OMG!! અહીં ચાર બાળકો ને જન્મ આપો તો આજીવન ટેક્સ ભરવો નહીં પડે😳😳😳😳

લગ્ન બાદ હર કોઈ કપલની ઈચ્છા માતા-પિતા બનવાની હોય છે. ફેમેલી પ્લાનીંગ વિશે અગાઉથી વિચારવાવાળા પેરેન્ટ્સ હવે વધુ જોવા મળે છે. કારણ કે, સમય આગળ વઘતો ગયો અને માણસ વધુ સમજદાર બની ગયો છે. પણ એક જગ્યા એવું છે જ્યાં ચાર બાળકો પેદા કરો તો આજીવન ટેક્સ ભરવામાંથી છુટકારો મળે છે. એવી જ આજની રસપ્રદ માહિતી જાણીએ આજના આર્ટીકલમાં.

હંગરીમાં જો કોઈ મહિલા ચાર બાળકને પેદા કરે તો તે મહિલાને આજીવન આયકર ટેક્સમાંથી છુટકારો મળે છે. પ્રધાનમંત્રી વિક્ટર ઓર્બને દેશમાં જન્મદરના વધારા માટે આ ઓફરને લાગુ કરી છે. હંગરીમાં લોકોને લગ્ન માટે પ્રેરિત કરવામાં આવે છે સાથે શકય તેટલા વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે અહીંના વસ્તીદરને વધારી શકાય.

હંગરીના વિક્ટર ઓર્બને જણાવ્યું હતું કે, માત્ર પ્રવાસીઓ પર નિર્ભર રહેવું નથી. ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ એક જ તરીકો છે જેનાથી દેશને આગળ લાવી શકાય. હાલ હંગરીની આબાદી પ્રતિ વર્ષ ૩૨,૦૦૦ જેટલી ઘટે છે. યુરોપિયન દેશોની સામે હંગરીમાં મહિલાઓના બાળકોની સંખ્યા બહુ ઓછી છે. એથી વિશેષ અહીંની સરકારે આબાદી વધારવાના પ્રયાસરૂપે દંપતીઓને ૩૬,૦૦૦ ડોલર સુધીની લોન વગર વ્યાજે આપશે. જયારે દંપતીના ત્રણ બાળકો થઇ જાય ત્યાર પછી એ લોનને રદ કરી નાખવામાં આવશે. વધુમાં મોટા પરિવારમાં કર ખરીદવા પર સબસીડી પણ આપવામાં આવશે.

હંગરીની સરકારે બહુ જ સારી સુવિધા પ્રદાન કરવાની યોજનાઓ બનાવી છે તેમજ અહીંના લોકોને આબાદી વધારવા માટેની રજૂઆત કરી છે. ૪૦થી ઓછી ઉંમરવાળી મહિલાને લગ્ન માટેની પણ લોનનો પ્રોગ્રામ દેવામાં આવશે. હંગરીના વિક્ટરે એ પણ કહ્યું, “બધા હંગરીને અલગ રીતે જોવે છે. અમારે સંખ્યાની જરૂર નથી. અમારે હંગેરિયન બાળકોની જરૂર છે.” પ્રજનનદર નીચો છે તેને ઉંચો લાવવા માટે હંગરીની સરકારે શક્ય તેટલી મહેનત કરી રહી છે.

અલગ-અલગ દેશે તેના પ્રજનન દર વિશે પણ ખ્યાલ રાખવો પડે છે. યુરોપ, ઇટલી જેવા દેશો પણ આ બાબતે ખાસ નોંધનીય યોજનાઓ બનાવે છે. અમુક દેશોએ માતા બનવાની યોજનાઓ માટે અલગ-અલગ દેશ તરફથી નાણાકીય સહાય કરવાની યોજનાઓ પણ બનાવી છે. જેમાં એક, બે કે ત્રણ છોકરાઓના જન્મ પર ‘માં’ ને સ્પેશીયલ સરકારી યોજનાનો લાભ મળે છે.

આબાદીના આંકડાઓ પર ધ્યાન દઈએ ત્યારે જાણવા મળે કે, દેશને આગળ લઇ જવા અને ઊંચા સ્તર સુધી લઇ જવા માટે દેશની જન સંખ્યા જરૂરી છે. હંગરની જેમ ઘણા દેશોએ જનસંખ્યામાં વૃદ્ધિ કરવા માટે અલગ-અલગ યોજનાને અમલમાં મૂકી છે અને સરકારી સહાયતા પણ આપી છે. એટલે તો હંગરીમાં ચાર બાળકો પેદા કરનારી મહિલાને આજીવન આયકર ટેક્સમાંથી મુક્તિ મળે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment