જો તમે તમારું સારુ સ્વાસ્થ્ય ઈચ્છો છો તો તેની માટે આ શાકભાજીને તેની છાલ સાથે જ વાપરો

पीलर से खीरे का छिलका उतारते हुआ शेफ

Image Source

ભલે તમને છાલ સાથે શાકભાજી ખાવાનું વિચિત્ર લાગતું હોય, પરંતુ જો વાત સ્વાસ્થ્ય વિશે આવે તો અહીં તમારે સ્વાદ સાથે સમાધાન કરવું જોઈએ. હા, કેટલાક શાકભાજીને છાલ કાઢ્યા વગર રાંધવા જોઈએ. ચાલો તેમના વિશે જાણીએ.

શાકભાજી આપણા આહારનો એક આવશ્યક ભાગ છે, જે આપણા શરીરના મોટાભાગના પોષણને પૂરો કરે છે, પરંતુ જો તમે તેને અલગ અલગ તેલ, મસાલાઓ સાથે રાંધશો, તો તે માત્ર તેનો સ્વાદ વધારે છે પોષણ નહીં. શાકભાજી બનાવતી વખતે મોટા ભાગના ઘરોમાં થતી બીજી ભૂલ તેની છાલ કાઢીને શાકભાજી બનાવવાની છે. જો તમે નથી જાણતા, તો જાણી લો કે છાલમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે આપણું પાચન સ્વસ્થ રાખવાનું કામ કરે છે.  તેથી કેટલાક શાકભાજી છાલ સાથે જ બનાવવા જોઈએ. ચાલો જાણીએ કે આમાં કયા શાકભાજી શામેલ છે.

બટાકા

બટાકા વગર ભાગ્યે જ કોઈ શાકભાજી બનાવી શકાય છે. જો કે તેમાં કોઈ શંકા નથી, આ એક એવી શાકભાજી છે જે ઝડપી બની જાય છે, પરંતુ જો તમે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન હોવ અને ફિટ રહેવા માંગતા હો, તો આહારમાંથી બટાકાને બાકાત રાખવાને બદલે, છાલ સાથે તેનો ઉપયોગ કરો.  બટાકાની છાલમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હાજર હોય છે. જે ચયાપચયને વેગ આપે છે અને બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.

ટામેટા

મોટાભાગના શાકભાજીનો સ્વાદ વધારવા માટે પણ ટામેટાંનો ઉપયોગ થાય છે. ટામેટા માં આપણા સ્વાસ્થ્ય માટે ઘણા જરૂરી પોષક તત્વો પણ હોય છે, તેથી જો તમે એ જ રીતે તેનું પોષણ જાળવી રાખવા માંગતા હો, તો તેની છાલ કાઢવાની ભૂલ ન કરો.

કોળુ

ઝડપથી તૈયાર કરેલી કોળાની શાકભાજી પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ કોળાનું મહત્તમ પોષણ શરીરની અંદર પહોંચવા માટે, કાપતી વખતે તેને છોલશો નહીં. કારણ કે તેની છાલમાં આયર્ન, વિટામિન એ, પોટેશિયમ સારી માત્રામાં જોવા મળે છે.જેની આપણા શરીરને જરૂર છે.

કાકડી

કાકડી છોલવાનો અર્થ એ છે કે તેનુ અડધાથી વધુ પોષણ ફેંકી દેવું. તેનો સલાડ તરીકે ઉપયોગ કરવો કે રાયતામાં, તેની છાલ કોઈપણ રીતે સ્વાદને બગાડવાનું કામ કરતી નથી અને જરૂરી પોષણ પણ પૂરું પાડે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment