image source

વિટામિન-સી :

આપણા તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે વિટામિન કેટલા અગત્યના છે તે આપણે સૌ જાણીએ જ છીએ. તમારી રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરવામા તે એક ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. જેની મદદથી તમે ઘણાં ગંભીર રોગો સામે લડી શકો છો. તેવી જ રીતે તે તમને કેન્સર સામે લડવામા પણ સહાયરૂપ સાબિત થઇ શકે છે. અમુક અધ્યયનો મુજબ વિટામિન-સી ની સહાયતાથી કેન્સરની સમસ્યાને કારણે થતા મૃત્યુની સંખ્યામા ઘટાડો થાય છે માટે તમારા રોજીંદા ભોજનમા વિટામીન-સી યુક્ત ભોજનનો સમાવેશ અવશ્યપણે કરવો..

 • Guavas
 • Kiwifruit
 • Bell Peppers
 • Strawberries
 • Oranges
 • Papaya
 • Tomato

વિટામીન-ઈ :

વિટામિન-ઇ એ આપણી ત્વચા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે, તે ત્વચાના કેન્સરને દૂર કરવામાં ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે સૂર્યના કિરણો ને શોષી લે છે અને તમારી ત્વચાને સુરક્ષિત રાખે છે. માટે તમે તમારા રોજીંદા ભોજનમા વીટામીન-ઈ યુક્ત ભોજન નો સમાવેશ કરો.

 • Hazelnut Oil
 • Sunflower Oil
 • Almond Oil
 • Abalone
 • Pine Nuts
 • Goose Meat
 • Avocado

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *