૩૫ વર્ષ પછી ગર્ભધારણ કરવાનું વિચારી રહ્યા છો તો આ ૫ બાબત નું ખાસ ધ્યાન રાખો

Image Source

ગર્ભધારણ એ ભગવાને સ્ત્રીઓ ને એક એવો આપેલો ઉપહાર છે જે દરેક સ્ત્રી અનુભવ કરવા ઈચ્છે છે. નાની ઉંમર એટલે કે ૧૮ થી ૨૮ વર્ષ ની ઉંમર માં ગર્ભધારણ કરવું સહેલું હોય છે. જ્યારે ઉંમર વધવા લાગે કે ૩૫ વર્ષ ની ઉંમરે કે તેના પછી ગર્ભધારણ કરવામાં સ્ત્રીઓ ને ઘણી મુશ્કેલી પડે છે. આ ઉંમર માં સ્ત્રીઓને બિન ફળદ્રુપતા નો પણ સામનો કરવો પડે છે.દરેક સ્ત્રી અમુક નક્કી બીજ સાથે જન્મ લે છે.

જેમ ઉંમર વધે તેમ બીજ ઘટવા લાગે છે.સાથે વધેલા બીજ સાથે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવે છે. આ ઉંમર માં તમે ૬ મહિનાના પ્રયત્ન પછી પણ ગર્ભધાણ ના કરી શકો તો તમારે ડોક્ટર ની સલાહ લેવી જોઈએ. આ સાથે તમને કંઇક એવા ઉપાય બતાવીશું કે જે તમને ગર્ભધારણ કરવામાં મદદરૂપ થશે.

Image by Claudio_Scott from Pixabay

ખૂબ ઊંઘ લો

આમ તો સારી ઉંઘ એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે પરંતુ જો તમે ૩૫ વર્ષ પછી ગર્ભધારણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે તમારી ઊંઘ ની બાબત માં વધારે કાળજી લેવી જોઈએ.નક્કી કરો કે તમે દરરોજ રાત્રે ઓછા માં ઓછા ૭ કલાક ની ઊંઘ લો. આ તમારા અને જન્મ લેનાર બાળક બંને માટે સારું છે. યુનિવર્સિટી ઓફ પિટ્સ બર્ગ સ્કૂલ ઓફ હેલ્થ સાયન્સ ના અભ્યાસ મુજબ જણાવવામાં આવ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન ઓછી ઊંઘ ની માત્રા અને ગુણવત્તા એ સામાન્ય પ્રતિરક્ષા પ્રક્રિયાઓ માં અડચણ કરી શકે છે અને જન્મ સમયે ઓછું વજન અને બીજી સમ્યાઓ પણ જન્મ લઈ શકે છે.

Image by Deborah Breen Whiting from Pixabay

પૌષ્ટિક આહાર લેવો

તમારે તમારા આહાર માં સૌથી વધુ ધ્યાન આપવું જોઈએ. તમારા આહારમાં વધુમાં વધુ પોષક તત્વો નો સમાવેશ કરો. તમારા ભોજન ની યોજના કંઇક એવી બનાવો કે ભોજન માં દરેક પ્રકારના પોષકતત્વો નો સમાવેશ થાય.ફોલિક એસિડના વધારે ખોરાક માટે પાલક, દાણા,દાળ અને સૂર્યમુખીના બીજ નું સેવન વધુ કરો. જો તમને સમજ ના પડતી હોય કે ક્યાં સમયે શું ખાવું જોઈએ તો તમારે કોઈ આહારપ્રનેતા પાસે થી આહાર નો ચાર્ટ બનાવી તેને અનુસરવું જોઈએ.

Image by Irina L from Pixabay

નિયમિત કસરત કરવી

આ ઉંમર માં ગર્ભધારણ કરનારી સ્ત્રીઓને કસરત અને ધ્યાન ને પોતાના જીવનશૈલીનો એક હિસ્સો બનાવી લેવો જોઈએ.જો તમને કસરત કરવામાં આળસ આવતી હોય કે તમારું શરીર કોઈ રોગગ્રસ્ત હોય તો રોજ યોગાસન કે ચાલવા જઈ શકો છો. આનાથી ગર્ભાવસ્થા માં આવનારી મુશ્કેલીઓથી બચી શકાય છે.

સપ્લીમેન્ટ કરશે મદદ

તમારા ડોક્ટર સાથે વાત કરો. તમારા સંપૂર્ણ સ્વાસ્થ સ્થિતિ ના આધારે તે ફોલિક એસિડ જેવી પ્રસૂતિ પેહલા નો આહાર તમારા માટે લખી શકે. સપ્લીમેંટ તંત્રિકા ટ્યુબ જન્મ દોષોને રોકી દેશે જેમ કે સ્પાયના બીફિડા,એક એવી સ્થિતી જેમાં બાળકો ની પીઠ ના હાડકા ઉપર રૂતક બંધ નથી થતા.આના સિવાય સપ્લીમેન્ટ ને ઘણા અન્ય લાભ છે. પરંતુ આપણી ઇચ્છા થી કોઈ પણ સ્પલીમેન્ટ ના લેવી.

Image by Yerson Retamal from Pixabay

તમારા ડોક્ટર સાથે વાતચીત કરવી

જો તમામ પ્રકાર ના પ્રયત્નો કરવા પછી પણ તમને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવતી હોય તો તમારે તમારા ડૉક્ટર ની સલાહ લેવી જોઈએ. આ ઉમર માં ડોક્ટર તમને આઇવીએફ,સીજેરિયન પ્રસૂતિ અને આઇ યું આઇ જેવા વિકલ્પો આપે છે. આથી ગભરાવા કરતા ડોક્ટર ને મળો અને તેમની સાથે ખુલ્લા મન થી વાત કરો.

નોંધ : ઉપરોક્ત કોઈ પણ વસ્તુ કરતાં પેહલા તમારા ડોક્ટર ની સલાહ લેવી આવશ્યક છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *