જો શિયાળામાં તમારે ટામેટા જેવા ગુલાબી ગાલ જોઈએ, તો આ દેશી વસ્તુઓ અજમાવી જુઓ

Image source

સુંદર અને ચમકતી ત્વચા મેળવવું તેટલું પણ મુશ્કેલ નથી, જેટલું કે તમને લાગે છે. શિયાળાની ઋતુમાં જ્યારે ત્વચા ફાટવા લાગે અને ચેહરાની ચમક દૂર થવા લાગે, ત્યારે તમે આંખ બંધ કરીને કુદરતી વસ્તુઓ પર ભરોસો કરી લો છો. જોકે બજારમાં આવી તમામ ફેસ સીરમ અને મોઈશ્ચરાઈઝર ઉપલબ્ધ છે, જે શિયાળાની ઋતુના હિસાબે બનાવી અને વેચવામાં આવે છે. પરંતુ તે દરેક લોકોની ત્વચા પર કામ કરે તે જરૂરી નથી.

શિયાળામાં જ્યારે તમારી ત્વચા સૂકી થવા લાગે, ત્યારે તમે નીચે જણાવેલી આ વસ્તુઓનો ઉપયોગ ફેસ પેક તરીકે કરી શકો છો. તેના પ્રયોગથી ન ફકત તમારી ત્વચામાં નમી આવશે પરંતુ ગાલ પણ ગુલાબી થશે.

હળદર-

Image source

એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હળદર ચહેરા પર અદભૂત ચમક લાવવાનું કામ કરે છે. તે કોલેજન ઉત્પાદનને પણ વધારે છે, જે ત્વચાથી કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે.

હળદરનો ઉપયોગ કેમ કરવો

એક વાટકામાં ચણાના લોટ સાથે લગભગ અડધી ચમચી હળદર પાવડર ઉમેરો. પછી તેમા દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. તેની સાથેજ તેમા ગુલાબજળના થોડા ટીપાં ઉમેરો અને ગળા પર લગાવો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તેને પાણીથી ધોઈ લો.

દુધ-

Image source

દૂધ ત્વચા માટે પ્રાકૃતિક મોઇસ્ચરાઇઝર નું કામ કરે છે. તે કેલીશિયમ, વિટામિન ડી અને અલ્ફા હાઇડ્રોકસી એસિડથી ભરપુર હોય છે. જે ત્વચાને પોષણ આપે છે. તે લોહીના પરિભ્રમણને વધારે છે અને ત્વચાને સાફ કરે છે.

દૂધનો ઉપયોગ ત્વચા માટે કેમ કરવો

તમે ઇચ્છો તો ત્વચા પર દૂધને સીધું લગાવી શકો છો કે પછી તેને કોઈ બીજી સામગ્રી સાથે ઉમેરીને પણ લગાવી શકાય છે.

જૈતુન નું તેલ –

Image source

જૈતુનનું તેલ ત્વચા માટે એક ઓક્સિડન્ટના રૂપે કામ કરે છે. તે ચહેરા પરથી સુક્ષ્મ રેખાઓ દૂર કરે છે અને સન ડેમેજ સામે પણ લડે છે. તે ન ફકત ત્વચા માટે ખૂબ સારું માનવામાં આવે છે પરંતુ ત્વચાને પણ ચમકદાર બનાવે છે.

જૈતુનના તેલનો ઉપયોગ કેમ કરવો

રાતે સૂતા પહેલા તમારા ચહેરા પર જૈતુનના તેલથી માલિશ કરો. ત્યારબાદ ગરમ પાણીમાં પલાળેલા ટુવાલથી તમારા ચેહરા પર થોડી મિનિટ માટે રાખી દો. ટુવાલને ફરીથી ગરમ પાણીમાં ડૂબાડી અને તેનો ઉપયોગ ચહેરા અને ગળા પર વધારે તેલને ધીમેથી લૂછવા માટે કરો. હવે એક વધુ ચોખ્ખા ટુવાલથી ચહેરા અને ગળાને લૂછવા માટે ઉપયોગ કરો.

ચણાનો લોટ-

Image source

ચણાનો લોટ એક પ્રાકૃતિક એકફોલિયેટરના રૂપે કામ કરે છે અને મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે. ચણાના લોટથી ત્વચામાં ચમક આવે છે અને દાગ ધબ્બા પણ દૂર થાય છે.

ચણાના લોટનો ઉપયોગ કેમ કરવો

ચણાના લોટનો ઉપયોગ પાણી, દૂધ કે બીજી સામગ્રી સાથે ઉમેરીને કરવામાં આવે છે. તેને ત્વચા પર પેક્ની જેમ લગાવવામાં આવે છે. ક્યારેક ક્યારેક એકસફોલીએશન માટે તેને ખાંડ સાથે ઉમેરીને પણ લગાવવામાં આવે છે.

કાકડી –

Image source
કાકડી આપણી ત્વચાના પીએચ લેવલને જાળવી રાખે છે. તે ત્વચા પર એક સુરક્ષાત્મક પડ બનાવે છે, જેનાથી ત્વચામાં ચમક આવે છે અને કરચલી પણ દૂર થાય છે.

કાકડીનો ઉપયોગ કેવી રીતે કરવો:

તમે કાકડીના ચકરડા આંખો પર રાખી શકો છો. કે પછી તમે કાકડીને મિક્સર ગ્રાઈન્ડર મા પણ નાખી શકો છો અને તેના રસને બીજી વસ્તુઓ સાથે ભેળવીને ફેસપેક તરીકે ઉપયોગ કરી શકો છો.

મધ –

Image source
મધ એક ઉત્તમ મોઈશ્ચરાઈઝર છે અને ત્વચાને સારી રીતે હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તે એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપુર છે. જે સંક્રમણને દૂર કરવામાં મદદ કરે છે અને ખીલ ને પણ ઓછા કરે છે.

મધનો ઉપયોગ ત્વચા પર કેમ કરવો

તમે ઇચ્છો તો સીધી રીતે તમારા ગળા અને ચહેરા પર મધ લગાવી શકાય છે. થોડી મિનિટ માટે તેનાથી માલિશ કરો, જેનાથી તે ત્વચા દ્વારા અવશોષીત થઈ શકે. ત્યારબાદ ચહેરાને હુફાળા પાણીથી ધોઈ લો.

સંતરા –

Image source
સંતરા માં ધણા બધા વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ જોવા મળે છે, જે ત્વચાને કાળાપણા થી દુર કરે છે. તેનું જ્યુસ દરરોજ પીવાથી રંગ ખીલે છે અને ખીલ પણ નિયંત્રિત થાય છે.

સંતરાના જ્યુસનો ઉપયોગ કેમ કરવો

સંતરાની છાલને સુકવીને તેનો પાવડર બનાવી લો. પછી તેમા ગુલાબજળ ના થોડા ટીપા ઉમેરો અને તમારા સંપૂર્ણ ચહેરા પર લગાવો.૧૫ મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment