વાંસની કુંપળ ખાવાનું શરૂ કરો તો લગભગ દવાખાને જવાની જરૂર નહીં પડે : આવા છે વાંસના ફાયદા…

Image source

વાંસ શું છે?

વાંસ જેને બામ્બુ પણ કહેકામાં આવે છે અને આ ધાસના પરિવારનું સદસ્ય છે, જેના છોડ એકદમ સામાન્ય છે. આપણે સૌ એ વાંસને ક્યાંય ને ક્યાંય જોયું જ હોય છે. વાંસ દેખાવામાં મોટી લાકડી કે શેરડી જેવું હોય છે. જંગલ વિસ્તારમાં વાંસની ઉત્પત્તિ થાય છે. વાંસના છોડનો દરેક ભાગ સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી હોય છે. પણ તમને વિચાર આવતો હશે કે લાકડા જેવું કડક દેખાટી આ ચીજને કઇ રીતે ખાઈ શકાય અને ખાસ કરીને બીમારીમાં કેવી રીતે રક્ષણ મળે? તો આ વિષેની માહિતી આ આર્ટિકલમાં જાણવા મળશે. આપણે વિનંતી  છે કે આ આર્ટિકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

સૌથી પહેલા વાંસ વિષે થોડા તથ્યો જાણીએ :

Image source

  • વાનસ્પકતિ નામ : બેમ્બુસા વલ્ગરિસ
  • વૈજ્ઞાનિક નામ : બેમ્બુ સોડિયા
  • સામાન્ય નામ : બેમ્બુ અથવા વાંસ
  • વંશ : પોએસી ફેમેલી
  • ભૌગોલિક વિવરણ :

વાંસની ૧૪૫૦ થી પણ વધારે વેરાયટી છે અને આ મુખ્યરૂપથી એશિયા, આફ્રિકા અને અમેરિકામાં જોવા મળે છે. ભારતની વાત કરીએ તો ઉત્તર પૂર્વના રાજ્ય અરુણાચલ પ્રદેશ, અસમ, મણીપુર, મેઘાલય, મિજોરમ, નાગાલેંડ, સિક્કિમ ઉપરાંત બંગાળ, મધ્ય પ્રદેશ અને છતીસગઢમાં વાંસને ઉગાડવામાં આવે છે. વાંસ એ દુનિયાનો સૌથી ઝડપથી મોટો થતો વૃક્ષ કહેવાય છે. એક દિવસમાં ૬૦ સેમી સુધી વાંસ વધવાની ક્ષમતા રાખે છે.

વાંસનો ઉપયોગ કેવી રીતે કરવો?

Image source

વાંસનો છોડ બહારથી ભલે સખત દેખાય પણ તેમાંથી નીકળતી કળીઓ બહુ જ નરમ હોય છે. અને ખાવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. વાંસની આ કળીમાં ઔષધીય ગુણ હોય છે. પોષક તવો પણ વધારે પ્રમાણમાં હોય છે. વાંસની કળીઓમાં રહેલા ગુણ ખુબ ફાયદાકારક હોય છે જેમ કે, કફ અને પિત દોષને સંતુલિત કરવા માટે વાંસની કળીઓનો ઉપયોગ કરી શકાય છે.

વાંસ, શતાવરીને મેળ આવે એવો છોડ કહેવાય છે. ચીન, તાઇવાન, જાપાન સહીતના દક્ષીણ પૂર્વ એશિયાના ઘણા એવા દેશ છે જ્યાં વાંસનો ઉપયોગ ખાવા માટે કરવામાં આવે છે.

વાંસની તાસીર :

 

Image source

વાંસની તાસીર ઠંડી હોય છે અને એ કફ તેમજ પિત દોષને દૂર કરે છે. એ સિવાય વાંસની પ્રકૃતિ મીઠી, તીખી, કડવી અને એસીડીક હોય છે જે લોહીના સુધારા સાથે શક્તિ વધારવામાં મદદ કરે છે.

વાંસમાં રહેલા પોષકતત્વો :

Image source

સામાન્ય રીતે જોઉએ તો એક અડધા કપ વાંસની સ્લાઈસમાં લગભગ : કેલેરીઝ – ૨૦, ફેટ – ૦, પ્રોટીન – ૨ ગ્રામ, કાર્બોહાઈડ્રેટ – 4 ગ્રામ, ફાઈબર – ૨ ગ્રામ, શુગર – ૨ ગ્રામ, સોડિયમ – ૩ મીલીગ્રામ

આ સિવાય વાંસમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેન્ગેનીજ, જીંક, ક્રોમિયમ, કોપર, આયર્ન, થીયામિન, નિયાસીન, વિટામીન એ, વિટામીન બી૬, વિટામીન ઈ મેળવી શકાય છે. તાજા વાંસમાં આ બધા જ ગુણ હોય છે.

વાંસના ફાયદા :

Image source

વાંસમાં મિનરલ્સ, એમીનો એસીડ, એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે.ચામડીનો સમસ્યા દૂર કરવા માટે વાંસનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે શ્વસનતંત્રની બીમારી દૂર કરવા માટે પણ વાંસનો ઉપયોગ કરી શકાય છે. ચાલો વધારે વિસ્તૃત માહિતી સાથે વાંસની કળીના ફાયદાઓ વિષે…:

(૧) કોલેસ્ટ્રોલ લેવલ :

વાંસમાં ફાઇબરની ઉંચી માત્રા હોય છે. અને કેલરીની સંખ્યા પણ ઓછી હોય છે. એટલે શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવામાં વાંસની કળી ઉપયોગી થાય છે. એકવાર શરીરમાં રહેલ કોલેસ્ટ્રોલ ઓછુ થઇ જાય અને ઘમની ક્લીયર થઇ જાય પછી હદય રોગ આવવાનો ખતરો ઓછો થઇ જાય છે.

(૨) ભૂખ વધારે :

Image source

ઘણીવાર પાચનની સમસ્યા વધતા જીવનું ગભરામણ’ અને ઉલ્ટી થવા જેવી સમસ્યા થાય છે. તાજા વાંસની કુંપળનું સેવન કરવાથી શરીરની આ મુજબની તકલીફને દૂર કરી શકાય છે. વાંસનો સ્વાદ સહેજ મીઠો હોય છે અને વાંસ ટેક્સચરમાં કરકરું હોય છે. સાથે વાંસમાં સેલ્યુલોઝની સંદ્રતા વધારે હોય છે, જે ભૂખ વધારવામાં, ભૂખને ઉતેજીત કરવામાં, કબજિયાતમાં અને પાચનને સુધારવામાં મદદ કરે છે.

(૩) શ્વાસની સમસ્યા :

Image source

વાંસની કુંપળમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે. જે શ્વસન તંત્રની સમસ્યામાં ફાયદો આપે છે. એક રીસર્ચ મુજબ, શ્વાસને લગતી બીમારીને દૂર કરવા વાંસની કુંપળનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. 

આવી જ અન્ય માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો. અહીં અમે દરરોજ અવનવી માહિતી આપતા આર્ટિકલ પોસ્ટ કરતા રહીએ છીએ.

#Author : Ravi Gohel

Leave a Comment