બાળકો પોતાના માતાપિતા પાસેથી જ સારૂ અને ખરાબ ઓળખતા શીખે છે. એટલું જ નહીં તેઓ સારીની સાથે સાથે ખરાબ આદતો પણ પોતાના માતાપિતા પાસેથી લે છે.
બાળકોના ઉછેર માટે માતા-પિતાએ ન જાણે કેટલી મહેનત કરવી પડે છે. કોઈ પોતાના બાળકોને સારું જીવન આપવા માટે ઓવર ટાઇમ કરે છે તો ઘણી માતાઓ પોતાનું કારકિર્દી છોડી દે છે અને ઘરે બાળકો સાથે રહેવાનું શરૂ કરે છે. માતાપિતા તેમના બાળકમાં સારા ગુણો અને સંસ્કારો સ્થાપિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે બાળકો તેમને જોઈને જ શીખે છે.
બાળકોની આસપાસના લોકો જે કરે છે તેઓ તે પણ શીખી જાય છે. તેથી માતા પિતા બન્યા પછી યુગલોએ પોતાની અમુક ખરાબ આદતો છોડવી જોઈએ, નહીંતર તેની ખરાબ આદતો બાળકોમાં પણ આવી શકે છે.
ટીવી જોવી:
ટીવી જોવી એ કોઈ ખરાબ આદત નથી પરંતુ કલાકો સુધી ટીવી આગળ બેસી રહેવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જ્યારે બાળકો માતા-પિતાને લાંબા સમય સુધી ટીવી જોતા નોટિસ કરે છે, ત્યારે તેઓ અનુભવે છે કે આ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
તેનાથી બાળકોને ટેકનોલોજીની આદત લાગી જાય છે. તેની ખરાબ અસર બાળકોના બૌદ્ધિક વિકાસ પર પડી શકે છે. તેથી બાળકો માટે સ્ક્રીન ટાઇમ નક્કી કરતા પહેલા પોતાના માટે પણ કોઈ મર્યાદા નક્કી કરો.
ચીસો પાડવી:
માતા-પિતા મા બૂમો પાડવાની એક ખરાબ આદત હોય છે. બાળકોની નાની નાની ભૂલો પર પણ કેટલાક માતા-પિતા બૂમો પાડે છે. તેઓ ભૂલી જાય છે કે તેની ખરાબ અસર બાળકો પર પડી શકે છે.
જે બાળકોને ચિંતા અને હતાશા તરફ દોરી જાય છે અને માતા-પિતા અને બાળકો વચ્ચેના વિશ્વાસના સંબંધમાં પણ ભય રહે છે. ઉત્તમ રહેશે કે તમે બાળકો પર બૂમો પાડવાને બદલે તેને પ્રેમથી સમજાવો.
બીજા સાથે સરખામણી ન કરો:
માતા-પિતાએ ક્યારેય પણ પોતાના બાળકો ની સરખામણી બીજા બાળકો સાથે કરવી નહીં. જો તમારા માં એ આદત હોય તો આજથી જ છોડી દો. તેની બાળકોના વિકાસ પર ખૂબ ખરાબ અસર પડે છે જેમકે બાળકનો આત્મવિશ્વાસ અટકી જાય છે અને તે પોતાને બીજા કરતાં ઓછું આંકે છે. તમારા બાળકના ઉછેરમાં તેની પ્રશંસા કરો અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરો.
માર મારવો:
વિદેશોમાં બાળકો પર હાથ ઉઠાવવાની બિલકુલ પણ પરવાનગી નથી પરંતુ ભારતમાં એવો કોઈ નિયમ નથી. અહીં બાળકોને વાત સમજાવવા માટે ઘણીવાર હાથ ઉઠાવવામાં આવે છે જે બિલકુલ ખોટું છે.
આ રીતે તમે બાળકો આગળ આ ઉદાહરણ સેટ કરો છો કે પોતાની વાત મનાવવા કે પોતાની વિરુદ્ધ જાય તો માર મારવો યોગ્ય છે. બાળકો પર હાથ ઉઠાવવા થી તેને કોઈ માનસિક વિકાર થવાનો ભય રહે છે. જો તમે આજ સુધી આવું કરતા આવ્યા હોય તો તમારી આ આદત આજથી જ છોડી દો.
ગોસીપ કરવી:
મહિલાઓ તો ગોસિપ કરે છે પરંતુ આ વસ્તુઓ બાળકો સામે કરવાનું ટાળો. જો તમે બાળકોની સામે તમારા મિત્રો સાથે ગોસીપ કે કોઈની બુરાઈ કરો છો, તો તેઓને લાગે છે કે આમ કરવું યોગ્ય છે.
બાળકો પણ પોતાના મિત્રો સાથે તમારી જેમ ગોસિપ કરવાનું ચાલુ કરે છે જે તેની ઉંમરના હિસાબે ખોટું છે. તેનાથી બાળકોના વ્યવહાર પર ખરાબ અસર પડે છે અને બની શકે કે પોતાની ગોસીપ કરવાની આદતને લીધી તે પોતાના મિત્રોથી દૂર થઈ જાય.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team