મેદસ્વીતા ઘટાડવા માટે સવારના સમયે અજમાવો આ આદતો ઝડપથી વજન ઉતરી શકે છે

વજન ઘટાડવુ એ કોઈ સરળ કામ નથી. તે લાંબી પ્રક્રિયા છે જેમાં ધીરજની જરૂર હોય છે. કેમકે પૂરતું પરિણામ ન મળવા પર આપણે નિરાશ થઈ જઈએ છીએ. સવારના સમયે કેટલીક સારી આદતોને અપનાવવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

વધતી મેદસ્વિતાને કારણે બીમારીઓનું જોખમ વધતું જાય છે. આપણે વધતા વજનને ઓછું કરવા માટે ઘણા ઉપાય અજમાવીએ છીએ. પરંતુ તેની અસર એટલી જલ્દી દેખાતી નથી. જેના કારણે આપણે ઘણીવાર નિરાશ થઈ જઈએ છીએ. વજન ઘટાડવાની એક લાંબી પ્રક્રિયા છે જેમાં ધીરજની જરૂર હોય છે. વજન ઘટાડવા માટે કસરતની સાથે સાથે ભોજન પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. સવારના સમયે કેટલીક આદતોને અજમાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ આ આદતો વિશે.

વધારે પ્રોટીન વાળો નાસ્તો:

પ્રોટીન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. નાસ્તામાં વધારે પ્રોટીન લેવાથી મોડે સુધી ભૂખ લાગતી નથી. ઘણા અભ્યાસમાં અનુમાન કરવામાં આવ્યું છે કે વધારે પ્રોટીન વાળો નાસ્તો ખાવાથી વારંવાર ખોરાક લેવાની પ્રક્રિયા ઓછી થાય છે. ઉચ્ચ પ્રોટીન ધ્રેલિન હાર્મોનની માત્રાને ઓછી કરે દે છે. તેના માટે તમારા નાસ્તામાં ઈંડા, દહીં,બદામ અને ચીયા સિડસ ઉપલબ્ધ છે.

વધારે પાણી પીવું:

દરરોજ સવારે ઊઠીને એક અથવા બે ગ્લાસ પાણી પીવું. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પાણી શરીરમાં ઉર્જા વધારે છે અને 60 મિનિટ સુધી કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે. એક અભ્યાસ મુજબ, 500 મિલીલીટર પાણી પીવાથી 30 ટકા મેટાબોલિક રેટ વધે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે. આ ઉપરાંત ભૂખ લાગતી નથી અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

કસરત કરો:

વજન ઘટાડવા માટે દરરોજ સવારે ઊઠીને કસરત કરો. સવારે કસરત કરવાથી શુગર નિયંત્રણમાં રહે છે. તેનાથી તમે અન્ય પ્રકારની બીમારીઓથી બચી શકો છો. જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો દરરોજ સવારે ઊઠીને કસરત કરવાની ટેવ રાખો.

વજન માપવું:

દરરોજ સવારે ઊઠીને તમારું વજન માપવું એ એક અસરકારક રીત છે. તેમ કરવાથી આત્મ નિયંત્રણની ટેવ પડે છે. એક અભ્યાસમાં 47 લોકોએ 6 મહિના સુધી દરરોજ તેમનું વજન માપ્યું અને જોયું કે 6 મહિનાની અંદર લગભગ 6 કિલો વજન ઓછું કર્યું છે. જ્યારે ક્યારેક ક્યારેક માપનાર લોકો સાથે તેમ નથી. નિયમિત વજન માપવું એક સારી ટેવ છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

બપોરના ભોજનમાં ધ્યાન આપો:

સ્વસ્થ જીવન માટે સમય પર ભોજન કરવું ખૂબ જરૂરી હોય છે. બપોરના ભોજનમાં પ્રોટીન અને ફાઇબર વધારે અને કાર્બોહાઈડ્રેટ ઓછું હોવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભોજનનું પ્લાનિંગ વજન ઘટાડવા માટે ફાયદાકારક હોય છે. બપોરનું ભોજન ઘરનું બનાવેલું ખાઓ. સ્વસ્થ ભોજન સ્થૂળતા ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક હોય છે.

આવન જાવન પર ધ્યાન આપો:

આપણે આવવા જવા માટે સુવિધા વાળા વાહનનો ઉપયોગ કરીએ છીએ. ઓફિસ જતી વખતે જાહેર પરિવહન અને સાયકલનો ઉપયોગ કરી શકીએ છીએ. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો આવવા જવા માટે પોતાની કારનો ઉપયોગ કરે છે તેનું વજન વધારે વધેલું હોય છે. તેથી અઠવાડિયામાં ક્યારેક ક્યારેક સાઇકલ અથવા જાહેર પરીવહન નો ઉપયોગ કરવો જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment