દરરોજ શરીરને કેટલું પાણી જોઈએ એ ભૂલાય જતું હોય તો આ 4 સ્માર્ટ ટીપ્સને ફોલો કરો…

પાણી શરીર માટે એક વરદાન સમાન છે. એવામાં તમે જો નિયમિત શરીરને જરૂરીયાત મુજબનું અથવા વધારાનું પાણી પીવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો તમારા માટે આજનો આર્ટિકલ સ્પેશ્યલ છે.

આજના આર્ટિકલમાં એવી રસપ્રદ ટીપ્સ જણાવવામાં આવી છે જેનાતી તમે શરીરને જરૂરીયાત છે એ કરતા વધારે પાણી કેવી રીતે પી શકાય એ જણાવવામાં આવ્યું છે.

પાણી શરીર માટે ખોરાક કરતા પણ મહત્વનું માનવામાં આવે છે. એ વાતનો અંદાજ પણ અહીંથી લગાવી શકાય કે, શરીરમાં 70% પાણી હોય છે. પાણીનું કામ ફક્ત તરસને છીપાવવા માટેનું જ નથી! પણ શરીર માટે ઘણી મહત્વની પ્રક્રિયાઓ માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે, ડાયજેશન થી લઈને સર્ક્યુલેશન, મોં અંદરની લાળ કે પોષક તત્વોનું પરિવહન અને સાથે સાથે પાણી શરીરનું તાપમાન જાળવવામાં પણ કામ કરતુ હોય છે.

શરીરમાં જો પાણીની માત્ર ઓછી થઇ જાય તો શરીરમાં શક્તિ રહેતી નથી. અને માથાનો દુઃખાવો થવા લાગે છે અન આખા શરીરમાંથી સ્ફૂર્તિ જતી રહે છે. તો આવી રીતે શરીરમાંથી પાણીની ઓછી માત્રા થતા ઘણી સમસ્યા સર્જાવા લાગે છે.

પાણીની માત્રાની વાત કરીએ તો આમ તો દરેક માણસને આઠ થી દસ ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. એમાં ઠંડીની મૌસમમાં ચાર થી પાંચ ગ્લાસ પાણી સામાન્ય રોતે દરેક માણસ પીતા હોય છે. એવામાં તમે અમુક સમય ટીપ્સને અજમાવીને પાણીની માત્રા પીવા માટે વધારી શકો છો. એકદમ સરળ એવી ટીપ્સ અહીં જણાવવામાં આવી છે તો ચાલો વિગતથી માહિતી જાણીએ કે કેવી રીતે શરીરને તંદુરસ્ત રાખવા માટે પાણીની માત્રા વધારી શકાય છે?

1. આફટર વર્કઆઉટ :

જો તમે દરરોજ વોટર ઇન્ટેક એટલે પાવાના પાણીની માત્રા વધારવા ઈચ્છતા હોય તો અમુક ચોક્કસ નિયમને અનુસરવા પડે. એમાં પહેલો નિયમ છે કે કોઇપણ જગ્યાએ જતા પહેલા સાથે પાણીનો બોટલ લેવાનું ભૂલશો નહીં અને તેમાં સ્વચ્છ પાણી ભરીને સાથે રાખવાનું ભૂલશો નહીં.

એવી જ રીતે આફ્ટર વર્કઆઉટ પાણી પીવાનું ભૂલશો નહીં. વર્કઆઉટની શરૂઆત કરતા પહેલા સહેજ માત્રામાં પાણી પીવું જોઈએ અને આફતર વર્કઆઉટ પાણી પીવાનું યો ક્યારેય ભૂલવું જોઈએ નહીં. એવો પ્રયાસ કરો કે વર્કઆઉટ ટાઈમમાં સ્ટાર્ટ ટુ એન્ડ સુધીમાં એક બોટલ પાણી પી શકાય. અને ધીમે ધીમે આ માત્રામાં વધારો કરવો જોઈએ.

2. બોટલથી નહીં પણ ગ્લાસથી પાણી પીવું :

તમને એમ થશે કે બોટલ કે ગ્લાસમાં પાણી પીવાથી શું ફરક પડે? તો આપને જણાવી દઈએ કે બોટલ કરતા ગ્લાસમાં પાણી પીવું હંમેશા હિતાવહ ગણવામાં આવે છે. અને એમાં પણ ખાસ શાંતિથી પાણી પીવું જોઈએ. બોટલ કરતા ગ્લાસથી પાણી પીવામાં આવે તો પાણીને વધુ માત્રામાં પી શકાય છે અને ગરમીની મૌસમમાં તો વધારે માત્રામાં પણ પી શકાય. ગ્લાસથી પાણી પીવાથી તરસ છીપાય છે અને ખાસ કરીને વધારે પાણી પણ પીવાય છે. તો કાયમ માટે પ્રયાસ કરો કે બોટલની બદલે ગ્લાસમાં પાણી પીવા માટેની આદત પડે.

3. એપ ટ્રેકિંગ :

હવેના મોબાઈલ વધુ સ્માર્ટ થઇ ગયા છે અને તેમાં બધું જ માહિતી બતાવવામાં આવે છે. સ્માર્ટફોનમાં એવા વિકલ્પ પણ આવે છે જેનાથી જાણી શકાય છે કે કેટલા ગ્લાસ પાણી પીધું. એટલે રૂટીન લાઈફમાં વોટર ઇન્ટેક વધારવા માટે સ્માર્ટફોનની સ્માર્ટ ટેકનીક પણ યુઝ કરી શકાય છે.

4. વોટર રીચ ફૂડસ :

ઠંડીની મૌસમમાં પાણી પીવાની વધુ ઈચ્છા થતી નથી હોતી એટલે શરીરને સરવાળે પાણી ઓછું મળે છે. તો શિયાળાની ઠંડીમાં એવા પ્રયાસ કરવા જોઈએ કે જે ફળ પાણીવાળા વધુ હોય તેને ખાવામાં લેવા જોઈએ. જેમ કે, તરબૂચ, શેરડી, પપૈયું, દ્રાક્ષ વગેરે. આવું કરવાથી શરીરમાં પાણીની યોગ્ય માત્રા જાળવી શકાય છે અને વધારાનું પાણી પણ શરીરને મળી રહે છે.

તો હવે તમે સમજ્યા ને? અહીં જણાવેલ ટીપ્સ આમ તો છે એકદમ આસન એ લોકપ્રચલિત, પણ વાત એ છે કે આ ટીપ્સને ફોલો કરીને રોજ પીવાતા પાણીની માત્રાને વધારી શકાય છે અને શરીરને કાયમી માટે તંદુરસ્ત રાખી શકાય છે.

તમે આજનો આર્ટિકલ પસંદ આવ્યો? જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ આર્ટિકલને નજીકના મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહીં. અમે અહીં દરરોજ અવનવી માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ તો તમે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *