જો તમે સ્માર્ટલી ખરીદી કરશો, તો ઓછા પૈસામાં જ તમારી ખરીદી થઈ જશે.

જો મોંઘવારીના યુગમાં તમે મર્યાદિત બજેટમાં તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા ઈચ્છો છો, તો તમારે ખરીદી પણ સ્માર્ટલી કરવી પડશે.

Image Source

મોંઘવારીના યુગમાં સ્ત્રીઓ માટે મર્યાદિત બજેટમાં ઘર ચલાવવું એ કોઈ જંગ જીતવાથી ઓછું કામ નથી. જે રીતે દરરોજ વસ્તુઓના ભાવ વધતો જાય છે, તેના લીધે જરૂરિયાતો પણ મુશ્કેલીથી પૂર્ણ થાય છે ત્યારે ઈચ્છાઓને પૂર્ણ કરવી તો દૂરની વાત છે. તમે જ્યારે પણ ખરીદી કરવા જાઉં છો, ત્યારે પૈસા પુર્ણ થઈ જાય છે અને કંઈક ને કંઈક લેવાનું રહી જાય છે. આવું મોટાભાગે સ્ત્રીઓ સાથે થાય છે. ઘણી સ્ત્રીઓને તો સમજણ નથી પડતી કે મર્યાદિત બજેટમાં ખર્ચો કેવી રીતે કરવો. જો તમારી પાસે પણ પૈસા આવ્યા પહેલા પુર્ણ થઈ જાય છે અને પછી મહિના દરમિયાન તમને મુશ્કેલી પડે છે, તો ખૂબ જ જરૂરી છે કે તમે સારી રીતે ખરીદી કરો જેથી ઓછા પૈસામાં પણ તમે તમારી ઇચ્છાઓને પૂર્ણ કરી શકો. તો ચાલો આજે અમે તમને સ્માર્ટ શોપિંગ કરવાના સરળ ઉપાયો બતાવીએ.

યાદી બનાવો:

Image Source

આ એક સૌથી મૂળભૂત પગલું છે અને સ્ત્રીઓ સામાન્ય રીતે આ પગલું છોડી દે છે. જો તમે ક્યારેય નોટિસ કર્યું હોય કે તમે કંઈક ખાસ વસ્તુ લેવા માટે બજારમાં જાવ છો, પરંતુ ત્યાં તમને કંઈક બીજું દેખાય છે અને તમે વિચારશો કે આ વસ્તુ તમને પછી કામ આવશે. તેનાથી તે સમયની જરૂરિયાત ના સામાન માટે તમારી પાસે પૈસા ઓછા પડે છે. પછી ભલે તમે ઓનલાઇન શોપિંગ કરો અથવા બજારમાં સમાન ખરીદવા જાઓ, પરંતુ તે પહેલાં તમારા જરૂરી સામાનની યાદી બનાવો અને પછી તે યાદી મુજબ ખરીદી કરો.

સોદા પર નજર રાખો:

Image Source

ઘણી મોટી બ્રાન્ડસ તેમજ ઓનલાઈનની દુનિયામાં પણ મેગા સેલ તેમજ ઘણી મોટી ડિલ્સ થાય છે. તમે તેના પર ધ્યાન રાખો. જો તમે ખાસ દિવસોમાં સામાન ખરીદો છો તો તમને સારી બ્રાન્ડના સામાન ઘણા સસ્તામાં મળી જશે. આ રીતે તમે નિયમિત દરે સારી ગુણવત્તાનો સામાન ખરીદી શકો છો.

બજેટ સેટ કરો:

Image Source

જો તમે ઈચ્છો છો કે ખરીદી કર્યા પછી તમને પૈસાની અછત ન થાય કે પાછળથી પસ્તાવો ન થાય, તો તમે પહેલાં જ ખરીદી માટે બજેટ સેટ કરો અને પ્રયત્ન કરો કે તમે તમારા બજેટમાં જ સરળતાથી ખરીદી કરી લો. આ રીતે તમારા મહિનાનો હિસાબ નહીં બગડે. જો તમારું શોપિંગ બજેટ વધી રહ્યું હોય તો તમે યાદીમાંથી તે વસ્તુઓને કાઢી નાખો, જેની તમને અત્યારે જરૂર નથી.

એકસાથે ખરીદી નહીં:

Image Source

અમુક સ્ત્રીઓ ની આદત હોય છે કે તે જ્યારે પણ બજારમાં જાય છે ત્યારે બધો જ સામાન એક સાથે લઈ લેવા ઇચ્છે છે જેથી વારંવાર બજારમાં જવું ન પડે. તેનાથી તમે તે વસ્તુઓ પણ લાવો છો, જેની તમને જરૂર નથી. ઉપરાંત આ રીતે ખરીદી કરવાથી તમારા ખિસ્સા પર પણ ભારે પડે છે. તમે ધીમે ધીમે સામાન ખરીદવાનો પ્રયત્ન કરો. આ ઉપરાંત તમારે જે વસ્તુઓની અત્યારે જરૂર છે ફક્ત તેજ લો. બીજી વસ્તુઓ તમે ધીમે ધીમે લઈ શકો છો કે તેના માટે તમે ઑફર્સની રાહ જોઈ શકો છો. તેનાથી તમે એક સારી ડિલ મેળવી શકો છો.

સમય આપવો:

Image Source

ખરીદી કરવી એટલું પણ સરળ નથી હોતું. પછી ભલે તમે ઓનલાઇન ખરીદી કરો કે બજારમાં જઈને, તમારે થોડો સમય આપવો જ પડશે. જો તમે બજારમાં થોડું શોધો અને સમય લગાવશો તો તમને ઓછી કિંમતમાં સારો સામાન મળી શકે છે. ઓનલાઇન ખરીદી કરતી વખતે પણ તમે જુદી જુદી શોપિંગ સાઇટ પર જઇને તેની ગુણવત્તા તેમજ કિંમતની જરૂર સરખામણી કરો. તેમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ આ રીતે સમય કાઢીને તમને પસ્તાવો નહીં થાય.

આગલી વખતે, ખરીદી કરતા પહેલા આ બધી જ બાબતો જરૂર ધ્યાનમાં રાખો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઇટ ફક્ત ગુજરાતી સાથે.

#Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *