કોરોના માં બહાર જમવા નથી જઈ શકતા તો ઘરે જ બનાવો 15 મિનિટમાં તૈયાર થઈ જતા આ 5 પ્રકારના નાસ્તા

Image Source

કોરોનાની મહામારી એ ફરી એકવાર આખી દુનિયાને કેદ કરી રાખી છે. પરંતુ તકનો લાભ લઈએ તો આ સમય ખૂબ ઉપયોગી થઈ શકે.  આ તે સમય છે જ્યારે બાળકો ઘરે રહીને ઘણી પ્રકારની વાનગીઓ શીખી શકે છે.

તો આવો જાણીએ આ આસાન રેસીપી કઈ છે

1 પોપકોર્ન

બાળકો માટે અલગ અલગ રીતે પોપકોર્ન ઘરે બનાવી શકાય છે.

સામગ્રી

તેલ 1.5 ચમચી, મકાઈ – પોણી વાટકી, ચીઝ,પેરી પેરી મસાલો અથવા જીરાળુ, મીઠું

રીત

સૌ પ્રથમ ગેસ પર કુકર મૂકીને તેમાં દોઢ ચમચી તેલ નાખો. તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં મકાઈ નાખીને કુકર પર ઊંધું ઢાંકણ ઢાંકો.  સેફટી માટે  બે મિનિટ માટે પકડી રાખો. ધીમે ધીમે પોપકોર્ન ફૂટવાનું શરૂ થઈ જશે. બધી મકાઈ ફૂટી જાય ત્યારબાદ તેને એક મોટા વાસણમાં ગરમ હોય ત્યારે તેમાં મીઠું નાખી તેના પર ચીઝ અને પેરી પેરી મસાલો નાખો. તેમાં જીરાળુ અથવા તો મેગી મસાલો પણ નાખી શકો છો. તમારા પોપકોર્ન તૈયાર છે.

2. પુલાવ

સામગ્રી

પહેલેથી બનાવેલો ભાત 1 વાટકો,લીલું મરચું 2 નંગ,ડુંગળી 1 નંગ,મકાઈના દાણા જરૂર મુજબ દાડમના દાણા 2 ચમચી,દ્રાક્ષ કાજુ અને ખડા મસાલા 

રીત

સૌપ્રથમ કડાઈ માં બે થી અઢી ચમચી જેટલું તેલ મૂકો, તેને થોડું ગરમ થવા દો ત્યારબાદ હિંગ થોડી રાઈ અને જીરું નાખી  તેમાં ઝીણી સમારેલી ડુંગળી, મકાઈના દાણા, કેપ્સિકમ, લીલુ મરચું અને ખડા મસાલા નાખો. શાકભાજી થોડું બફાઈ જાય ત્યારબાદ તેમાં હળદર નાખી બધું જ સારી રીતે મિક્સ કરી દો. છેલ્લે ભાત નાખી દો. પુલાવ તૈયાર છે.

3. સેન્ડવીચ

સામગ્રી

બ્રેડ, સેવ, ટામેટા સોસ,  લીલી ચટણી, ગોળ કાપેલી ડુંગળી, બટર ને ચીઝ.

રીત

સૌ પ્રથમ બ્રેડ ઉપર લીલી ચટણી લગાવો ત્યારબાદ તેની ઉપર ટામેટાનો સોસ લગાવો. પછી ગોળ કાપેલી ડુંગળીનાં ટૂકડા મૂકો તેના પર સેવ અને ચીઝ ભભરાવો . બીજી બ્રેડ ઉપર માત્ર લીલી ચટણી લગાવો. તેનાથી બ્રેડ ફીકી નહીં લાગે. ત્યારબાદ તવા પર થોડું બટર મૂકી ને આ સેન્ડવીચ બ્રાઉન થાય ત્યાં સુધી બંને બાજુ શેકો. ગરમાગરમ સેવ ડુંગળી સેન્ડવીચ તૈયાર છે.

Image Source

4. વઘારેલી રોટલી

સામગ્રી

સવાર ની રોટલી, ઝીણી સમારેલી ડુંગળી, 1 લીલું મરચું, મીઠું,ખાંડ અને તેલ

રીત

સૌ પ્રથમ રોટલી ના ઝીણા ટુકડા કરો. ત્યારબાદ તેમાં પહેલેથી જ ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર  ઉમેરો. એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી થોડું ગરમ થાય પછી તેમાં થોડી રાઈ, હળદર,લીલું મરચું અને ડુંગળી નાખી ડુંગળી બ્રાઉન થઈ ગયા બાદ તેમાં રોટલી નો ભૂકો નાખો . એ વાતનું ધ્યાન રાખો કે તેને વધુ સમય સુધી ગેસ પર ના રાખો. વધુ સમય ગેસ પર રાખવાથી રોટલી કડક થઇ શકે છે. ગેસ પરથી ઉતારી વખતે તેના પર થોડો પાણીનો છંટકાવ કરો. જેથી તે નરમ રહે ત્યાર બાદ તેમાં ધાણા લીંબુ અને સેવ નાખી ને પીરસો.

Image Source

5. ભજીયા

હા, ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે તમે અલગ-અલગ પ્રકારના ભજીયા બનાવી શકો છો. બટાકા, કેળા, ડુંગળી, કેરી. બધા જ ભજીયા બનાવવાની રીત એક જ છે. એક જેવો જ ચણાના લોટનો ઘોળ બનશે.

સામગ્રી

1 કપ બેસન, 1 કપ પાણી, બટાકા, ડુંગળી, કેળા અને કેરીના નાના નાના ટુકડા કરી તૈયાર રાખો, લાલ મરચું,મીઠું,જીરું, લીલુ મરચું, હિંગ અને તેલ.

રીત

સૌપ્રથમ બેસનનો ઘોળ તૈયાર કરો, ધ્યાન રાખો કે બેસનનો ઘોળ પાતળો ન હોય. ત્યારબાદ તેમાં એક ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, થોડું જીરું અને ઝીણું સમારેલું મરચું ઉમેરો, છેલ્લે થોડું તેલ નાખી બધું જ બરાબર મિક્સ કરો.ત્યારબાદ એક કડાઈમા તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થઈ જાય ત્યારે એક એક કરીને બધા જ પ્રકારના ભજીયા બનાવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *