જો તમે આ 10 નિયમો પોતાના જીવનમાં અપનાવો છો, તો તમને ક્યારેય કોઇ ગંભીર બિમારી નો સામનો નહીં કરવો પડે.

Image Source

જો તમે નીચે જણાવેલા 10 નિયમો નું પાલન કરો છો,તો પછી ચોક્કસ તમને ક્યારેય કોઈ ગંભીર રોગ નહીં થાય અને તમે જીવનભર સ્વસ્થ રહેશો પરંતુ તે પહેલાં તમારે 3 શરતોનું પાલન કરવું પડશે. ફક્ત આ 3 શરતોને અનુસરો કારણ કે કહેવાય છે કે કંઈક મેળવવા માટે કંઇક ગુમાવવું પડશે.

3 શરતો

વિસર્જન યોગ્ય પીણા

ચા,કોફી, કોલ્ડ્રીંક્સ જેવા પીણાં જીવનભર માટે છોડી દેવા જોઈએ.

 

વિસર્જન યોગ્ય ખાદ્ય ચીજો

માંસ,ખાંડ, તેલ, મીઠું, મેંદો, આરા લોટ, ઘઉં, ચણા લોટ, રીંગણ તથા આ બધા માંથી બનતી વસ્તુ નો ત્યાગ કરો. કુદરતી ખાંડનો ઉપયોગ કરો, સિંધવ મીઠું વાપરો, કુદરતી રીતે ઉત્પાદિત તેલનો ઉપયોગ કરો, અને ઘઉંના બદલે જુવાર મકાઈ અથવા બાજરી નો ઉપયોગ કરો.

જીવનશૈલી

તમારી જૂની જીવનશૈલીને બદલો. જેમ કે મોડી રાત સુધી જાગવું અને સવારે મોડું ઉઠવું. ભોજન કરતી વખતે દારૂ પીવું, ટીવી જોવું તથા સિગરેટ પીવી આ બધું છોડી દેવું જોઈએ.

10 નિયમો

Image Source

1. તૂટક તૂટક ઉપવાસ

૧૬ કલાક ઉપવાસ કરો. રાત્રીના ભોજન બાદ ૧૬ કલાક સુધી કઈ જ ખાવું નહીં અને પાણીને બાદ કરીને કઈ બીજું પીવું જોઈએ નહીં. ઉદાહરણ માટે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી તમે કંઈ પણ ખાઈ શકો છો. ત્યારબાદ વ્રતનો પ્રારંભ કરો જેને આગલા દિવસે સવારે ૧૦ વાગે છોડો. તમે ઈચ્છો તો સવારના ૧૧ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી અથવા સવારના ૧૨ વાગ્યાથી સાંજના ૮ વાગ્યા સુધી તમને જે સમય અનુકૂળ આવે તે સમય પસંદ કરી શકો છો.

2.  પીણાં

અઠવાડિયામાં એક વખત એક ગ્લાસ મીઠા સોડા લીંબુના રસ સાથે પીવો. તે સિવાય વાતાવરણને  અનુકૂળ શેતુર તથા લીમડાનો રસ પીવો. તથા અન્ય ફળોનો રસ પીવો.

3.  સૂર્ય નમસ્કાર

જો તમે દરરોજ યોગાસન ન કરી શકો તો સૂર્ય નમસ્કાર ને તમારી જીવનશૈલી નો એક ભાગ બનાવો. જો તમે આ કરી શકતા નથી તો પછી સવારે ઓછામાં ઓછો અડધો કલાક સૂર્ય માં ફરવાનો નિયમ બનાવો.

4.  ખોરાક

તમારા આહારમાં દહીં, કચુંબર, દાડમ, લીલા પાંદડાવાળા શાકભાજી, લસણ, કઠોળ, ફળ અને સૂકા મેવા નો ઉપયોગ કરો. ખોરાક લીધા બાદ ઓછામાં ઓછા એક કલાક પછી પાણી પીવું જોઈએ. ભોજન દરમિયાન પણ પાણી પીવું જોઈએ નહીં.

5. સૂર્યનો તડકો લેવો

દરરોજ સવારે થોડો સમય સૂર્ય સામે ઉભા રહેવાથી, તમામ પ્રકારના પોષક તત્વો અને વિટામિન મળવાની સંભાવના વધી જાય છે.

6. તુલસીનું સેવન

દરરોજ તુલસીના ૪ પાંદડા નું સેવન કરવું જોઈએ, તેવી જ રીતે બીજા ઘણા પાંદડા એવા હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. જેમ કે મીઠો લીમડો અથવા કડવો લીમડો.

7. વાસણ

પિત્તળના વાસણમાં ભોજન કરવું તથા તાંબાના લોટામાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. તેમજ આપણે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ કે  કેવા વાસણ માં જમવાનું બનાવીએ છે અને શેનાથી બનાવીએ છે.

8. શુદ્ધ હવા

જેમ શરીરને શુદ્ધ ભોજન અને જળની આવશ્યકતા હોય છે તેવી જ રીતે શરીરને શુદ્ધ હવાની પણ જરૂર હોય છે. પરંતુ વર્તમાન સમયમાં વાયુ પ્રદૂષણ હોવાના કારણે તે શક્ય બનતું નથી. આવી સ્થિતિમાં તમે માસ્ક પહેરીને રાખો અને બની શકે તેટલું પ્રદુષણ થી દુર રહો. તેની સાથે જ સવારમાં વહેલા ઊઠીને પ્રાણાયામ કરો. પ્રાણાયામ આપણી ફેફસાની કાર્યક્ષમતામાં વધારો કરે છે. જો તમારા ફેફસાં મજબૂત અને સક્રિય હશે તો તમે લાંબુ જીવન જીવી શકશો.

9. તણાવ

ઉપરોક્ત દરેક કાર્ય કરી લીધા બાદ જો તમારા જીવનમાં હતાશા, તણાવ અને માનસિક વિકાર છે તો આ બધું જ વ્યર્થ છે. કારણકે તમને તમારો તણાવ જ શારીરિક રૂપથી બીમાર બનાવે છે.તેથી, આને દૂર કરવા માટે, તમારે ઓછામાં ઓછા 10 મિનિટ માટે ધ્યાન કરવું જોઈએ.  જ્યારે તમે સૂર્ય નમસ્કાર કરો ત્યારે તમે આ કરી શકો છો. તમે સમસ્યા વિશે ચિંતા કરશો નહીં, સમાધાન વિશે વિચારો.

10.  વાસ્તુશાસ્ત્ર

જીવનમાં ગ્રહો અને નક્ષત્રો નો પ્રભાવ હોય કે ન હોય પરંતુ તમે જ્યાં રહો છો ત્યાં વાતાવરણનો પ્રભાવ જરૂરથી રહે છે. ઘણા એવા મકાન હોય છે જે ગરમી માં ઠંડીનો અનુભવ કરાવે છે અને ઠંડીમાં ગરમીનો. જો તમને એસી માં રહેવાની આદત છે તો તે તમને કમજોર કરી શકે છે. બીજું એ કે તમારા ઘરની અંદર અથવા તો ઘરની બહાર તથા આસપાસ કેવા પ્રકારના છોડ અથવા તો ઝાડ છે તથા ઘરની દશા અને દિશા કેવી છે તે જરૂરથી તપાસી લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *