તમે કેદારનાથ ટ્રેકિંગનો પ્લાન કરી રહ્યા છો તો તેની પહેલા આ 5 વાતો જરૂરથી ધ્યાનમાં રાખો 

Image Source

જો તમને કેદારનાથ ટ્રેક કરવા જવું છે તો અમુક વાતોનું ધ્યાન જરૂરથી રાખો. આ લેખ તમને આ ટ્રેકથી જોડાયેલી જરૂરી ટીપ્સ જણાવશે.

કેદારનાથ એક એવી જગ્યા છે જ્યાં દરેક ઉંમરના વ્યક્તિ જવાનું ખૂબ જ પસંદ કરે છે.આ જગ્યા ન માત્ર ધાર્મિક મહત્વ રાખે છે. પરંતુ અહીંની ખૂબ જ સુંદર જગ્યા કોઈ પણ વ્યક્તિનું મન મોહી શકે છે. કેદારનાથ જવું આપણા પોતાનામાં જ એક અલૌકિક અનુભવ આપી શકે છે પરંતુ અહીં જવાના પ્લાનિંગ કરતા પહેલા હું તમને એક સવાલ પૂછવા માગું છું તમે ત્યાં ટ્રેક કરવા જવાનું વિચારી રહ્યા છો?

લોકોને લાગે છે કે અહીં ટ્રેક કરવા જવું ખૂબ જ આસાન છે અને ભક્તિમાં તો આપણે ચાલીને જવું જ જોઇએ. પરંતુ ઘણીવાર આપણે મુખ્ય સમસ્યા ને ભૂલી જઈએ છીએ કેદારનાથ 11,755 ફૂટની ઉંચાઈ ઉપર સ્થિત છે અને તે ઘણા લોકો માટે શ્વાસ લેવાની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. કેદારનાથ ટ્રેકિંગ ખૂબ જ સુંદર છે પરંતુ મુશ્કેલ કામ પણ છે.

જે લોકોને લાગે છે કે કેદારનાથ પર ટ્રેક કરીને જવું તેમની માટે સારું હોઈ શકે છે તેમને આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

1. સમયનું હંમેશા રાખો ધ્યાન

ગૌમૂખીથી કેદારનાથ યાત્રા શરૂ થાય છે અને ત્યાંથી પાંચ કલાકનો સમય લાગી શકે છે આ પાંચ કલાક જવાના અને પાંચ કલાક આવવાના ખૂબ જ આસાન લાગી શકે છે પરંતુ જેમ-જેમ તેની ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ સમસ્યા પણ વધતી જાય છે. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે તેથી સમયનું હંમેશા ધ્યાન રાખો.

  • ખૂબ જ જલ્દી ચાલવાની કોશિશ ન કરો.
  • જો તમને એવું લાગી રહ્યું છે કે તમારા પલ્સ રેટ વધી રહ્યા છે તો થોડો સમય આરામ કરો.
  • થોડા થોડા સમયે પાણી અને કંઈક લિક્વિડ લેતા રહો.
  • એકદમ ભૂખ્યા પેટે અથવા ઉપવાસ કરીને કેદારનાથ ટ્રેકને ચડવાની કોશિશ બિલકુલ ન કરો.
  • સવારે જલ્દી ઉઠીને ટ્રેક શરૂ કરો જેથી બપોર સુધી તમે મંદિરે પહોંચીને દર્શન કરી શકો અને ત્યાં રાત્રે રોકાઈને આગલા દિવસે સવારે આ યાત્રા શરૂ કરી શકો.

Image Source

2. જો તમને શ્વાસની સમસ્યા હોય તો આ રિસ્ક ન લેવું જોઈએ

ઘણા લોકોને લાગે છે કે તેમની ભક્તિ સાબિત કરવાની જરૂર છે અને તેથી જ તે ચાલતા જ જવા માંગે છે. પરંતુ એવું નથી તમે બીમાર છો અને તમને શ્વાસની તકલીફ પડે છે તો ચાલતા ન જાવ. ત્યારે તમે ઘોડો અથવા હેલિકોપ્ટરમાં જઈ શકો છો. સોનપ્રયાગથી ઘોડો લેવાની જગ્યાએ ગૌરીકુંડથી જ તમે બુક કરાવો. આમ કરવાથી તમારો સમય બચશે અને શ્વાસ લેવાની સમસ્યા ત્યાં ખૂબ જ સામાન્ય છે તેથી તમારા સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખો.

Image Source

3. જરૂરી સામાન લઈ જવાનો ન ભૂલો

અહીં માત્ર ખાવા-પીવાની વસ્તુ જ નહીં પરંતુ અન્ય જરૂરી સામાન પણ ખૂબ જ મહત્વના છે. તેથી ઉપર એરટેલ બીએસએનએલ અને રિલાયન્સ જીઓ સિમ કામ કરશે. ત્યાં વરસાદ લગભગ પડતો જ રહે છે તેથી રેઈનકોટ, પાણીમાં  સરકે નહીં તેવા બુટ,ફ્લેશલાઇટ,મોટું જેકેટ, અને દરરોજ ઉપયોગ થતી દવાઓને પણ જરૂર થી લઈને જાવ. સુટકેસ અથવા તો હેવી સામાન લઈને જશો નહીં કારણ કે જો તમે ઘોડો પણ કરો છો તો તે લઈ જવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હશે તમારું યાત્રા કાર્ડ અને આધાર કાર્ડ બંને તમારી સાથે રાખો.

રાત્રે ટ્રેકિંગ ન કરો કારણ કે ત્યાં જંગલી જાનવર આવી જવાનો ભય રહે છે.જો તમે પહેલી વખત કેદારનાથ જઈ રહ્યા છો તો સુરક્ષિત ટ્રેકિંગના ઓપ્શનને પસંદ કરો.

Image Source

4. જો તમે ત્યાં રાત્રે રોકાવા માંગતા નથી તો આ ધ્યાન જરૂરથી રાખો

 આમ તો સુરક્ષિત રીત એજ હશે કે તમે રાત્રે રોકાવ પરંતુ જો તમે રોકાવા માંગતા નથી તો આ વાતનું ધ્યાન રાખો કે તમે પાછા ગૌરીકુંડ સુધી સાંજના સમયે જ પહોંચી શકો. અને એવામાં ગૌરીકુંડથી સોનપ્રયાગ સુધી રાત પસાર કરવા અથવા રૂમ મળવો ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય શકે છે. કેદારનાથ ટ્રેકના સિઝનમાં ગૌરીકુંડ માં ચારથી પાંચ હજાર યાત્રી આવે છે અને એવી પરિસ્થિતિમાં તમે ત્યાં પહેલેથી જ રૂમ બુક કરાવીને જાવ તે જ તમારી માટે સારું રહેશે.

5. બજેટ અને કમ્ફર્ટ નું ધ્યાન રાખો

તમને બજેટ અને કમ્ફર્ટ નું ધ્યાન પણ રાખવું પડશે જો તમે ચાલતા જવાની જગ્યાએ કોઈ સાથે જવાનું વિચારી રહ્યા છો તો આ ટ્રાન્સપોર્ટની રીતે ઉપલબ્ધ છે

  • ડોલી : 8 થી 10 હજાર રૂપિયા ચાર્જ સિઝનમાં 12000 પણ થઈ શકે છે.
  • ઘોડો: 5 થી 7 હજાર રૂપિયા
  • હેલિકોપ્ટર:  7 હજાર રૂપિયા સુધી

 આ દરેક ચાર્જ રાઉન્ડ ટ્રીપ ના છે અને ચાર્જ કેટલો થાય છે એ વાત પર નિર્ભર કરે છે કે તમે કયા સ્થાનથી તેમાં બેસો છો સોનપ્રયાગ અને ગૌરીકુંડથી લગભગ તીર્થયાત્રી કોઈપણ સાધન બુક કરાવે છે.

કોઈપણ સાધન ને બુક કરાવતી વખતે તમે તમે યાત્રાનો સમય અને પોતાનું બજેટ બંને નું ધ્યાન રાખો આ દરેક વસ્તુ તમારી માટે ખૂબ જ જરૂરી સાબિત થઈ શકે છે.

કેદારનાથ યાત્રા આમ તો ખૂબ જ આરામદાયક હોય છે પરંતુ જો તમે જરા પણ તકલીફમાં મુકાઈ આવતો મેડિકલ ઇમરજન્સી સુવિધા પણ ત્યાં મળે છે તમારી યાત્રા સુરક્ષિત રીતથી પ્લાન કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment