કોઈ પણ શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોઈ તો થઈ જાવ સાવધાન ..!! શરુ થઈ ગઈ હોળાષ્ટક

હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે  એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જણાવી દઈએ કે ૯ માર્ચે હોલિકા દહન અને ૧૦ માર્ચે ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવશે. આ તહેવાર નો દરેક નાના થી લઈ મોટા લોકો સુધી રાહ જોતા હોઈ છે. આજથી હોળાષ્ટકનો પ્રારંભ થઈ ગયો છે. હવે ૮ દિવસ સુધી કોઈ જ શુભ કાર્ય કરવા નહી.

આજે હોળાષ્ટકનો પ્રારંભ થશે. જે 9 માર્ચ-સોમવારના રાત્રે 11:19 સુધી રહેશે. ફાગણ સુદ પૂર્ણિમા 9 માર્ચના સોમવારે છે અને આ જ દિવસે વ્રતની પૂનમ કરવાની છે. આ વર્ષે હોળી પર્વ નિમિત્તે ભદ્રાનો દોષ બનતો નથી. કેમકે, એ દિવસના બપોરે 1:13 વાગ્યે જ ભદ્રા સમાપ્ત થઇ જાય છે. જેના કારણે પરંપરાને અનુસાર હોળી પ્રકટાવી શકાશે.

હોળી પર્વના 7 દિવસ અગાઉ હોળાષ્ટકનો પ્રારંભ થતો હોય છે. હોળાષ્ટક દરમિયાન લગ્ન-વાસ્તુ પૂજા-ગૃહ પ્રવેશ-કોઇ પણ નવા વ્યવસાય-નવા કાર્યનો પ્રારંભ કરવાનું ટાળવું જોઇએ. હોળાષ્ટક બાદ માર્ચ મહિનામાં 11,12 એમ બે દિવસ જ લગ્ન માટે શુભ મુહૂર્ત છે. કેમકે, 14 માર્ચથી 13 એપ્રિલ દરમિયાન મીનમાસ કમૂરતાનો પ્રારંભ થઇ જશે.

હોળાષ્ટકને પણ અશુભ મનાય છે. અષ્ટક એટલે કે આઠ દિવસો મનાય છે અશુભ. હોળી પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી મનાય છે અશુભ. ફાગણ સુદ આઠમથી થાય છે હોળાષ્ટકનો આરંભ. ફાગણી પૂનમે હોળી પ્રાગટ્યમાં થાય છે સમાપ્ત. હોળી પ્રાગટ્ય બાદ હોળાષ્ટકની પૂર્ણાહુતિ થાય છે. બપોરે 12.56 કલાકે હોળાષ્ટકનો આરંભ થાય છે. આજે બપોરે 12.53 બાદ શુભ કાર્યો ન કરવા. હોળી પ્રાગટ્ય સુધીના દિવસો છે અશુભ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment