જો તમારા ઘરમાં ગરોળી છે, તો તેને ભાગાડવાની ૧૧ સરળ રીતો જાણો

૧. પેપર સ્પ્રે થી ગરોળીને એલર્જી છે-

ગરોળીને ભગાવવાની સૌથી સરળ રીત છે પેપર સ્પ્રેનો ઉપયોગ, મરી પાવડરને થોડા પાણીમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરીને રાખી લો. જ્યાં પણ ગરોળી જોવા મળે, તેને સ્પ્રે કરી દો. મરીથી ગરોળીને એલર્જી છે અને તે તેનાથી દૂર જ રહે છે. તેટલું જ નહીં, તે ત્યાં ક્યારેય બીજીવાર જોવા પણ નહિ મળે. પેપર સ્પ્રે ઘરે ન બનાવવા ઈચ્છો તો બજારમાં તૈયાર પણ મળે છે.

૨. ચીલી ફ્લેક્સ અને મરચાનો પાવડર પણ ટ્રાઇ કરો-

તંબાકુ સોસ, ચીલી ફ્લેક્સ અને લાલ મરચું પાવડર પણ ગરોળી ભગાવવા માટે ખુબજ અસરકારક છે.

૩. ડુંગળી અને લસણ થી પણ ગરોળી ભાગે છે-

ગરોળીને લસણ અને ડુંગળીની ગંધ એ ટોર્ચરથી ઓછી નથી લાગતી. લસણ અને ડુંગળી ઘરના જુદા જુદા ખૂણામાં રાખી દો અથવા ઓરડાની બારીઓ અને દરવાજા પર લસણ બાંધીને લટકાવી દો. ત્યાંથી ગરોળી ઘરમાં નહિ આવે. તમે ઇચ્છો તો તેનો સ્પ્રે બનાવીને બોટલમાં રાખી દો અને જ્યારે પણ ગરોળી જોવા મળે, તેને સ્પ્રે કરી દો.

૪. મોરનું પીંછું પણ મદદરૂપ છે-

ગરોળી મોરનું પીંછું જોઈને જ ભાગી જાય છે. દીવાલ પર ૪-૫ મોરનું પીંછું ચોંટાડી દો. ગરોળી મોરનું પીંછું જોઈને જ ભાગી જાય છે.

૫. તંબાકુ અને કોફી પાવડરથી ગરોળી ડરે છે-

તંબાકુ અને કોફી પાવડરને ભેળવીને બોલ બનાવી લો. આ બોલને ઘરના દરેક ખૂણા અને તે જગ્યા પર રાખો, જ્યાં ગરોળી વધારે છુપાયેલી રહે છે. આ બોલને ખાવાથી અથવા તો ગરોળી મરી જશે અથવા ભાગી જશે.

૬. નેપથેલીન ની ગોળીનો ઉપયોગ કરો-

જો તમારા ઘરમાં નાના બાળકો નથી, તો તમે ગરોળી ભગાવવા માટે નેપથેલિન ની ગોળીનો ઉપયોગ કરી શકો છો. નેપથેલિન ની ગોળીઓ કબાટ, પાણીની ટાંકી, દરવાજા અને બારીઓ પાસે રાખો. આ ગરોળીને ભગાવવાનો સૌથી સરળ ઉપાય છે. નેપથેલિન ની ગોળીની ગંધ તમારા માટે સામાન્ય વાત હશે પરંતુ ગરોળી આ ગંધને સહન કરી શકતી નથી.

૭. સૌથી સરળ ઈંડાની છાલ છે-

ઈંડાની છાલને ફેકો નહિ, તેને ગરોળી ભગાવવા માટે ઉપયોગ કરી શકાય છે. ઘરમાં ઈંડાની છાલને ઊંચાઈ પર રાખી દો. ઈંડાની ગંધથી ગરોળી દૂર ભાગે છે, ઈંડાની છાલનો ઉપયોગ કરતા પહેલા સારી રીતે લૂછી લો. ઘ્યાન રાખો કે ઈંડાની છાલને ધોવાની નથી જેથી તેની સ્ટ્રોંગ ગંધ તેમાં જળવાઈ રહે, કેમકે ગરોળી એજ ગંધ થી ભાગે છે.

૮. બરફના ઠંડા પાણીથી તરત ગરોળી બેહોશ થાય છે –

ગરોળી ભગાવવા માટે ઠંડુ પાણી પણ ખૂબ મદદરૂપ છે. જ્યારે પણ ગરોળી દેખાય, તેના પર બરફનું ઠંડુ પાણી સ્પ્રે કરો. ઠંડુ પાણી તેને થોડી વાર માટે સ્તબ્ધ કરી દેશે,જેથી તમે ઉઠાવીને ફેંકી શકશો.

૯. ફિનાઇલ ની ગોળીઓ રાખો –

ઘરની તે બધી સંભવિત પ્રવેશ માર્ગ પર, જ્યાંથી ગરોળી આવી શકે છે, ત્યાં ફિનાઇલ ની ગોળીઓ રાખો. ફિનાઇલ ની ગંધ ગરોળીને તમારા ઘરથી દૂર રાખે છે.

૧૦.સિંક ક્ષેત્ર ને ચોખ્ખું અને સુકુ રાખો –

ભેજ વાળી જગ્યા પર ગરોળી વધારે જોવા મળે છે, તે હિસાબથી સિંક ની નીચેનું કેબિનેટ ક્ષેત્ર સૌથી વધુ જોખમ પર છે. ધ્યાન રાખો કે તે ક્ષેત્રને હંમેશા સૂકી અને ચોખ્ખી રાખો. ત્યાંની કોઈ પાઇપ લીકેજ હોય તો તેને તરત રિપેર કરો. આવી રીતે પણ તમે ગરોળીથી બચી શકો છો.

ખાસ નોંધ : મિત્રો અમે આપ ને કોઈ પણ જીવ ને હાનિ પોહચાડવાનું નથી કહી રહ્યા, અને ઉપરોક્ત માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે તો જો આપે કોઈ નુશ્ખો અપનાવ્યો હોય તો અમને કોમેન્ટ માં જાણવા વિનંતી છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *