શિયાળાની ઋતુમાં આ સુંદર ફૂલોના છોડને તમારા ઘરમાં રોપી શકો છો તો ચાલો જાણીએ આ ફૂલો વિશે

શિયાળાની ઋતુ ઓછા તાપ અને ઠંડા તાપમાનના લીધે કઠોર હોય છે. ઘણા ફૂળવાળા છોડ તેના પાંદડા ઓ છોડી દે છે અને શિયાળાની ઋતુમાં સુકાઈ જાય છે. પરંતુ કેટલાક છોડ એવા છે, જે વર્ષના ઠંડા મહિનામાં જ ઉગે છે. મોસમી ફૂલોના છોડ રંગ અને આકારથી અલગ હોય છે અને તે તમારા બગીચામાં ઓછી જગ્યા ધરાવે છે. અહી અમે તમને કેટલાક ફૂલોના છોડ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેને તમે આ શિયાળાની ઋતુમાં તમારા ઘરમાં સરળતાથી ઉગાડી શકો છો…

શિયાળામાં ઉગવવામાં આવતા ફૂલોના છોડ
૧. કેલેન્ડુલા

Image by Heike Frohnhoff from Pixabay

કેલેન્ડુલા જેને સામાન્ય રીતે પોર્ટ મેરીગોલ્ડના રૂપે જાણવામાં આવે છે, તે પોર્ટસ અને બગીચામાં સારી રીતે વિકસે છે. તે સામાન્ય શિયાળા ના ફૂલ છે અને તેની સારસંભાળ કરવી સરળ છે. તે અલગ રંગોમાં પીળા થી ઘાટા નારંગી સુધી જોવા મળી શકે છે.

૨. શીતકાલિન ચમેલી

Image by Laana13 from Pixabay

શિયાળા માટે ચમેલી એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જે ચમકીલા પીળા ફૂલ ઉત્પન્ન કરે છે અને તે જાન્યુઆરીના શરૂઆતમાં ખીલે છે.

૩. પૈસી

પૈસી શીતકાલિન ફૂલ છે, જે લગભગ બધા રંગોમાં મળે છે. તમે તેને તમારા બગીચામાં ઉગાડી શકો છો. પૈસી ઓછા વધતા છોડ છે, જે છાયડામાં સારી રીતે ઉગે છે.

૪. પેટુનીયા

Image by Thanasis Papazacharias from Pixabay

પેટુનીયા શિયાળામા બગીચાને પ્રકાશિત કરવા માટે એકદમ સાચું ફૂલ છે. આ ઠંડીમાં તમારે જે પ્રકારનું પેટુનીયા ઉગાડવું જોઈએ તે છે ‘ ગૈડીફલોરા ‘ પેટુનીયા, તે મોટા ફૂલ છે અને શરદ ઋતુ અને શિયાળામાં ઉગાડવા માટે સારો વિકલ્પ છે. પેટુનીયા ઘણા રંગોમાં આવે છે જેમકે સફેદ, પીળા, ગુલાબી, ઘાટો ક્રિમસન અને કાળો રીંગણી.

૫. ઇંગલિશ પ્રાઈમરોજ

Image by susanne irming from Pixabay
આ ફૂલ શિયાળામાં તમારા બગીચાને શણગારવા માટે એક સારો વિકલ્પ છે. તે સફેદ, પીળા , નારંગી થી વાદળી, ગુલાબી અને રીંગણી સુધી લગભગ બધા રંગોમાં આવે છે. ઇંગલિશ પ્રાઇનરોજ શિયાળા ના અંતમાં ખીલે છે.

૬. શીતકાલિન હનિસકલ

Image by bernswaelz from Pixabay
શિયાળામાં હનિસકલના ફૂલ નવેમ્બરથી એપ્રિલ સુધી ખીલે છે. આ છોડ ક્રીમી સફેદ ફૂલ ઉત્પન્ન કરે છે જે એક તેજ સુગંધનું ઉત્સર્જન કરે છે.

૭. હેલેબોર

હેલેબોર ઠંડા તાપમાનનું સામનો કરી શકે છે. તે સફેદ, ગુલાબી અને રીંગણી જેવા રંગોમાં જોવા મળે છે. સમયની સાથે આ ફૂલ નીચેની તરફ લટકે છે.

૮. કૈમેલિયા

Image by S. Hermann & F. Richter from Pixabay

કૈમેલિયા શિયાળામાં આશ્ચર્યજનક રૂપે ઓછા તાપમાનને સહન કરી શકે છે. આ ફૂલ શિયાળામાં લાંબા સમય સુધી રહી શકે છે. આ છોડ તમારા બગીચામાં બીજા છોડની સાથે સરળતાથી ઉગી જાય છે.

શિયાળાની ઋતુમાં ફૂલ ઉગાડવાની રીત

  •  તમારા બગીચાના સ્થાન મુજબ છોડ લગાવો.
  • શિયાળા દરમિયાન તમારા છોડને સાવધાની પૂર્વક પાણી આપો.
  • નિયમિત રૂપે ખાતર નાખો.
  • જો કન્ટેનરોમા છોડને રોપો છો, તો કન્ટેનરમા જરૂરી પાણી નિકાસી હોવું જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *