તમારા શરીરમાં Water intake લો છે તો તમારા ડેલી રૂટીનમાં લાવો આ 8 પ્રકારના બદલાવ “પાણી વધુ પીવાશે”

Image Source

શું તમે એક દિવસમાં શરીર માટે જરૂરી પાણીની માત્રાને પીવો છો? ઘણા બધા લોકોનો જવાબ હશે કે હા તો અમુક લોકોનો જવાબ હશે કદાચ ના. ઘણા બધા લોકો થોડા પાણીમાં જ પોતાનો સંપૂર્ણ દિવસ પસાર કરી નાખે છે જ્યારે આમ કરવું તમારા માટે કોઈ જોખમથી ઓછું નથી અને એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આગલી વખતે જ્યારે તમને તરસ લાગે ત્યારે માત્ર પાણીના ગ્લાસને મોઢે અડકાડીને દૂર ન મૂકી દો, પરંતુ આખો ગ્લાસ પી જાવ. કારણકે એમ ન કરવાથી તમને ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. અને તેનાથી ઘણી બધી તકલીફો પણ થાય છે આવો જાણીએ ઓછું પાણી પીવાના નુકસાન.

દિવસમાં પાણીની ઓછામાં ઓછી માત્રાનું સેવન તમારા શરીરમાં મોટી અને ગંભીર બીમારીનું જોખમ બની શકે છે. ઓછી માત્રામાં પાણી પીવાથી ઘણી બધી બીમારીનો જોખમ વધી જાય છે અને ઓછું પાણી પીવાથી તમને નીચે મુજબની તકલીફ થાય છે.

  1. કિડની પર નકારાત્મક અસર
  2. યુટીઆઈ સમસ્યા
  3. શરીરમાં ઝેરી પદાર્થ ભેગા થવા
  4. સાંધા અને સ્નાયુઓની સમસ્યા
  5. શરીરમાં પાણીની ઉણપ

પાણી પીવું કેટલું જરૂરી છે

દરેક વ્યક્તિએ પોતાના શરીરના હિસાબથી પાણીની યોગ્ય માત્રા નું સેવન કરવું જોઈએ. યોગ્ય માત્રામાં પાણી પીવાથી તમને નીચે મુજબના ફાયદા થાય છે.

  1. પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે.
  2. કોષો યોગ્ય રીતે કામ કરે છે.
  3. પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
  4. કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
  5. શરીરમાંથી ઝેરી કચરો દૂર કરવામાં મદદ કરે છે.
  6. કિડની સંબંધિત રોગોનું જોખમ ઓછું રહે છે.
  7. સાંધાઓ અને સ્નાયુઓમાં લુબ્રિસિટી રહે છે.
  8. શરીરનું તાપમાન બરાબર રહે છે.
  9. ત્વચા સ્વસ્થ રહે છે.

કેમ પાણી પીવાની ઈચ્છા થતી નથી

પાણી પીવાની ઈચ્છા ન કરવી તેની પાછળ પણ બહુ મોટું કારણ છે, જ્યારે આપણે ઉંમર વધવાની શરૂ થઈ જાય છે ત્યારે આપણા શરીરમાં પાણીની ઉણપથી ફ્લૂઈડ રિઝર્વ સંકોચાવાનું શરૂ થઈ જાય છે, જેના કારણે પાણીને જમા કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. ડાયાબિટીસ અને ડિમેંશિયા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પાણીની ઉણપની સમસ્યા વધી જાય છે. ઘણા બધા લોકોને પાણીની ઉણપના કારણે સ્વાદ પણ આવતો નથી, અને જો તમે પણ આ જ પ્રકારની સમસ્યાથી ઝજુમી રહ્યા છો તો આ ટિપ્સ ફોલો કરીને પાણીની માત્રાને વધારી શકો છો.

  1. સંપૂર્ણ દિવસ કેટલું પાણી તમારે પીવાનું છે તેનું એક લક્ષ્ય નક્કી કરો.
  2. વ્યસ્ત રહેનાર લોકો પોતાની પાસે પાણીની બે થી ત્રણ બોટલ ભરીને રાખો અને થોડા થોડા સમયે પાણી પીતા રહો.
  3. પાણી પીવાનું ભૂલી જવાય તો મોબાઈલમાં એલારામ અથવા તો રિમાઇન્ડર મૂકો.
  4. એક વખતમાં અથવા તો ઊભા રહીને પાણી પીવાથી દૂર રહો કારણ કે પાણીને ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ.
  5. પાણીના સ્વાદને વધારવા માટે તેમાં કાકડી, લીંબુ અને સ્ટ્રોબેરી ની સ્લાઈસ નાખો.
  6. પાણીથી ભરેલા ફ્રુટ નું સેવન કરો.
  7. કંઈ પણ ખાતા પહેલા એક ગ્લાસ પાણી પીવો.
  8. સ્નાન કરતા પહેલા અને સ્નાન કર્યા બાદ એક ગ્લાસ પાણી જરૂરથી પીવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment