કપડાં પર ના ડાઘ ને દૂર કરવા છે તો આજે જ અપનાવો આ ઘરેલુ ઉપાય

Image Source

કપડાં પર ડાઘ લાગી જાય તો ઘણું દુખ થાય છે. અને જ્યારે આપણાં કોઈ ફેવરેટ કપડાં પર ડાઘ લાગે તો ખૂબ ગુસ્સો પણ આવે છે. કપડાં પર ડાઘ ઘણા પ્રકારે લાગે છે. કેટલાક ડાઘ નીકળતા નથી પણ ઘણા ડાઘ નીકળી પણ જાય છે. ગુસ્સો એ કોઈ પણ સમસ્યા નો સોલ્યુસન નથી. ધૈર્ય પૂર્વક કામ કરવાથી કપડાં પર ના ડાઘ પણ નીકળી જાય છે. તાજો ડાઘ જલ્દી જ નીકળી જાય છે. જો ડાઘ જૂનો હોય તો તેને કાઢવો ખૂબ જ મુશ્કેલ છે. એટલે જ ડાઘ ને તરત જ કાઢવા ની કોશિશ કરવી.

ઘણી વખત એવું થાય છે ગમે એટલું સાચવીએ તો પણ કપડાં પર ડાઘ લાગી જ જાય છે. ભલે ડાઘ નાનો હોય પણ તેના લીધે કપડાં ની શોભા બગડી જાય છે. અને મજબૂરી માં આપણે તે કપડાં ને મૂકી દેવા પડે છે. પણ જો તમને અલગ અલગ ડાઘ કાઢવાની રીત ખબર હોય તો તમારી મુશ્કેલી થોડી ઓછી થઈ જાય છે. સૌથી પહેલા તો એ જાણવું જરુરી છે કે બધા જ પ્રકાર ના ડાઘ એક જ રીતે નથી નીકળતા. દરેક ડાઘ ને કાઢવા માંટે  અલગ રીત હોય છે. પણ તમે તેનાથી ઘભરાશો નહીં અહી તમને કેટલાક ઘરેલુ નુસખા બતાવ્યા છે જેનાથી કોઈ પણ પ્રકાર ના ડાઘ કાઢી શકો છો.

Image Source

કપડાં પર થી ડાઘ કાઢતી વખતે ધ્યાન રાખવા જેવી બાબત

  1. રંગીન કપડાં પર નો ડાઘ કાઢતી વખતે એ વસ્તુ ધ્યાન માં રાખવી કે જો રંગ કાચો હશે તો રંગ પણ નીકળશે.
  2. ઉની વસ્ત્રો પર ક્યારે પણ ગરમ પાણી ન નાખવું જોઈએ. તેનાથી તે ખરાબ થઈ શકે છે.
  3. પેટ્રોલ કે કેરોસીન થી ડાઘ કાઢતી વખતે તે વસ્તુ નું ધ્યાન રાખવું કે તે જ્વલનશીલ હોય છે. તરત જ આગ પકડી લે છે. તેમ જ આસ પાસ કયા પણ આગ ન હોવી જોઈએ.
  4. વધુ ગરમ પાણી થી ડાઘ કાઢવાની કોશિશ ન કરવી. તેનાથી ડાઘ જિદ્દી થઈ જાય છે.

Image Source

કપડાં પર થી ડાઘ કાઢવાની રીત

1. જો કપડાં પર ચા નો ડાઘ લાગે તો તરત જ ટેલકમ પાવડર લગાવી દો તેનાથી ડાઘ નહીં પડે. ડાઘ લાગેલ કપડાં ને બાફેલા બટાકા ના પાણી માં મૂકો, જેથી ડાઘ નીકળી શકે. ચા કે કોફી ના ડાઘ પર થોડી વાર ગ્લીસિરિન લગાવી ને થોડી વાર પછી ધોઈ નાખો. બે કપ પાણી માં ¼ ચમચી બોરેક્સ પાવડર નાખી ને આ મિશ્રણ વડે રંગીન સુતરાઉ કપડાં અને લીનન ના કપડાં પર થી ચા ના ડાઘ દૂર થશે. ચા પડતાં જ ખાંડ નાખતા ડાઘા નથી પડતાં. અને તે જલ્દી જ સાફ થઈ જાય છે. સુહાગા ને હૂંફાળા પાણી માં ધોવાથી કપડાં પર ચા કોફી ના ડાઘ જતા રહે છે.

2. હળદર ના ડાઘ પર થોડી વાર બેસન લગાવી રાખો. અને પછી ધોઈ નાખો. ત્યાર બાદ કપડાં ને સૂકવી દો. જો ડાઘ તાજો છે તો તેને તરત જ સાબુ થી ધોઈ નાખો અને તડકા માં સૂકવી દો રેશમી કે ઉની વસ્ત્ર પર હળદર નો ડાઘ છે તો તેને પહેલા પોટેશિયમ પર્મેગેનેટ માં ડૂબાવી રાખો અને પછી એમોનિયા માં ડૂબાવી રાખો. આવું વારે વારે ત્રણ-ચાર વખત કરવાથી ડાઘ નીકળી શકે છે. સ્પિરિટ થી સાફ કરવાથી ડાઘ નીકળી શકે છે.

3. બોલ પેન ના ડાઘ ને કાઢવા માટે મીથાઇલેટેડ સ્પિટ નો ઉપયોગ કરવો. તેનાથી ડાઘ નીકળી જાય છે. અડધો કલાક છાશ માં પલાળી ને કપડાં ધોવાથી ડાઘ નીકળી જાય છે. કપડાં પર ના ઇન્ક ના ડાઘ પર સફેદ ટુથપેસ્ટ લગાવી ને થોડી વાર રાખી મૂકવા થી ડાઘ જતા રહે છે. ઇન્ક વાળા ડાઘ પર વિનેગર લગાવી ને રગડો પછી સાબુ થી ધોઈ નાખો. તેનાથી ડાઘ જતા રહેશે. બાફેલા ચોખા કે પછી તેના પાણી થી પણ ઇન્ક ના ડાઘા જતા રહશે.

4. લોહી ના ડાઘ જો કપડાં પર લાગી જાય તો તેને કાઢવા ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે તેમા એક પ્રકાર નું કાર્બનિક પ્રોટીન હોય છે. તેની માંટે કપડાં ને મીઠા અને પાણી થી બનાવેલ પાણી માં ડૂબાડી રાખો. હવે ડાઘ વાળી જગ્યા પર એન્જાઇમેટિક સ્ટેન રિમૂવલ લગાવો. તેનાથી ડાઘ છૂટી જશે.

5. જો કપડાં પર માટી ના ડાઘ લાગ્યા છે અને તે સુકાઈ ગયા છે તો કપડાં ધોવા ના ડિટરજન્ટ ને પાણી માં નાખી ને મિક્સ કરો. અને એક પેસ્ટ બનાવો. હવે તેને પ્રભાવિત એરિયા માં લગાવી ને થોડી વાર માંટે રહેવા દો અને પછી બ્રશ થી ઘસી નાખો.

6. જો કપડાં પર કાટ નો ડાઘ લાગ્યો હોય તો તેના પર લીંબુ નો રસ લગાવી ને 10-15 મિનિટ માંટે તડકા માં રહેવા દો. હવે કપડાં ને સાફ પાણી થી ધોઈ ને સાબુવાળા પાણી થી ધોવો. કાટ ના ડાઘ પર દહી કે લીંબુ નો રસ લગાવી ને થોડી વાર ગરમ પાણી માં રાખી ને તેને મસળો. ડાઘ સાફ થઈ જશે. કાટ ના ડાઘ વાળા ભાગ ને સરકા માં ડૂબાળી ને ધોવા થી કાટ ના ડાઘ દૂર થાય છે. કપડાં પર ડાઘ લાગેલ જગ્યા પર દૂધ લગાવા થી ડાઘ દૂર થાય છે. ફાટી ગયેલા દૂધ થી સફેદ કપડાં પર ના કાટ ના ડાઘ ને દૂર કરી શકાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment