જો તમારા અરેન્જ મેરેજ થવાના છે, તો આ રીતે તમારા પાર્ટનર સાથે પ્રેમ સંબંધ વધારો.

ઓનલાઇન ડેટિંગ અને લવ અફેરના જમાનામાં અરેન્જ મેરેજના દિવસો હજુ પૂરા નથી થયા. તે આપણી સંસ્કૃતિનો એક ભાગ રહ્યો છે જે હજુ પણ આપણા સમાજમાં પ્રચલિત છે.

ઘણા લોકોનું એવું માનવું છે કે અરેન્જ મેરેજનું બીજું નામ કોમ્પ્રોમાઇઝ છે કેમકે સંબંધોને સાચી દિશામાં લઈ જવા અને વૈવાહિક જીવનને ખુશહાલ બનાવવા માટે આપણે આપણી નાની નાની ખુશીઓનું બલિદાન આપવું પડે છે. જોકે, દરેક અરેન્જ મેરેજનો ક્રમ સમાન હોય એવું જરૂરી નથી. લવ મેરેજની જેમ અરેન્જ મેરેજને પણ સુંદર બનાવી શકાય છે. પરંતુ ત્યારે જ્યારે પતિ-પત્ની બંને પોતાના સંબંધમાં થોડી સમજણ પૂર્વક વર્તન કરે.

અરેંજ મેરેજમાં પતિ-પત્નીએ એકબીજાને ફક્ત સમજવાની જરૂર નથી પરંતુ સંબંધમાં પ્રેમ અને રોમાન્સ જાળવી રાખવા માટે થોડી વધારે મહેનત કરવી પડે છે. એવામાં જો આવનારા દિવસોમાં મા-બાપની પસંદથી તમારા જીવનસાથીની પસંદગી કરવા જઈ રહ્યા છો તો તમારા સંબંધને સુંદર બનાવવા માટે અમુક ઉપાયો કામ આવી શકે છે.

સંબંધની શરૂઆત મિત્રતાથી થવી જોઈએ:

લગ્ન થયા પછી તરત જ તમારા સાથી પાસે નાની-નાની વાતોનો આગ્રહ કરવો કે એકદમ તેના પર હક જમાવવો યોગ્ય નથી. એવું એટલા માટે કારણ કે જ્યાં લગ્નની શરૂઆતના મહિનામાં તમે તમારો પ્રેમ વ્યક્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો ત્યારે આમ કરવાથી તમારી ઇમેજ પણ ખરાબ કરી શકો છો. અમે માનીએ છીએ કે તમે તમારા લગ્નમા ૧૦૦% આપી રહ્યા છો પરંતુ ગેરસમજણનો કોઈ ઉપાય હોતો નથી.

લગ્ન પછીના સંબંધમાં પ્રેમની અપેક્ષા ફક્ત તમને તકલીફ નહીં આપે પરંતુ તમારા સંબંધો પર પણ ખરાબ અસર પાડે છે. પ્રેમ એ એક એવી વસ્તુ છે, જે સંબંધમાં ધીમે ધીમે ખીલે છે. એવામાં સૌપ્રથમ તમારા સાથીને ઓળખવાનો પ્રયત્ન કરો અને એકબીજાના સારા મિત્રો બનો.

સંયમથી કામ લેવું:

વાત ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય કે પછી પતિ-પત્નીના સંબંધની, કોઈ પણ સંબંધને ચલાવવા માટે બે લોકોનું એકબીજા સાથે જોડાયેલું રહેવું ખૂબ જરૂરી છે. જ્યારે અમુક યુગલો લગ્ન પછી તરત જ એકબીજા સાથે કમ્ફર્ટેબલ થઈ જાય છે, તો ઘણાને આવું કરવામાં ઘણો સમય લાગી જાય છે. જોકે આ દરમિયાન પતિ-પત્ની બંનેએ સંયમ અને સમજદારીથી કામ લેવું જોઈએ.

જેવા છે તેવા સ્વીકારો:

અમે માનીએ છીએ કે તમને તમારા સાથીની કેટલીક આદતો બિલકુલ પસંદ ન હોય, પરંતુ તેનો મતલબ એવો બિલકુલ નથી કે બદલવાનો પ્રયાસ કરવો. તમારા જીવનસાથી પર કોઈપણ પ્રકારના નિયમ કાનૂન લગાવ્યા વગર તે જેવા છે તેવા સ્વીકાર કરો. હા, તમને તમારા સાથીની જે બાબત પસંદ ન હોય તે તેની સાથે શેર કરો અને તેમને જણાવો કે તે તમને કેટલું પરેશાન કરે છે. જોકે આ દરમિયાન તમારી બોલવાની ભાષામાં પ્રેમ હોય.

ગુણવત્તા સમય બહાર લાવે છે:

જો તમે હકીકતમાં તમારા સંબંધને ખુશહાલ બનાવવા ઈચ્છતા હોય તો વધારેમાં વધારે તમારા સાથી સાથે ગુણવત્તા સમય વિતાવો. પછી ભલે તમે ગમે તેટલા વ્યસ્ત હોય પરંતુ દિવસનો એક સમય એવું કાઢવો જ્યાં ફક્ત અને ફક્ત તમારા બંનેની જ વાત હોય. અરેન્જ મેરેજની ખામી એ છે કે બે લોકોને લગ્ન પહેલા એકબીજા સાથે જોડાવાનો બિલકુલ પણ સમય મળતો નથી. આવી સ્થિતિમાં જો તમે લગ્ન પછી પણ તમારા સંબંધોને સમય નહીં આપો તો તે તમારા સંબંધને બગાડવાનું વધુ કામ કરશે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *