ઓછી કિંમતમાં સ્માર્ટ ઘર બનાવવા માંગો છો, તો આ ગેજેટ તમને કામ આવી શકે છે 

Image Source

ગેજેટ પણ હવે સ્માર્ટ થતા ગયા છે. એટલાકે તેમને બીજા કોઈની સહાયતા વગર વાયરીંગનો ઉપયોગ કરી શકો છો. સ્માર્ટ ઘર ઓછી કિંમત પર અને સારા અને કામના ગેજેટ થી બની શકે છે. અને ખાસ વાત તો એ છે કે તેને લગાવવા માટે કોઈના મદદની જરૂર હોતી નથી. અમુક ગેજેટ એવા પણ હોય છે જેને માત્ર ઘરમાં જ નહીં પરંતુ બહાર પણ લઈ જઈ શકો છો અને કારમાં પણ લઈ શકો છો કેવી રીતે તે અહીં જાણો.

Image Source

રોપ ક્લોઝર

રોપ ક્લોઝર થી દરવાજો ખોલ્યા બાદ તેની જાતે જ બંધ થઈ જાય છે તે બે ભાગમાં હોય છે.તેનો એક ભાગ દિવાલ ઉપર ચોંટાડવામાં આવે છે અને બીજા ભાગમાં હોય છે જેને દરવાજા અથવા સ્લાઇડર પર ચોંટાડવામાં આવે છે અને પહેલા ભાગ ને  દરવાજા માં ફસાવવામાં આવે છે તેથી જ્યારે તમે દરવાજો ખોલો ત્યારે તેની દોરી દરવાજાની સાથે ખુલશે પરંતુ દરવાજો છોડતા જ દોરી તેને બંધ કરી દેશે.

Image Source

સેન્સર વાળા બલ્બ

ઘરની દિવાલોમાં જ નહીં પરંતુ તિજોરીમાં અને રસોઈ ઘરના કેબિનેટમાં પણ તમે બલ્બ લગાવી શકો છો વાયરલેસ બલ્બ માટે અલગથી વાયરીંગ અને હોલ્ડર લગાવવાની જરૂર પડતી નથી. તે પોર્ટેબલ બલ્બને કોઈપણ સ્થાન ઉપર ચોંટાડી શકાય છે. તે સેલથી ચાલે છે અને ડિસ્ચાર્જ થવા પર ચાર્જ પણ કરી શકાય છે. સેન્સર લાગેલું હોવાથી તેમાં કોઇપણ પ્રકારની હલચલ થવાથી લાઈટ સળગી જાય છે  

Image Source

ફોલ્ડિંગ પંખો

આ પંખાનો તમે ઘરે પણ ઉપયોગ કરી શકો છો. અને બહાર ફરવા જતી વખતે તમારી સાથે લઈ જઈ શકો છો.બેટરીથી ચાલતા પંખાને યુએસબી સાથે ચાર્જ કરવામાં આવે છે.તે વજનમાં ખૂબ જ હલકો હોય છે અને આસાનીથી ફોલ્ડ થઈ જાય છે. તેની લંબાઈ ઓછી કે વધારે કરી શકાય છે તે નાનો જરૂર છે.પરંતુ તે હવા ખૂબ જ તેજ આપે છે. તેને યુએસબી ચાર્જર કોમ્પ્યુટર અથવા પાવર બેંક થી ચાર્જ કરી શકો છો.

Image Source

વાયરલેસ ડોરબેલ

વાયરલેસ ડોરબેલ વીજળી વગર પણ કામ કરે છે. તેમાં ઘણા પ્રકારની રિંગ જોવા મળે છે જેને આપણે બદલી પણ શકીએ છીએ તથા અવાજ પણ ઓછો અને વધારે કરી શકીએ છીએ. તે બે ભાગમાં આવે છે પહેલો ભાગ ઘરની અંદર લગાવવાનો હોય છે અને બીજો ભાગ એટલે કે બટન ઘરની બહારના દરવાજા ઉપર લગાવવામાં આવે છે. વરસાદ અને તાપમાન અને તેની ઉપર કોઇ જ પ્રકારની અસર પડતી નથી. તે પણ બેટરીથી જ ચાલે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment