શું તમે ડિપ્રેશન થી પરેશાન છો તો પછી આ રહ્યા તેના કારણ,લક્ષણ ને તેનાથી બચવા માટેના ઘરેલુ ઉપચાર…

Image Source

ડિપ્રેશન આ શબ્દ જ આપણને ચિંતા કરાવી દેતો હોય છે આમ પણ મોટાભાગની ચિંતા માટે આપણે પોતે જ જવાબદાર હોઈએ છીયે.કોઈ વ્યક્તિની એટલી બધી શક્તિ તો નથી જ કે એ આપણને સામે ચાલીને ચિતા આપી જાય આપણે જ આપના વિચારો થી પોતે ચિંતાગ્રસ્ત બની જતાં હોઈએ છીએ.

આ ડિપ્રેશન એ માનસિકતા થી જોડાયેલો એક રોગ છે,જેનો સમય પર જો ઈલાજ ના કરવામાં આવે તો એ સમય ની સાથે વધે છે.પછી એક સમય એવો આવે છે કે એમાં વ્યક્તિ હતાશા અને નિરાશા તરફ ધકેલાઇ જાય છે.કે એને ફક્ત પોતાની સામે ફક્ત ને ફક્ત અંધકાર દેખાય છે,અને આવી પરિસ્થિતી માંથી રોગી ને પાછો લાવવો અશક્ય થઈ જાય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન  ના કહેવા અનુસાર ડિપ્રેશન એક સામાન્ય બીમારી કહી શકાય.ડિપ્રેશન આમ તો માણસ ના મૂડ ના ઉતાર ચડાવ ઉપર આધારિત હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ના કહેવા મુજબ દુનિયાભર માં અલગ અલગ ઉમરના એવા 30 કરોડ થી વધુ લોકો આ ડિપ્રેશન ના ભોગ બનેલા જોવા મળે છે.પણ ઘણા  મનોચિકિત્સકોનું માનવું છે કે આ સંખ્યા આનાથી વધારે હોય શકે છે કેમ કે ઘણા લોકો ને ખબર જ નથી હોતી કે એ પોતે ડિપ્રેશન નો શિકાર છે.

ભારત માં આ આંકડો 5 કરોડ થી વધુ છે જે ખૂબ જ ગંભીર સમસ્યા છે.સામાન્ય રીતે ડિપ્રેશન  યુવવાવસ્થા ,આ 30 થી ૪૦ ની ઉમર માં શરૂ થઈ જાય છે.પરંતુ આ કોઈપણ ઉમર માં થઈ શકે એમ છે,પુરુષો ની સામે સ્ત્રીઓ ને આ ડિપ્રેશન નો રોગ થવાની શક્યતા ઑ વધુ જોવા મળે છે.માનસિક કારણો ની સાથે સાથે હોર્મોન્સનું અસંતુલન,ગર્ભાવસ્થા,આનુવંશિક  વિકૃતિયો પણ ડિપ્રેશન નું કારણ બને છે.કોઈ ખરાબ સમાચાર આવવા પર અથવા કોઈ કામ ના બગાડવા પર આપણે કહેતા હોય છે કે હું ચિંતામાં છું ડિપ્રેશન માં છું,ખરેખર આપને એ સમયે ડિપ્રેશન માં નહીં પણ ઉદાસી માં હોય છે.

Image Source

ડિપ્રેશન શું છે?

આ એક એવી અવસ્થા છે કે જ્યારે વ્યક્તિનું મન અને દિમાગ નકરત્મ્ક્તા,ચિંતા, અને તણાવ થી ઘેરાઈ જાય છે.આ અવસ્થા માં માણસ ની વિચારવા ,સમજવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.ને વ્યક્તિ  ધીરે ધીરે અંદર થી તૂટી જાય છે કેમ કે આ એક માનસિક રોગ છે,એટ્લે ઘણીવાર આમાં રોગી ને જોઈને અંદાજ નથી લગાવી શકાતો કે આ માનસિક રીતે ચિંતામાં છે પણ લક્ષણો ઉપર ધ્યાન આપવામાં આવે તો ચોક્કસ ખબર પડી જાય છે.

Image Source

ડિપ્રેશન એ સામાન્ય રોગ નથી

આ જીવન ના થતાં ઉતાર ચઢાવ અને રોજ જીવનમાં પળેપળ અથડતી મુશ્કેલીઓથી થી અલગ હોય છે.અને આ ભયંકર રૂપ ત્યારે લઈ લે છે જ્યારે આ વ્યકતી જોડે લાંબો સમય રહી ને એની એક સ્વાસ્થ્ય ની સ્થિતિ બની જતો હોય છે.લક્ષણો ની સંખ્યા અને એની તીવ્રતા ના આધાર પર એના અલગ અલગ લક્ષણો જોવા મળે છે.જે મધ્યમ થી લઈને ગંભીર પણ હોય શકે છે જેના ગહન ઈલાજ માટે ઊંડા પરીક્ષણ ની જરુર છે.

અલગ અલગ લોકોમાં ડિપ્રેશન ના અલગ અલગ લક્ષણો હોઈ શકે છે જેમ કે….

 • દિવસભર અને ખાસ તો સવારના સમયમાં ઉદાસી
 • લગભગ દરેક દિવસે કમજોરી અને થાક લાગવો
 • પોતાને અયોગ્ય કે દોષી ઠેરવ્વો
 • એકાગ્ર થવામાં તથા નિર્ણય લેવામાં મુશ્કેલી પડવી
 • લગભગ દરરોજ ઘણુ વધારે કે ઘણું ઓછું સૂવું.
 • સારી ક્રિયાઓ માં નિરસતા આવવી
 • વારવાર મૃત્યુ અને આત્મહત્યા ના વિચાર આવવા.
 • વારવાર બેચેની અને આળસ અનુભવવી.
 • અચાનક થી વજન વધવું કે ઓછું થઈ જવું.
 • વારવાર દિવસ દરમ્યાન ગુસ્સો આવવો.
 • કોઈપણ વ્યક્તિ ને આમાથી ૫ કે તેથી વધારે લક્ષણ બે અઠવાડીયા થી વધુ સમય સુધી દેખાય તો ડી એસ સેમ-૫  ના અનુસાર એ વ્યક્તિને ડિપ્રેશન હોઈ શકે છે.

ડિપ્રેશન ના કારણ શું છે?

ડિપ્રેશન કોઈ પણ ઉમરની વ્યક્તિને થઈ શકે છે, જેના આલગ અલગ કારણ હોય શકે છે.તે છતાં નીચે પ્રમાણે ના કારણ હોય શકે છે.

શોષણ થવું.

 • ડિપ્રેશન નું મુખ્ય કારણ શોષણ થવું તે છે,આ પ્રકારે આ સમસ્યા થવાની સંભાવના મુખ્ય રૂપ થી એવા લોકો માં જોવા મળે છે જેની સાથે મોટાભાગે શારીરિક શોષણ થતું હોય છે.
 • કોઈપણ પ્રકારની દવાનું વધુ પડતું સેવન કરવાથી કે તેની દવાથી થતી આડ અસર થી પણ વ્યક્તી ડિપ્રેશન નો ભોગ બનતી હોય છે,એટ્લે જ્યારે કોઈ વ્યક્તિ ની કોઈ બીમારી માટે દવા ચાલુ હોય તો તેને તે દવાનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ,કેમ કે એ દવા થી થતાં સાઈડ ઇફફેક્ટ નો ભવિષ્ય માં સામનો કરવો ના પડે.

ઝગડો થવો

 • ક્યારેક તમે સંભળાયું હશે કે ઘર પરિવાર ના નાનાં મોટા કંકાસ ની અસર બાળકો ઉપર જોવા મળતી હોય છે,ને સાથે મોટી વ્યકિત ઑ ને પણ ચિંતામાં ધકેલી દે છે,જો કોઈ ઘર માં વધારે પડતાં જગડા જોવા મળતા હોય છે તો એ ઘર ના સદસ્યો ડિપ્રેશન નો શિકાર થતાં જોવા મળે છે.

કોઈ પ્રિયજન નું મૃત્યુ થવું

 • આપણે કોઈ પણ પ્રિયજન ને ગુમાવી દેવા તે ઘણી મોટી અસર ઉપજાવે છે,આની અસર શારીરિક ની સાથે સાથે માનસિક પણ પડતી હોય છે,જેનું પરિણામ ઘણી બધી માનસિક બીમારીઓ સાથે આવતું જોવા મળે છે.આવી બીમારીઓ માં ડિપ્રેશન સામેલ હોય છે ને એને દૂર કરવા મ્નોચિકિત્સક ની જૃરુંર પડતી હોય છે.
 • ઘણીવાર ડિપ્રેશન નું કારણ વારસાગત પણ હોય શકે છે,આ રીત જો કોઈ પરિવાર માં ડિપ્રેશન થી પીડિત છે તો ઘરની બીજી વ્યક્તિ પણ આનો ભોગ બની શકે છે.

જો તમને અથવા તમારા કોઈ પરિચિત ને જો ડિપ્રેશન નો બોગ બનેલા છે તો તેનાથી બચવા માટે નીચે બતાવ્યા પ્રમાણે ની સહાયતા કરી  શકો છો.

 • ડિપ્રેશન થી બચવા માટે કોઈ મોટા મ્નોચિકિત્સક ની સલાહ લેવી જોઈએ
 • આ સમસ્યા ને સારી રીતે સમજવાની કોશિશ કરવી જોઈએ અને સારા સલાહકાર ની સલાહ લેવી જોઈએ
 • પોતાને ક્યારેય એકલા ના મૂકો બહાર જાવ મિત્રો ને મળો ફરો ગપસપ કરો
 • પોતાના માટે અપ્રાપ્ય લક્ષ્ય ના બનાવો
 • સવાર સાંજ ફરવા માટે જવું
 • પોતાને હમેશા કામ માં વ્યસ્ત રાખો
 • ઉદાસ કરી દે તેવી વાતો અને ગીતો ના સાંભળો
 • કામ ને કરવા માટે નવા નવા ઉપાયો શોધો
 • પોજીટીવ વાતો વાંચો અને બોલો
 • આર્ટ ઓફ પોજીટીવ લિવિંગ નો ફાયદો ઉઠાવો
 • યોગ નો સહારો લો , અને અનુલોમ વિલોમ,પ્રાણાયામ,ધ્યાન ને શીખી ને જીવનમાં ઉતારો.
 • રાતે સૂતા પહેલા એક ક્લાક પહેલા ટીવી જોવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે જો તમે સૂતા પહેલા ટીવી માં નેગેટિવ દ્રશ્યો જોતાં હશો તો એ તમારા આંતરમન ઉપર અંકિત થઈ જાય છે.

ડિપ્રેશન થી બચવાના ઉપાય

 • ડિપ્રેશન ના પ્રભાવ થી બચવા માટે પોતાની જીવનશૈલી અને ખોરાક માં બદલાવ લાવવાની જરૂર હોય છે,

આહાર

 • ડિપ્રેશન ના રોગી એ ભરપૂર માત્રા માં પાણી પીવું જોઈએ,ફળ અને શાકભાજી નો ઉપયોગ વધુ કરવો જોઈએ કે જેમાં પાણી નું પ્રમાણ વધારે હોય.
 • પોષક તત્વો થી ભરપૂર ખોરાક લેવો જોઈએ,જેમાં શરીર માટે બધા જ જરૂરી ખનીજ અને વિટામીન્સ પૂરતા પ્રમાણ માં હોય.લીલા પાંદડાવાળા શાકભાજી અને મોસંબી જેવા ફળો નું સેવન કરવું જોઈએ,બીટનું સેવન વધુ કરવું જોઈએ એનામાં ઉચિત માત્રમાં પોષક તત્વો હોય છે,આની અંદર ના વિટામીન્સ રોગી નું મૂડ બદલવાનું સારું કામ કરે છે.ખોરાક માં ઓલીવ ઓઇલ નો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવો જોઈએ,આમાં ઉચિત માત્રા માં એંટીઓક્સિડેંટ જોવા મળે છે,આ હદય રોગ અને ડિપ્રેશન ને દૂર કરવામાં મદદ કરે છે.
 • ડિપ્રેશન ના રોગી ને અસ્વસ્થ અને અનિયમિત ખોરાક લેવાની વૃતિ જોવા મળે છે,જેથી ડિપ્રેશન ના રોગી ને જંક ફૂડ અને વાસી ખોરાક થી દૂર રાખવા જોઈએ.આના સિવાય ઘરે બનાવેલો શુદ્ધ અને સાત્વિક ખોરાક આપવો જોઈએ.જંક ફૂડ નું સેવન પૂરી રીતે છોડી દેવું જોઈએ,વધારે પડતું મીઠું અને ખાંડ બંધ કરી દેવી જોઈએ,વાસી ભોજન અને નોનવેજ બંધ કરી દેવું જોઈએ,ધુમ્રપન અને કોઈપણ પ્રકારનો નશો કરવો જોઈએ નહીં,કેફિનયુક્ત પદાર્થ જેમ કે ચા,કોફી નું વધારે પડતું સેવન ના કરવું જોઈએ.

ડિપ્રેશન થી બચવાના ઘરેલુ ઉપાય

ડિપ્રેશન  જો પોતાની શરૂઆત ની અવસ્થા માં હોય તો તે સારી જીવનશૈલી થી જ સારું થઈ જતું હોય છે,પરંતુ વધારે જો હોય તો એલોપેથ ની દવા નો આધાર રાખતા દર્દી ને આની ટેવ પડી જતી હોય છે,જ્યારે આપના શરીર ના પ્રમુખ અંગ જેવા કે હદય,ફેફસા અને યકૃત માં સેરોતોનીન લોહી ને સંચાલિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.એલોપેથિક દવાઓ સેરોતોનીન ને રોકી દે છે જેના કારણે અંગો પર ખરાબ પ્રભાવ પડે છે ,દવાઓ ની વ્યક્તિ ને ખરાબ ટેવ પડી જાય છે પછી એ દવા વગર પોતાની જીવનશૈલી ને અધૂરી ગણવા માંડે છે.એટલા માટે જ ડિપ્રેશન માટે ઘરેલૂ ઉપાયો ને આયુર્વેદનો સહારો લેવો જોઈએ,આયુર્વેદ એક પ્રકૃતિક ચીકીત્સા પદ્ધતિ છે જે શરીર ના વાત,પિત્તને કફ જેવા દોષો ને સંતુલિત કરી ને શરીર ને સ્વસ્થ બનાવે છે,અને વ્યક્તિ ને ઉર્જાવાન બનાવે છે.આના સેવન થી વ્યકતી ના શરીર માં કોઈ વિપરીત પ્રભાવ પડતો નથી.

Image Source

૧.દિનચર્યા નું પાલન કરો

જો તમે ઉદાસ છો તો તમને સારા રૂટિન ની જરૂરત છે, તમે એક સારા સલાહકાર પાસે તમારું દિવસ દરમ્યાન નું સારું પ્લાનિગ કરાવી શકો છો ને પોતાની જીવનશૈલી ને પછી પોતાના મૂળ લાઈફ સ્ટાઈલ ઉપર લાવી શકો છો.

Image Source

૨.લક્ષ્ય નિર્ધારિત કરો

જ્યારે તમે ઉદાસ થાવ છો.ત્યારે તમે મહેસૂસ કરી શકો છો કો કે તમે કોઈ કામ ને પૂરું નથી કરી શકતા, આ રીતે તમને પોતાનાં માટે ખરાબ ભાવ પેદા થઈ શકે છે,પોતાના માટે દૈનિક લક્ષ્ય નિરધારીત કરવો જોઈએ.એકદમ નાની શરૂઆત કરી તમે કૂક બની શકો છો રોજ કઈક ને કઈક નવું વ્યંજન બનાવી શકો છો.

Image Source

૩.વ્યાયામ કરો

વ્યાયામ અસ્થાયી રૂપ થી એડોરફિન નામના સારા સારા રાસાયણોનું નિર્માણ કરે છે.ડિપ્રેશન ના દર્દીઓ માટે પણ આનો અવિરત ફાયદો થઈ શકે એમ છે.નિયમિત વ્યાયામ   કરવાથી મગજ ને સકારતમ્ક રીતે પ્રોત્સાહન મળે છે.

૪.તમને કેટલી કસરત ની જરુરુ છે?

લાભ પામવા માટે તમારે મેરેથોન દોડવાની જરુર નથી પરંતુ અઠવાડીયા માં અમુક દિવસો ચાલવાથી તમે લાભ મેળવી શકો છો.

Image Source

૫.સ્વસ્થ ખોરાક લો

કોઈ એવો જાદુ વાળો ખોરાક નથી જે ડિપ્રેશન ને દૂર કરી દે પરંતુ આપણે શું ખાઈએ છીએ એ જોવાનું એક સારો વિચાર છે,જો ડિપ્રેશન તમને વધારે ખાવાથી રોકે છે તો તમારે તમારા ખાવા પર નિયત્રન રાખવાથી તમને વધારે સારું લાગી શકે એમ છે.

Image Source

૬.સારી ઊંઘ લો

ડિપ્રેશન માં આંખો કુદરતી રીતે ઊંઘ માટે તૈયાર થાય તે અશક્ય છે અને ઓછી ઊંઘ ડિપ્રેશન ને વધારે ખરાબ બનાવી દે છે.તમે શું કરી શકો છો પોતાની જીવન શૈલી માં બદલાવ લાવી એક નવી શરૂયાત કરી શકો છો.દરરોજ એક જ સમય પર સવારે ઉઠવાનો પ્રયત્ન કરો તમારા બેડરૂમ માં સુવાના ટાઈમ પર ટીવી ,મોબાઈલ થી દૂર રહી તમે તમારી ઊંઘ માં સુધારો લાવી શકો છો.

Image Source

૭.જવાબદારીઓ ને સંભાળો

જ્યારે તમે ઉદાસ હોવ છો ત્યારે તમે જીવન થી પાછળ હટવા માંગો છો, ડિપ્રેશન તમને તમારી જવાબદારીઓ થી દૂર કરી શકે છે તો તમે પોતાની જવાબદારીઓ ને સ્વીકારી ને જો તેનું પાલન કરો તો ડિપ્રેશન થી દૂર રહી શકો એમ છો.

Image Source

૮.નકારાત્મક વિચારો ને પડકાર આપો

નકારાત્મક ની સામે ની તમારી લડાઈ માં ઘણું બધુ કામ માનસિક છે ,તમે કેવું વિચારો છો તે બદલવાનું છે જ્યારે તમે ઉદાસ હોવ છો ત્યારે સૌથી ખરાબ નિર્ણય કરતાં હોવ છો.ફરી જ્યારે તમે તમારા માટે ભયાનક મહેસુસ કરતાં હોવ ત્યારે તર્ક ને એક પ્રકૃતિક ડિપ્રેશન  ના રૂપ માં વાપરવું જોઈએ.તમને એવું પણ લાગી શકે છે કે તમને કોઈ પસંદ નથી કરતું,તમે પોતાને ગ્રહ ઉપર સૌથી બેકાર વ્યક્તિ સમજી શકો છો પરંતુ તમે આ નકારાત્મક વિચારો ને હરાવી શકો છો એની પહેલા કે આ વિચારો કાબુની  બહાર નીકળી જાય

Image Source

૯.દવાઓના ઉપયોગ પહેલા તમારા ડોક્ટરની સલાહ લો

અહિયાં ડિપ્રેશન ના પૂરક તત્વ માટે આશાજનક સબૂત છે જેમાં માછલી નું તેલ,ફોલિક એસિડ સામેલ છે આને સુનિશ્ચિત કરવા વધારે શોધ ની આવસ્યકતા છે કોઈપણ પૂરક ની શરૂઆત પહેલા પોતાના ચિકિત્સક ની સલાહ લેવી અનિવાર્ય છે,ખાસ કરીને જો તમે પહેલા થી જ આ દવાઓ લઈ રહ્યા હો.

Image Source

૧૦.કઈક નવું કરો

જ્યારે તમે ઉદાસ હોવ છો ત્યારે તમે એક નવીન દુનિયામાં હોવ છો, કઈક નવું કરવા માટે પોતાની જાતને ધક્કો મારો કોઈ સંગ્રહાલય માં પોતાને લઈ જાઓ,એક વાંચેલી પુસ્તક ઉઠાવો અને તેને એક પાર્ક માં જઈને બેસી ને વાંચો.

Image Source

૧૧.મજા કરવાની કોશિશ કરો

જો તમે ઉદાસ છો તો એના  માટે સમય કાઢો જેનો તમે આનન્દ લઈ શકો છો હવે બીજું તો શું થસે એ આશાએ આ એક ડિપ્રેશન નું લક્ષણ છે એમ વિચારી હમેશા ખુશ રહેવું જોઈએ.

ડિપ્રેશન થી દૂર રહેવા માટે થોડાક ઘરેલુ ઉપચાર જોઈએ

કાજુનું સેવન

૪ થી ૫ કાજુ ને બારીક પીસીને એક કપ દૂધ માં મેળવી ને જો રોજ પીવામાં આવે તો ડિપ્રેશન માં ઘણી રાહત મળે છે.

બોરનું સેવન

૪ થી ૫ બોર લઈને તેના થડિયા કાઢીને  તેને પીસીને તેનો રસ કાઢી લેવો,હવે આની અંદર અડધી ચમચી જાયફળ ઉમેરી ને દિવસમાં બે વાર આ મિશ્રણ લઈ શકાય છે.

બ્રહમીનું સેવન

એક ચમચી બ્રાહ્મી અને એક ચમચી અસ્વગંધા ને એક ગ્લાસ પાણી માં ઉમેરી રોજ આનું સેવન કરવું જોઈએ.

લીંબુ નું સેવન

એક ચમચી લીંબુ નો રસ,એક ચમચી હળદર પાવડર,એક ચમચી મધ, બે કપ પાણી આ બધા ને વાસણ માં ભેગા કરી લો અને આને પી લો ,આનાથી ડિપ્રેશન માં ઘણી રાહત મળે છે.

સફરજન નું સેવન

સવારે ઉઠી ને ખાલી પેટે સફરજન ખાવું.આ તમારા શારીરિક સ્વાસ્થય ને બહેતર બનાવે છે, સાથે માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ઇલાઇચી નું સેવન

બે ત્રણ ઇલાઇચી ના દાણા ને પીસીને એક ગ્લાસ પાણી માં ઉકાળીને પી લેવું અથવા હર્બલ ચા બનાવી પી લેવું.

આમ ડિપ્રેશન ને દૂર કરવા માટે આપણે ઘણા ખરા ઘરના ઉપાયો કરી ને તેમાથી દૂર રહી શકીએ છીએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *