પીઠ અને કમરના દુખાવાથી પરેશાન છો તો આ ખોટી આદતો બદલવાથી તમને રાહત મળશે.

Image Source

કમરનો દુખાવો હોય કે પીઠના નીચેના ભાગમાં દુખાવો, ઘણાબધા લોકો આ પ્રકારના દુખાવાથી ખૂબ પરેશાન રહે છે. ઘણા લોકો વિચારે છે કે કમરનો દુખાવો અથવા પીઠનો દુખાવો ફકત વૃદ્ધા વસ્થામાં થાય છે, પરંતુ તે સત્ય નથી. આ કોઈપણ ઉંમરમાં થનારી બીમારી છે. આજની બદલતી જીવનશૈલીમાં પીઠ અને કમરના દુખાવાનું કારણ બની રહ્યું છે. આ ઉપરાંત તમારી કેટલીક ખોટી ટેવને કારણે પણ તમને કમર અને પીઠનો દુખાવો રહે છે. આ સામાન્ય દુખાવો કોઈપણ મોટી બીમારીનું રૂપ લે, તે પહેલાં તમારી આ ટેવને તરત બદલી નાખો.

લાંબા સમય સુધી એક જ સ્થળ પર એક જ અવસ્થામા બેસી રેહવાથી પીઠ અને કમરના સ્નાયુઓ, ગળું અને કરોડરજ્જુના સ્નાયુઓ પર દબાણ વધે છે, જેનાથી થોડા સમય પછી ત્યાં દુખાવો થવા લાગે છે. તેના માટે તમે કોઈ પણ આરામદાયક ખુરશીનો ઉપયોગ કરશો, પરંતુ જો તમે લાંબા સમય સુધી એક જ સ્થળ પર બેસી રહો તો તમને દુખાવામાં રાહત મળશે નહિ. તેથી, દર ૩૦ મિનીટ પછી તમારા સ્થળ પરથી ઉભા થાવ, ૨-૩ મિનીટ માટે સ્ટ્રેચિંગ કરો અને ફરી પાછા બેસી જાઓ.

ખોટી સ્થિતિમાં ન બેસવું:

મોટાભાગે લોકો કોમ્પ્યુટર, લેપટોપ અથવા સ્માર્ટફોનના વપરાશ દરમિયાન સતત તેમના ગળાને જુકાવીને રાખે છે. જો લાંબા સમય સુધી તમે ખોટી સ્થિતિમાં બેસીને કામ કરો છો તો તેનો તમારી કરોડરજ્જુ પર ખરાબ અસર પડે છે અને કરોડરજ્જુ ધીમે ધીમે સંકોચાવા લાગે છે જેનાથી ન ફકત પીઠ અને કમરમાં દુખાવો થાય છે પરંતુ શરીરની રચના પણ ખરાબ થાય છે. તેથી હંમેશા સીધા ઉભા રહો, પીઠ અને કમરને સીધી રાખીને બેસો.

ધૂમ્રપાન કરવાથી બચો:

જો તમે ધૂમ્રપાન કરો છો તો તમને પીઠ અને કમરના દુખાવો થવાનું જોખમ તે લોકોની સરખામણીમાં ખૂબ વધી જાય છે જે લોકો ધૂમ્રપાન કરતા નથી. તેનું કારણ એ છે કે મોટાભાગના લોકો આ વાતને સમજી શકતા નથી કે કેવી રીતે ધૂમ્રપાન, ફકત ફેફસાને જ નહિ પરંતુ હાડકાને પણ અસર કરે છે અને કરોડરજ્જુના હાડકામાં રહેલ ડિસ્ક સમયથી પેહલા જ નબળી થવા લાગે છે.

ભારે બેગપેક્સનો ઉપયોગ કરવાનું ટાળો:

ખંભા પર બેગ લટકાવવાને કારણે પીઠ અને કમર પર તાણ પડે છે અને સ્નાયુઓ જે કરોડરજ્જુના હાડકાને ટેકો કરે છે, તે ખલાસ થઈ જાય છે. સામાન્ય રીતે જે બાળકો તેમની બેગમાં ઘણીબધી પુસ્તક ભરીને તેને ભારે કરી લે છે તેને આ સમસ્યા વધારે થઈ શકે છે. તેથી તે ખૂબ મહત્વપૂર્ણ છે કે તમારા વજનના ૨૦ ટકાથી વધારે વજન તમારા બેગનું ન હોય.

દર વખતે હાઈ હિલ્સ ન પેહરો:

ઘણીબધી સ્ત્રીઓને મોટી હાઇ હિલ્સ પહેરવી ખૂબ પસંદ હોય છે પરંતુ જાણતા અજાણતા તેની આ ટેવથી તેને કમરનો દુખાવો પણ થાય છે. ઘણા સંશોધનમાં તે વાત સાબિત થઈ ચૂકી છે કે હાઈ હિલ્સ તમારા સ્પાઈન એટલે કરોડરજ્જુના હાડકાની ગોઠવણીને બદલી નાખે છે જેનાથી ભવિષ્યમાં આગળ ચાલતા પીઠ અને કમરના દુઃખાવા થવાનું જોખમ વધી જાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *