કોઈ ખાસ દિવસ હોઈ કે પછી કંઇક મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય તો જડપથી બનાવી લો સફરજન ની રબડી

Image source

રબડી એક ઉત્તમ ઉત્તર ભારત ની સ્વાદિષ્ટ મીઠાઈ ની રેસીપી છે. આ સ્વાદિષ્ટ રેસિપી ને ફકત તેહેવારો માંજ નહિ પરંતુ અઠવાડિયા ના અંતે મીઠાઈ ના રૂપે પણ બનાવી શકાય છે. સફરજન, દૂધ, ખાંડ, એલચી પાઉડર, કાજુ અને બદામ નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ સફરજન ની રબડી તૈયાર કરી શકાય છે. તેને સાંજ ના ભોજન પછી મીઠાઈ રૂપે પણ પીરસી શકાય છે. તો તમે કોની રાહ જોઈ રહ્યા છો? આગળ વધો અને આ રેસિપી ને અજમાવો અને તમારા પ્રિયજનો સાથે પણ શેર કરો.

મુખ્ય સામગ્રી.

  •  ૭૫૦ મિલી દૂધ
  •  ૧ ટુકડો પીસેલું સફરજન
  •  ૫૦ ગ્રામ કાપેલી બદામ
  •  ૫૦ ગ્રામ કાપેલા કાજુ
  •  જરૂરિયાત મુજબ ખાંડ
  •  જરૂરિયાત મુજબ લીલી એલચી

સ્ટેપ ૧:

Image source

સૌથી પહેલા સફરજન ની છાલ ઉખેડી ને પીસી લો અને એક બાજુ રાખી દો.

સ્ટેપ ૨:

Image source

એક વાસણ લો અને વાસણ મા દૂધ નાખો અને તેને ઉકળવા દો. જ્યારે દૂધ અડધું થઈ જાય ત્યારે ગેસ ધીમો કરી દો.

સ્ટેપ ૩:

Image source

જ્યારે દૂધ ની માત્રા અડધી થઈ જાય ત્યારે તેમાં પીસેલું સફરજન નાખી દો. તેને સારી રીતે ભેળવી દો અને ત્રણ – ચાર મિનિટ સુધી પાકવા દો. હવે તેમાં ખાંડ નાખો અને થોડીવાર પકાવો. પછી તેમાં એલચી પાઉડર ભેળવો અને કાપેલી બદામ અને કાજુ નાખીને ઓછામાં ઓછી એક મિનીટ સુધી પાકવા દો.

સ્ટેપ ૪:

હવે તમારી સફરજન ની રબડી તૈયાર છે. તેને ગરમ કે ઠંડી બંને રીતે પીરસી શકાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *