જો તમે ખોરાકનો સ્વાદ વધારવા માંગો છો તો માત્ર 10 મિનિટમાં બનાવો ‘ચીલી ઓઇલ’, આ રીતે કરો તેનો ઉપયોગ 

Image Source

તમે ભોજનમાં ચિલી ઓઇલ મિક્સ કરવાનું પસંદ કરો છો તો અમે તેને ઘરે કેવી રીતે બનાવવું તેની રીત જણાવીશું.

ભારતમાં બાળકો જ નહીં પરંતુ મોટા લોકો પણ ચાઈનીઝ ફૂડ ખૂબ જ પસંદ કરે છે.નુડલ્સ, પાસ્તા કે પછી ચાઈનીઝ ના દિવાના અહીં તમને ખૂબ જોવા મળશે. પરંતુ ભારતમાં આ ફૂડ આઈટમ ઇન્ડિયન ફ્લેવરમાં મિક્સ મળશે એવું એટલા માટે કારણ કે ભારતના લોકો ખોરાકને પોતાના અંદાજમાં ખાવાનું પસંદ કરે છે ચાઈનીઝ સ્કૂલ ની સાથે તેની ઓછી કરવામાં આવે છે તે એક દોસ્તના રૂપમાં પણ કામ કરે છે જેને ખાવાથી સ્પાયસી ફ્લેવર વધી જાય છે અને આ ટેસ્ટી સોસ નો ખાવામાં ઘણી રીતે ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને લોકો તેને રેડીમેઈડ ખરીદે છે પરંતુ જો તમે ઈચ્છો તો તેને ઘરે પણ બનાવી શકો છો તેને બનાવવું માત્ર આસાન જ નહીં પરંતુ તેને સ્ટોર પણ કરી શકાય છે.આવો જાણીએ કેવી રીતે 

Image Source

ચિલી ઓઇલ રેસીપી

સામગ્રી

 • ચીલી ફ્લેક્સ એક બાઉલ
 • મીઠું બે ચમચી
 • મરી ચાર ચમચી
 • તજ એક
 • ઈલાયચી
 • કાળી ઈલાયચી એક
 • સ્ટાર ફુલ પાંચ
 • તમાલપત્ર ત્રણ
 • તેલ બે કપ
 • લસણ 3(વાટેલું)
 • આદું 1 ટુકડો

Image Source

બનાવવાની રીત

 • સૌપ્રથમ એક બાઉલમાં કાઢો ધ્યાન રાખો કે તેમાં બીજ ઓછા હોવા જોઈએ.
 • ચીલી ફ્લેક્સ વાળા બાઉલમાં મીઠું મિક્સ કરો અને સારી રીતે મિક્સ કર્યા બાદ મેં એક બાજુ રાખો.
 • હવે એક પેનમાં તમાલપત્ર,મરી, તજ કાળ ઈલાયચી ઇલાયચી સ્ટાર ફૂલને શેકો.
 • એકથી બે મિનિટ સુધી ડ્રાય રોસ્ટ કર્યા બાદ ધ્યાનમાં રાખો કે તે બળી ન જાય.
 • મસાલા રોસ્ટ કર્યા પછી આ મસાલાને એક બાઉલમાં કાઢીને સાઈડમાં મુકો હવે આ પેનમાં ફરીથી તેલ નાખો અને આ દરમિયાન ગેસની ફ્લેમ ધીમી રાખો.
 • તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ પોસ્ટ કરેલા મસાલાની મિક્સ કરો અને તેની સાથે લસણ અને આદુ ને ક્રશ કરી નાખો. તમે તેમાં આદુ ઝીણું સમારીને પણ નાખી શકો છો.
 • હવે આ મસાલાને 10 થી 13 મિનિટ સુધી ચડવા દો પરંતુ ધ્યાન રાખો કે તેને હલાવવાનું નથી.
 • 10 થી 13 મિનિટ બાદ આ તેલને ચીલી ફ્લેક્સ વાળા બાઉલમાં કાઢી લો.હવે એક ચમચીની મદદથી તેને સારી રીતે હલાવી લો.

Image Source

ચીલી ઓઇલને સ્ટોર કરવાની રીત

જ્યારે બાઉલમાં ચિલી ઓઇલ ઠંડુ થઈ જાય ત્યારે તેને એરટાઇટ શીશીમાં અથવા તો જારમાં ટ્રાન્સફર કરો હવે તેને ફ્રિજમાં નહીં પરંતુ રૂમ ટેમ્પરેચરમાં જ રાખો અને ઢાંકણ ને વધુ સમય સુધી ખુલ્લું ના રાખો તેનાથી તેલ ખરાબ થવાની સંભાવના રહી શકે છે. અને તમે જ્યારે પણ કાઢો છો ત્યારે તેની માટે સાફ ચમચીનો ઉપયોગ કરો અને પાણી ની અંદર જવું જોઈએ નહીં તેનું ધ્યાન રાખો આ વાતોનું ધ્યાન રાખશો તો ચીલી ઓઇલ છ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. અને જો કોઇ કારણોસર તેના સ્વાદમાં બદલાવ આવી ગયો હોય તો તેનો ઉપયોગ ન કરશો.

ખોરાકનો સ્વાદ વધારે છે ચિલી ઓઇલ

 સૂપ, નુડલ્સ,પાસ્તા, મોમોસ, રાઈસ વગેરેમાં ચિલી ઓઈલનો ડીપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.જો તમે તેને ઉપરથી સોસ ની જેમ સર્વ કરવા માંગો છો તો એક બાઉલમાં કાઢીને તેમાં વિનેગર અને સોયા સોસ મિક્સ કરો.

તમે તેને મોમોસ અથવા તો રાઈસની ઉપર ડમ્પિંગ કરીને પણ સર્વ કરી શકો છો.તે સિવાય પાસ્તામાં માત્ર ચિલી ઓઇલ બે ચમચી મિક્સ કરો તેનાથી તેનો સ્વાદ વધી જાય છે. ઘણા લોકો તેને ફ્રાય કરતી વખતે શાકભાજીમાં પણ મિક્સ કરે છે.

ચિકનને મેરીનેટ કરવા માટે ચિલી ઓઇલ નો ઉપયોગ કરવામાં આવે છે. તેની માટે ચિકનમાં ચિલી ઓઇલ નાખો ત્યારબાદ અમુક સમય સુધી રહેવાવા દો. ત્યારબાદ તેને બનાવો તેનાથી તમારે અન્ય મસાલા મિક્સ કરવાની જરૂર પડશે નહીં.

ચાઈનીઝ ફૂડની સાથે ચિલી ઓઇલ ડિપ સોસની જેમ તેનો ઉપયોગ કરવામાં આવે છે.મસાલા અને ચિલીનો ફ્લેવર તમારા કોઈપણ ફૂડ આઈટમ ની સાથે મિક્સ કરી શકો છો.પછી તે નાસ્તો હોય કે ઇન્ડિયન ફૂડ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *