લગ્ન માટે જો ડિઝાઇનર આઉટફિટ ખરીદવાની ઇચ્છા હોય તો પેહલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

જો તમે તમારા લગ્નને વિશેષ બનાવવા માટે ડિઝાઇનર આઉટફિટ ખરીદવા ઈચ્છતા હોય, તો કોઈપણ આઉટફિટ પસંદ કરતાં પહેલાં, તમારે થોડી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ.

Image Source

છોકરીઓ કેટલા પણ પૈસાની બચત કરવા ઈચ્છે, પરંતુ જ્યારે વાત તેમના લગ્નની થાય છે ત્યારે તેઓ પૈસાની બચતને નજર અંદાજ કરીને દરેક વસ્તુ શ્રેષ્ઠ ઈચ્છે છે. તેમાં સૌથી પ્રથમ ક્રમ તેમના લગ્નના આઉટફિટનો આવે છે. લગ્નના દિવસે દરેકનું ધ્યાન દુલ્હન ઉપર હોય છે એવામાં તે પોતાના લૂકને લઈને કોઈપણ પ્રકારની છેડછાડ કરી શકતી નથી. આમ તો તમને ઘણા પ્રકારનાં ફેશનેબલ વેડિંગ લહેંગા વગેરે મળશે, પરંતુ એક મનોહર અને આકર્ષક દેખાવ મેળવવા માટે ડિઝાઇનર વેડિંગ આઉટફિટ ખરીદવું એ એક સારો વિચાર છે. તે થોડું ખર્ચાળ હોઈ શકે છે, પરંતુ આવા ડિઝાઇનર આઉટફિટમાં વિવિધ રંગોનું યોગ્ય મિશ્રણ, તેનું કલાત્મક ભરતકામ અને સુંદર પ્રધાનતત્ત્વ અને અન્ય ડિઝાઇન વેડિંગ આઉટફિટને અત્યંત વિશેષ બનાવે છે. બની શકે કે તમે તમારા લગ્ન માટે ડિઝાઇનર લેહંગા લેવાનું પણ નક્કી કર્યું હશે, પરંતુ કોઈ પણ આઉટફિટ ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે. તો ચાલો તેના વિશે જાણીએ.

રિસર્ચ જરૂર કરો:

Image Source

જ્યારે તમે એક ડિઝાઇનર વેડિંગ આઉટફિટ ખરીદી રહ્યા છો તો પહેલા થોડું રિસર્ચ કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે તમે તમારા લગ્નના દિવસે કેવા પ્રકારનો લુક ઈચ્છો છો અને પછી તમે વિવિધ ડિઝાઈનરના વેડિંગ લેહંગા ઉપર નજર નાખો. તેનાથી તમને સમજાશે કે કયા ડિઝાઈનરના આઉટફિટ તમારા બજેટમાં તમારી અપેક્ષાઓને પૂર્ણ કરે છે. આ ઉપરાંત, તમે કોઈપણ ડિઝાઇનર આઉટફિટની પસંદગી કરતા પહેલા તેને પહેરીને જરૂર જુઓ. તેનાથી તમને તમારા ફાઇનલ લુકનો ઘણી હદ સુધી અંદાજો આવી જશે.

ડિઝાઇનર પાસેથી ખરીદો:

Image Source

જો તમે એક ડિઝાઇનર વેડિંગ આઉટફિટ ખરીદી રહ્યા છો, તો સીધા ડિઝાઇનર પાસેથી જ ખરીદવાનો પ્રયત્ન કરો. આજકાલ વિવિધ બ્રાન્ડ અને ડિઝાઈનર્સના સ્ટોર્સ ઉપલબ્ધ છે. જ્યાંથી તમને યોગ્ય પીસ પસંદ કરવામાં સરળતા રહેશે. પરંતુ જો તમે રિટેલર કે પછી ઓનલાઈન ખરીદી કરી રહ્યા છો તો તમારે મટિરિયલની ગુણવત્તા ચકાસવી પડશે. ઉદાહરણ તરીકે જો તમે રેશમી આઉટફિટ ખરીદી રહ્યા હોય તો કેટલાક સરળ પરીક્ષણો દ્વારા તમે ઓળખી શકો છો કે તે અસલી છે કે નકલી. તમે તેને તમારા હાથથી ઘસો. જો તમને ગરમીનો અનુભવ થાય તો તમે તેને ખરીદી શકો છો. કૃત્રિમ કાપડ સાથે ગરમીનો અનુભવ કરવો લગભગ અશક્ય છે.

ઓનલાઇન ખરીદી કરો:

Image Source

જો તમે તમારા ડિઝાઇનર વેડિંગ આઉટફિટને કોઈ કારણોસર ઓનલાઇન ઓર્ડર આપી રહ્યા છો, તો તેના માટે મહત્તમ જાણકારી મેળવી લો. ઉદાહરણ તરીકે આઉટફિટ બનાવવા અને તેને તમારા સુધી પહોંચાડવામાં લાગતા સમયને પહેલાથી જાણી લો. આ ઉપરાંત, જે ઓનલાઇન સ્ટોર પરથી તમે આઉટફિટ ખરીદી રહ્યા છો, તેમની રિટર્ન પોલિશીને ચેક કરવાનું ભૂલશો નહીં. ક્યારેક-ક્યારેક જે તમે ઓનલાઇન ખરીદો છો તે અપેક્ષાઓ પૂર્ણ કરતું નથી. આવી સ્થિતિમાં નો રિટર્ન પોલીશી તમારા માટે મુસીબત ઊભી કરી શકે છે.

આ પણ જાણો:

Image Source

દરેક ડીઝાઈનર આઉટફિટને જાળવણીની જરૂર હોય છે અને તે આ વાત પર આધારિત છે કે તમે કયા પ્રકારનું ફેબ્રિક ખરીદી રહ્યા છો. તેથી જ્યારે પણ તમે એક ડિઝાઇનર આઉટફિટ ખરીદો તો ડિઝાઇનર પાસેથી જાણી લો કે તેને લાંબા સમય સુધી આમ જ નવા જેવું રાખવા માટે તેનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ

આશા છે કે આજની માહિતી આપને વધુ પસંદ આવી હશે. આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *