મૂડ ખરાબ છે તો આમાંથી કોઈ પણ એક વસ્તુ ખાવાથી તમે ખુશ મિજાજી થઈ જશો.

કોઈ પણ વ્યક્તિ નું મૂડ ખરાબ થવાના ઘણા જુદા જુદા કારણ હોઈ શકે છે. કામનું તણાવ, પરિવારની ચિંતા કે સ્ત્રીઓમાં પીએમ એસ ના કારણથી પણ મૂડ ઓફ થવાની સમસ્યા થાય છે. તમારુ મન ઉદાસ હોવાનું કારણ કે કઈ પણ હોય, જો તમે તરત તમારુ મૂડ સરખું કરવા માંગો છો તો અહીં જણાવવામાં આવેલ સ્વાદિષ્ટ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુનું સેવન કરી લો તમારો દિવસ જશે.

અખરોટ ખાઓ :

image source

  • અખરોટમાં ઓમેગા-૩ ફૈટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ફૈટી એસિડ આપણા મગજ અને ખાસ કરીને ભાવનાઓને સંતુલિત કરવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
  • તમારુ મૂડ કોઈ પણ કારણથી ખરાબ હોય, તમે બસ બે થી ત્રણ અખરોટ તોડીને તેની છાલ કાઢીને ખાઈ લો. જો તમે ધીમે ધીમે ચાવીને ખાશો ત્યારે તમને તરત અનુભવ થશે કે તમારો તણાવ દૂર થઈ રહ્યો છે.

બ્રાઉન બ્રેડ ખાઓ:

Image by Free-Photos from Pixabay

  • જ્યારે પણ મૂડ ખરાબ થાય ત્યારે તમે બ્રાઉન બ્રેડની તૈયાર સેન્ડવીચ કે ટોસ્ટ ખાઈ શકો છો. તમે ઈચ્છો તો બ્રાઉન બ્રેડને તવા પર શેકીને પણ ખાઈ શકો છો. તેને ખાવાથી શરીરની અંદર બ્લડ શુગર નું સ્તર સામાન્ય રહે છે અને મૂડ સારુ બને છે.

ગ્રીન ટી પીઓ :

  • મૂડ ખરાબ હોય ત્યારે ગ્રીન ટી પીવી ખૂબ ફાયદાકરક હોય છે. કેમકે ગ્રીન ટી માં એમિનો એસિડ હોય છે. તે મગજની અંદરના હોર્મોન્સનું સંતુલન સ્થિત કરી એકાગ્રતા અને માનસિક શાંતિ વધારવાનું કામ કરે છે.

કોફી વિશે તો તમે જાણોજ છો:

  • મોટાભાગના લોકોને આ વાતની જાણ છે કે કોફી પીવાથી મૂડ સરખું કરવામાં મદદ મળે છે. જો તમારા માથામાં ભારેપણું, થાક અને મૂડ ખરાબની સમસ્યા થઈ રહી છે તો તમે એક કપ કોફીનો સ્વાદ લો. તમને શાંતિ મળશે.

પીએમએસ માં સ્ત્રીઓ આમ કરો:

  • માસિક શરૂ થતાં પહેલા હંમેશા મૂડ ખરાબ થવાની સમસ્યા રહે છે. વગર વાતની મુંઝવણ થાય છે અને ગુસ્સો આવે છે. આવું હોર્મોન્સના બદલતા સ્તર ને કારણે થાય છે. આવી સ્થિતિમાં કેસરનું સેવન તમને ખૂબ જલદી રાહત આપવાનું કામ કરશે.

ઓમલેટ પણ ફાયદાકારક છે:

  • જો તમે ઈંડા ખાવાના શોખીન છો તો મૂડ ખરાબ થવા પર બાફેલા ઈંડા અથવા આમલેટ ખાઓ. ફેરફાર તમને જાતે અનુભવ થશે. કેમકે પ્રોટીનની વધારે માત્રા અને પોષક તત્વોની ભરપૂર માત્રાને કારણે ઈંડા શરીરમાં નવી ઊર્જા ભરવાનું કામ કરે છે.

હંમેશા મૂડ ખરાબ રહે છે તો ભોજનમાં આ બે વસ્તુનો સમાવેશ કરો:

  •  જો તમારી સાથે મૂડ સ્વિંગ્સની સમસ્યા સતત રહે છે તો તમે તમારા ભોજનમાં લીલા ફળો, સૂકા મેવા અને માછલીનો સમાવેશ કરો. ફક્ત બે અઠવાડિયામાં તમે જાતે તમારામાં એક બદલાવનો અનુભવ કરશો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment