તમે નાકના ખુલ્લા છિદ્રોથી છુટકારો મેળવવા માંગો છો, તો આ સરળ અને ઘરેલુ ટિપ્સને અનુસરો

જો તમારા નાક પર ઉપસ્થિત નાના નાના છિદ્રો દેખાવા લાગે છે તો તેનાથી છુટકારો મેળવવા માટે અમુક ઉપાયોની મદદ લઇ શકાય છે.

ખુલ્લા છિદ્રો સ્કિન એજીંગની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક છે. તે ઘણી વખત હાયજીનના અભાવને કારણે દેખાતા હોય છે અને ઘણી વખત આપણે સ્કિનનું ધ્યાન નથી રાખી શકતા તેના કારણે પણ તે દેખાવા લાગે છે. સૌથી મોટી સમસ્યા ત્યારે આવે છે જ્યારે તે નાક ઉપર જ દેખાવા લાગે છે અને મેકઅપ કર્યા બાદ પણ દેખાતા બંધ થતા નથી. એવામાં તે તમારા મેકઅપને પણ ખરાબ કરે છે. અને દરેકની નજર તમારા નાક ઉપર જ જાય છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓ અલગ-અલગ પ્રકારના ઉપાયો કરે છે. પરંતુ આ ઉપાય ઘણી વખત આપણી સ્કિનને ડૅમેજ કરે છે.તો આવો અહીં અમે તમને જણાવીશું કે તેનાથી છુટકારો મેળવવા માટે આપણે ઘરે શું કરી શકીએ છીએ.

આ વાતોનું ખાસ રાખો ધ્યાન

1 મેકઅપને દૂર કરવો બિલકુલ ન ભુલો

જો તમે રાત્રે સુતા પહેલા મેકઅપ યોગ્ય રીતે દૂર કરતા નથી તેના કારણે તમારી સ્કિન ડેમેજ થઈ શકે છે. અને સ્કિનના છિદ્રોનું લચીલાપણુ પણ દૂર થઈ જાય છે અને તે છિદ્રો નાના નથી થઇ શકતા. એવામાં જરૂરી છે કે તમે જ્યારે પણ મેકઅપ કરો ત્યારે તેને રાત્રે સુતા પહેલા યાદ કરીને સંપૂર્ણ રીતે દૂર કરો.

2 ચોખ્ખાઈ ખૂબ જરૂરી

સવારે અથવા રાત્રે રૂટીન ફોલો કરવાની સાથે જ તમે દિવસના સમયે પણ તેને સાફ કરતા રહો. ખાસ કરીને જો તમે જીમ, વર્કઆઉટ અથવા તો ચાલવા જાવ છો ત્યારબાદ જરૂરથી તમારા ચહેરાને ક્લિન કરો.

3 તમારી સ્કિનને ડ્રાયનેસથી દૂર રાખો

જો તમારી ત્વચા સ્વસ્થ રહેશે તો નાકના છિદ્રો સખત રહેશે અને ખુલ્લા દેખાશે. એવામાં જરૂરી છે કે તમે વધુ મોઈશ્ચરાઈઝર ઉપયોગ કરો અને ધ્યાન રાખો કે તમારી સ્કિન અનુસાર મોઈશ્ચરાઈઝર યુઝ કરો. 

4 એક્સફોલિયેટ જરૂર કરો

સ્કિનને અઠવાડિયામાં બેથી ત્રણ વાર એક્સફોલિએટ કરવું ખૂબ જ જરૂરી છે. તે તમારા છિદ્રોને બ્લોક કરવાથી રોકશે અને સ્કિન વધુ સારી રીતે સીબમ ઉત્પન્ન કરી શકશે.

5 બટાકાનો કરો આ રીતે ઉપયોગ

નાક ઉપર જો ખુલ્લા છિદ્રો નથી જઇ રહ્યા તો તમે બટાકાનો ઉપયોગ કરો.બટાકાનો રસ કાઢીને તેને ગાળો. ત્યારબાદ તેને એક વાટકીમાં લઈને કોટનની મદદથી નાક ઉપર લગાવો. તેને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધુવો. આમ કરવાથી તમારા ચહેરા ઉપર મેજિકલ ઇફેક્ટ જોવા મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment