દિવસ દરમિયાન વ્યસ્ત રહેવાને લીધે સમય ન મળતો હોય, તો ઘરે જ 10 મિનિટ કરો આ કસરત.

Image Source

સમગ્ર વિશ્વમાં યોગ જ એકમાત્ર એવી વસ્તુ છે જેની કોઈ આડઅસર થતી નથી. જો તમે શરીરને સુડોળ બનાવવા માટે યોગ તેમજ કસરત માટે સમય કાઢી શકતા નથી કે પછી તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહો છો તો આ અભ્યાસ તમારા માટે જ છે.

યોગ અને કસરત જીવનને સુંદર બનાવવા માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ છે. યોગથી શરીરમાં તાજગીનો અનુભવ થાય છે અને સંપૂર્ણ દિવસ તમને ઊર્જાસભર રાખે છે. યોગ થી હંમેશા લાભ જ થાય છે તેના કોઈ નુકશાન નથી. સંપૂર્ણ વિશ્વમાં એકમાત્ર યોગ જ એવી વસ્તુ છે જેની કોઈ આડઅસર થતી નથી.

જો તમે શરીરને સુડોળ બનાવવા યોગ તેમજ કસરત માટે સમય કાઢી શકતા નથી કે પછી તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહો છો, તો આ અભ્યાસ તમારા માટે જ છે જે તમારા શરીરની સંપૂર્ણ કસરત ફક્ત 10 કે 20 મિનિટમાં જ કરાવી આપશે. તેથી ધ્યાનપૂર્વક નીચે વાચો.

Image Source

આંખોની કસરત માટે:

સૌપ્રથમ આપણે આંખોની કસરત કરીશું. તેના માટે ઊભા થઈ જાઓ અને તમારી આંખોને જમણી થી ડાબી બાજુ ફેરવો અને તેની વિરુદ્ધ ડાબી થી જમણી બાજુ સંપૂર્ણ ગોલકની જેમ ફેરવો. જો તમને મુશ્કેલી પડી રહી હોય તો તમે તમારી આંગળીની મદદથી એક ગોલકની જેમ ફેરવતા રહો અને આંખોથી જોતા રહો. આ તમે 10 થી 20 વાર કરી શકો છો.

Image Source

મોઢાની કસરત:

તમે તે જ સ્થિતિમાં ઉભા રહીને તમારા મોઢાને વધુમાં વધુ ખોલવાનો પ્રયાસ કરો. તમે તમારા મોઢાથી વાવ બોલવા માટે તે પ્રકારે જ મોઢું ખોલો. તેનાથી તમારા સંપૂર્ણ મોઢા સાથે હડપચીની પણ કસરત થઇ જાય છે, તેને તમે 10થી 20 વાર કરી શકો છો.

Image Source

ગરદન માટે કસરત:

તમે ઉભા રહીને તમારી ગરદનને આગળની તરફ નમાવો અને તેનાથી વિરુદ્ધ પાછળની તરફ લઈ જઈએ નમાવો અને ધ્યાન રાખવું કે દાંત એકબીજા સાથે મળેલા હોય. આ ક્રમને લગભગ 15 થી 20 વાર સતત પુનરાવર્તિત કરો. તેનાથી તમારા સંપૂર્ણ ગરદનની કસરત થાય છે.

Image Source

ખભા માટે:

આ માટે તમે તમારા હાથને ખભા ઉપર રાખીને આગળથી અંદરની તરફ 15 વાર ફેરવો અને તેનાથી વિરુદ્ધ પાછળની બાજુએથી આગળની તરફ 15 વાર ફેરવો. તમે તેની ઝડપ વધારે કે ઓછી કરી શકો છો.

Image Source

હાથ માટે કસરત:

તમે તમારા હાથને સામેની તરફ સીધા લઈ જાઓ અને પછી મુઠ્ઠી બંધ કરી તેને ડાબેથી જમણી બાજુ ફેરવો અને પછી તેને જમણેથી ડાબી બાજુ ફેરવો. આ લગભગ તમે 15 થી 20 વખત કરો કે એનાથી વધારે પણ કરી શકો છો. ત્યારબાદ હવે હાથોને ખુલ્લા કરી ખભાની મદદથી આગળથી પાછળની તરફ અને પછી પાછળથી આગળની તરફ ફેરવો.

Image Source

પેટ/કમર માટે:

આ કરવા માટે, તમે તમારા પગ વચ્ચે થોડું અંતર રાખો અને પછી તમે તમારી કમરને જમણીથી ડાબી અને પછી એ જ રીતે ડાબીથી જમણી તરફ એક ગોલકની જેમ ફેરવો. તેનાથી તમારા સંપૂર્ણ કમરની કસરત થાય છે. ત્યારબાદ તમે કમરથી આગળની તરફ વધારેમાં વધારે નમીને તમારા પગને અડકો અને પાછળની તરફ વધારે માં વધારે નમવાનો પ્રયત્ન કરો, આ દસ વખત પુનરાવર્તિત કરો.

Image Source

ઘૂંટણ માટેની કસરત:

તમે તમારા પગને એકબીજા પાસે લાવો અને પછી થોડું શરીરને નમાવો. પછી તમારા હાથને ઘુંટણ પર રાખો. ત્યારબાદ ઘૂંટણને જમણીથી ડાબી તરફ ગોળ ગોળ ફેરવો. આ કસરત કરવાથી ઘૂંટણો નો દુખાવો દૂર થાય છે અને પગમાં સ્ફૂર્તિ આવે છે.

Image Source

પગ માટેની કસરત:

તમે ઉભા રહીને તમારો એક પગ બહારની તરફ કાઢો અને પછી તેને એડીથી 10 વખત જમણી થી ડાબી અને ડાબી થી જમણી તરફ ફેરવો. તેજ રીતે બીજા પગથી પણ 10 વખત જમણી થી ડાબી અને પછી તેની વિરુદ્ધ ડાબી થી જમણી તરફ ફેરવો. તેના લીધે તમારા પગમાં લચીલાપણું આવે છે જે તમને કોઈપણ પરિસ્થિતિમાં ચલાવવામાં મદદ રૂપ થાય છે. ત્યારબાદ તમે દસથી પંદર વખત દંડ બેઠક કરો, જે તમારા સંપૂર્ણ શરીરને એકસાથે કસરત કરાવે છે.

થાકનો અનુભવ કરો છો તો સવારે 10 મિનિટ આ કસરત કરવી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *