સ્ટફ પરાઠા બનાવતી વખતે પડે છે મુશ્કેલી, તો અપનાવો આ આસાન ટિપ્સ, વણતી વખતે બિલકુલ ફાટશે નહીં

Image Source

જો તમે નવું નવું ભોજન બનાવવાનું શરૂ કર્યું છે તો સંભવ છે કે તમને સ્ટફ પરાઠા બનાવવામાં તકલીફ પડી રહી હશે. મહિલાઓ લગભગ સ્ટફ પરાઠા બનાવતી વખતે તકલીફમાં મુકાઇ જાય છે કે તેમના પરાઠા વણતી વખતે ફાટી જાય છે, અને મસાલો બધો જ બહાર આવી જાય છે. અથવા તો પરાઠા નો મસાલો વણતી વખતે એક જ જગ્યાએ ભેગો થઈ જાય છે, જો તમારી પણ આ પ્રકારની કોઈ તકલીફ છે તો તમને જણાવી દઈએ કે પરફેક્ટ સ્ટફ પરાઠા બનાવવાની અમુક આસાન ટિપ્સ

સ્ટફ્ડ પરાઠા માટે ટાઈટ લોટ બાંધો

સ્ટફ પરાઠાનો લોટ બાંધતી વખતે આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે લોટ થોડો ટાઈટ રાખો. અને એ વાતનું પણ ધ્યાન રાખો કે ગુલ્લા કર્યા બાદ જ્યારે સ્ટફિંગ માટે તેને ફેલાવો ત્યારે સાઈડ તથા વચ્ચેનો ભાગ થોડો જાડો રાખો. આમ કરવાથી જ્યારે તમે સ્ટફિંગ ભરો તો ત્યારે તે ફાટીને બહારની તરફ આવશે નહીં. તે સિવાય સ્ટફિંગ બનાવતી વખતે પરાઠામાં મસાલો હલ્કા હાથથી પ્રેસ કરીને ભરો.

પરાઠાના લોટ માટે મેંદાનો ઉપયોગ કરો

સ્ટફિંગ ભર્યા બાદ જ્યારે લોટ તૈયાર કરો ત્યારે તેને વણવાના બંને સાઇડ મેંદા નો ઉપયોગ કરો, આમ કરવાથી પરાઠા વણવામાં આસાની રહેશે અને ફાટશે નહીં. તે સિવાય પરાઠા બનાવતી વખતે લોટમાં મીઠું મિક્સ કરો અને સ્ટફિંગમાં મીઠું ઓછું રાખો. તેમ એટલા માટે કારણકે મીઠું પાણી છોડે છે, જેનાથી પરાઠાનું સ્ટફિંગ અને પરાઠા ફાટવાની બીક રહે છે.

લાસ્ટ માં કરો વેલણ નો ઉપયોગ

લગભગ લોકો પરાઠા માં વધુ સ્ટફિંગ ભરે છે, જેથી તેને વણ્યા બાદ તે ફાટીને બહાર આવી જાય છે. જો તમને પરાઠાની અંદર સ્ટફિંગ વધુ પસંદ નથી તો તેને બનાવતી વખતે હાથથી દબાવીને જ ફેલાવો. હાથથી ચારેતરફ ફેલાવતી આ વખતે તેમાં થોડો મેંદો લગાવો અને છેલ્લે તેને વેલણથી વણો. આમ કરવાથી પરાઠા ફાટશે નહીં. ધ્યાન રાખવું કે પરાઠા બનાવતી વખતે વેલણનો ઉપયોગ વધુ કરવાનો નથી, પરાઠાને હલ્કા હાથથી બંને સાઇડ મેંદો લગાવીને વણો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “સ્ટફ પરાઠા બનાવતી વખતે પડે છે મુશ્કેલી, તો અપનાવો આ આસાન ટિપ્સ, વણતી વખતે બિલકુલ ફાટશે નહીં”

Leave a Comment